દિવેલી અથવા એરંડિયો અથવા દિવેલા (અંગ્રેજી: Castor) તેલીબીયાં આપતી એક બારમાસી વનસ્પતિ છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨ મીટર કદ સુધી ખુબ જ ઝડપથી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. દિવેલીનાં ચમકદાર પાંદડાઓ ૧૫-૪૫ સેમી જેટલી લંબાઇનાં, હથેળી જેવા આકાર ધરાવતાં, ૫-૧૨ સેમી ઊંડી ખાંચવાળાં અને દાંતાવાળા કાંસકા જેવાં હોય છે. દિવેલીનાં પાંદડાંનો રંગ પણ ક્યારેક ક્યારેક, ઘેરા લીલા રંગથી માંડીને લાલ રંગ અથવા ઘેરા જાંબુડીયા કે લાલ હોય છે.

દિવેલી
Castor bean in distubred area.jpg
દિવેલીનો છોડ - દિવેલીં (ફળ) સહિત
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Phylum: સપુષ્પી
Class: મેગ્નોલિયોપ્સીડા
Order: મૈલ્પીજિએલ્સ
Family: યૂફોર્બિયેસી
Subfamily: એકેલીફોઇડી
Tribe: એકેલીફી
Subtribe: રિસિનિની
Genus: રિસિનસ (Ricinus)
Species: કૉમ્મ્યુનિસ (communis)
દ્વિનામી નામ
રિસિનસ કૉમ્યુનિસ (Ricinus communis)

બાહ્ય કડીઓફેરફાર કરો