ભારતીય ઉપખંડમાં પાષાણયુગના લોકો પથ્થરમાંથી વિવિધ આકારની કુહાડીઓ, ફરસીઓ, પાનાં વગેરે બનાવતા. આ ઓજારો પરથી પુરવાર થાય છે કે તેઓ ઓજારો બનાવવાની કલા જાણતા હતા. પાષાણયુગ પછી તામ્રયુગ, કાસ્યંયુગ અને લોહયુગ આવ્યા. આ સમય દરમિયાન ભારતના લોકો તાંબુ, કાંસુ, પિત્તળ વગેરે ધાતુમાંથી પાણી ભરવાના ઘડા, વિવિધ પાત્રો, વાસણો, મૂર્તિઓ વગેરે બનાવતા.જાણીને આસ્ચર્ય થશેકે જ્યારે દુનીયામા અરીસાની શોધ થઇ ન હતી ત્યારથી દ્ક્ષીણ ભારતમા પીતળના અરીસા બનતા આવ્યા છે. જે કલા હવે નામશેષ થવાની તૈયારી પર છે.