દક્ષિણ મહાસાગર પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમા દક્ષિણ ધ્રુવ પાસે આવેલો છે અને પાંચ મહાસાગરોમા બીજા ક્રમે સૌથી નાનો મહાસાગર છે.આ મહાસાગર એન્ટાર્કટિક મહાસાગરથી પણ ઓળખાય છે.એન્ટાર્કટિકા ખંડથી ૬૦ ડિગ્રી દક્ષિણ અક્ષાંશ સુધીના જળવિસ્તાર ને આ મહાસાગરના નામે ઓળખવામાં આવે છે. આ મહાસાગરની સીમાઓ પ્રશાંત મહાસાગર,હિંદ મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરથી ઘેરાયેલ છે.દક્ષિણ મહાસાગરનો સૌથી ઊંડો ભાગ દક્ષિણ સેન્ડવીચ ખાઈ( ટ્રેન્ચ) પાસે ૭૨૩૬ મીટર જેટલી છે. વેડેલ સમુદ્ર, લાઝારેવ સમુદ્ર,કોસ્મોનટસ સમુદ્ર ,રોઝ સમુદ્ર અને એડમન્ડઝ સમુદ્ર આ મહાસાગરના ભાગ છે.બારેમાસ બરફ આચ્છાદિત હોવાને કારણે કોઇ મોટુ બંદર આ મહાસાગરમા નથી પરંતુ રોથેરા સ્ટેશન,પામર સ્ટેશન અને મૌસન સ્ટેશન જેવી વહાણો લાંગરવાની જગ્યાઓ છે.દુનિયાના વિક્સિત ભૂમીવિસ્તારથી અતી દૂર અને વિષમ આબોહવાને કારણે જળવહન અને વ્યાપાર માટે બહુ ઉપયોગી નથી.

દક્ષિણ મહાસાગરનું સ્થાન