તાલકટોરા ઉદ્યાન, દિલ્હી

તાલકટોરા ઉદ્યાન (અંગ્રેજી:Talkatora Gardens) ભારત દેશની રાજધાની દિલ્હી ખાતે આવેલ એક ઐતિહાસિક સ્થળ છે. અહીં ૧૭૩૮ના વર્ષમાં મોગલોએ મરાઠાઓને હરાવ્યા હતા. જૂના સમય અહીં એક કુંડ અને તરણકુંડ હતા. તેથી આ સ્થળનું નામ તાલકટોરા (કટોરા જેવું તળાવ) રાખવામાં આવેલ છે. આ ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આકર્ષાય છે. ખાસ કરીને વસંત ઋતુમાં અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે. વિવિધ પ્રકારના ફૂલો ઉપરાંત અહીં સ્ટેડિયમ પણ છે, જ્યાં રમતો અને કાર્યક્રમો યોજવામાં આવે છે. ચોક્કસ સમય માટે અહીં બાળકો માટે કાર્યક્રમો પણ રાખવામાં આવે છે કે જેથી તેમને એક બાગકામના કાર્યમાં રસ પડે. આ ઉદ્યાન સપ્તાહના બધા દિવસ ખુલ્લું રાખવામાં આવે છે.

ચિત્ર-દર્શન ફેરફાર કરો