થોરીયમ
થોરીયમ એ એક પ્રાકૃતિક કિરણોત્સારી રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Th અને અણુ ક્રમાંક ૯૦ છે. આની શોધ ૧૮૨૮માં થઈ હતી અને આનું નામ વિજળીના નોર્સ દેવતા થોર પરથી પડ્યું. પ્રકૃતિમામ્ થોરીયા માત્ર થોરીયમ-૨૩૨ સ્વરૂપે મળે છે. તે આલ્ફા કણો ઉત્સર્જિત કરે છે. તેનો અર્ધ આયુષ્ય કાળ ૧૪૦૫ કરોડ વર્ષ હોય છે. પૃથ્વીની સપાટી પરતે યુરેનિયમ કરતાંત્રણ ગણી વધુ બહુતાયત ધરાવે છે. મોનેઝાઈટ નામની ખનિજમાંથી નિષ્કર્ષિત કરતીએ વખતે આડ પેદાશ તરીકે મળે છે.
પૂર્વે થોરિયમ વાયુ પ્રકાશ જાળીમાં અને મિશ્ર ધાતુઓમાં વપરાતું હતું. પણ તેના કિરણોત્સારી ગુણધર્મોને કારણે તેનો ઉપયોગ રોકાયો છે. અમેરિકામાં ૧૯૬૪ થી ૧૯૬૯માં ચાલેલા મોલ્ટન સોલ્ટ રીએક્ટર પ્રયોગમાં થોરીયમ -૨૩૨ નો ઉપયોગ કરી યુરેનિયમ ૨૩૩ ઉછેરવામામ્ આવ્યું હતું. તેમાંના મોટા ભાગની અણુ ભઠ્ઠીઓ બંધ છે. રશિયા, ભારત અને ચીન જેવા દેશો પોતાની અણુભઠ્ઠીઓમાં થોઇરીયમ વાપરવાની યોજના ઘડી રહી છે કેમકે તે વધુ સલામત છે અને યુરેનિયમની સરખામણેએમં વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે.