દૂધપાક
દૂધપાક એટલે દૂધને પકવીને બનાવેલી વાનગિ. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાતમાં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે. આમાં ઘીનો ઉપયોગ ન હોવાથી પચવામાં ઓછી ભારે અને સસ્તી પણ પડે છે.
સામગ્રી
ફેરફાર કરોદૂધ (ગાયનું હોય તો ઉત્તમ), સાકર (ખાંડ), ચોખા, એલચી, બદામ (કતરી કરેલી), કેસર (વૈકલ્પિક)
કૃતિ
ફેરફાર કરો- ચોખાને પાણીમાં અડધો કલાક પલાળી રાખો.
- દૂધમાં ચોખા,એલચીનો ભૂકો, સાકર, બદામની કતરી અને કેસર ઉમેરી ઉકળવા મૂકો.
- દૂધને સતત હલાવતા રહેવું જેથી ચોખા તળીયે બેસીને બળે નહીં અને દૂધ ઉભરાય નહીં.
- ચોખા રંધાય એટલે દૂધપાક તૈયાર.
નોંધ
ફેરફાર કરો- પારંપરિક રીતે દૂધપાકમાં ચારોળી નાંખવામાં આવે છે.
- ભાવેતો તેમાં પિસ્તાની કતરી, કાજુનો ભૂકો, સ્ટ્રોબેરી નાખી શકય.
- જો ભાવે તો તેમાં વિવિધ એસેંસ ઉમેરી શકાય જેમકે બટર સ્કોચ, સ્ટ્રોબેરી, વેનીલા, પાયનેપલ વિગેરે.