ધિરાણનું જોખમ એટલે ઋણ લેનાર વ્યક્તિ કે સંસ્થા વચન મુજબ ચુકવણી ન કરે ત્યારે ઊભા થતા નુકસાનનું રોકાણકારોના માથે રહેલું જોખમ. આવી ઘટનાને ડિફોલ્ટ કહેવાય છે. ધિરાણ જોખમનો બીજા શબ્દ ડિફોલ્ટ રિસ્ક (જોખમ) છે.

રોકાણકારોના નુકસાનમાં મુદ્દલ અને વ્યાજ ગુમાવવાનો, રોકડ પ્રવાહમાં ઘટાડાનો અને વસૂલાતના ખર્ચમાં વધારાનો સમાવેશ થાય છે, આવી સ્થિતિ સંખ્યાબંધ રીતે ઊભી થાય છેઃ

  • ગ્રાહક મોર્ગેજ લોન, ક્રેડિટ કાર્ડ, લાઇન ઓફ ક્રેડિટ કે બીજી લોનના બાકી લેણાની ચુકવણી ન કરે.
  • કોઇ બિઝનેસ દ્વારા મોર્ગેજ લોન, ક્રેડિટ કાર્ડ, લાઇન ઓફ ક્રેડિટ કે બીજી લોનના બાકી લેણાની ચુકવણી ન થાય
  • બિઝનેસ કે ગ્રાહક નિર્ધારિત સમયે ટ્રેડ ઇનવોઇસ (બાકી બિલ)ની ચુકવણી ન કરે
  • બિઝનેસ દ્વારા નિર્ધારિત સમયે કર્મચારીના પગારની ચુકવણી ન થાય
  • બોન્ડ જારી કરનાર બિઝનેસ કે સરકાર પાકતી મુદતે કુપન પર કે મુદત પર ચુકવણી ના કરી શકે
  • નાદાર વીમા કંપની પોલિસીની નાણાંકીય જવાબદારીની ચુકવણી ન કરે
  • નાદાર બેન્ક થાપણદરોના ભંડોળને પરત ન કરે
  • સરકાર નાદાર ગ્રાહક કે બિઝનેસને નાદારીનું રક્ષણ આપે.

ધિરાણ જોખમના પ્રકારો

ફેરફાર કરો
  • ડિફોલ્ટ જોખમ
  • ક્રેડિટ સ્પ્રેડ જોખમ
  • અવમૂલ્યન જોખમ

ધિરાણના જોખમનું મૂલ્યાંકન

ફેરફાર કરો

જોખમનું પૃથક્કરણ અને સંચાલન કરવા માટે નોંધપાત્ર સંશાધન અને આધુનિક પ્રોગ્રામનો ઉપયોગ થાય છે. કેટલીક કંપનીઓમાં ધિરાણ જોખમ વિભાગ હોય છે, જેની કામગીરી ગ્રાહકોની નાણાંકીય તંદુરસ્તીનું મૂલ્યાંકન કરીને અને ધિરાણ આપવું (કે ન આપવું) તેની ભલામણ કરવાની હોય છે. કંપનીઓ જોખમ ટાળવાના, ઘટાડવાના કે તબદિલ કરવા અંગે સલાહ આપવા માટે આંતરિક પ્રોગ્રામનો પણ ઉપયોગ કરી શકે છે. તેઓ ત્રાહિત પક્ષ દ્વારા પુરી પડાયેલી બાતમીનો પણ ઉપયોગ કરે છે. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ, મૂડીઝ એનાલિટિક્સ, ફિચ રેટિંગ્સ, અને ડન એન્ડે બ્રાડસ્ટ્રીટ જેવી કંપનીઓ ફી લઇને આવી માહિતી પૂરી પાડે છે.

મોટાભાગના ધિરાણકર્તા સંભવિત કે હાલના ગ્રાહકોના જોખમનું મૂલ્યાંકન કરવા તેમના પોતાના મોડલ (ક્રેડિટ સ્કોરકાર્ડ)નો ઉપયોગ કરે છે અને બાદમાં યોગ્ય વ્યૂહરચના અપનાવે છે. જામીનગીરી વગરની પર્સનલ લોન કે માર્ગેજ લોન જેવી પ્રોડક્ટ્સમાં ધિરાણકર્તા ઊંચું જોખમ ધરાવતા ગ્રાહકો પાસે ઊંચુ વ્યાજ વસૂલ કરે છે અને નીચા જોખમવાળા ગ્રાહક પાસે નીચું વ્યાજ વસૂલે છે. ક્રેડિટ કાર્ડ અને ઓવરડ્રાફ્ટ જેવી રિવોલ્વિંગ પ્રોડક્ટ્સની સાથે ધિરાણ મર્યાદા નક્કી કરીને જોખમને નિયંત્રણમાં રાખવામાં આવે છે. કેટલીક પ્રોડક્ટ્સમાં જામીનગીરીની, ખાસ કરીને મિલકતના સ્વરૂપમાં, જરૂર પડે છે.

ક્રેડિટ સ્કોરિંગ મોડલ્સ એ ગ્રાહકોને ધિરાણ મંજૂર કરવા માટે બેન્કો કે ધિરાણ સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવાતા માળખાનો એક ભાગ છે. કોર્પોરેટ અને કોમર્શિયલ ઋણ લેનારા માટે આ મોડલમાં સામાન્ય રીતે જોખમના વિવિધ પાસાંની રૂપરેખા આપતા ગુણાત્મક અને જથ્થાત્મક વિભાગ હોય છે, જેમાં કામગીરીના અનુભવ, મેનેજમેન્ટની નિપૂણતા, અસ્કામતની ગુણવત્તા તેમજ ઋણ અને તરલતાના ગુણોત્તરનો સમાવેશ થાય છે, પરંતુ તેમાં માત્ર આનો જ સમાવેશ થાય તેવું જરૂરી નથી. ક્રેડિટ ઓફિસર્સ અને ક્રેડિટ કમિટી દ્વારા આ માહિતીની સંપૂર્ણ સમીક્ષા કર્યા પછી ધિરાણકર્તા કરાર (ઉપરોક્ત મુસદ્દા મુજબ)માં શરતો અને નિયમોને આધિન ભંડોળ પૂરું પાડે છે.

ધિરાણનું જોખમ સામાન્ય રીતે મેગાપ્રોજેક્ટ્સ તરીકે ઓળખતા ખૂબ જ મોટા રોકાણના પ્રોજેક્ટના સંદર્ભમાં ખૂબ જ વ્યાપક અને ખાસ કરીને નુકસાનકર્તા હોય તેવું જોવા મળ્યું છે. આનું કારણ એ છે કે આવા પ્રોજેક્ટ પર ‘દેવાની જાળ’માં એટલે કે એવી સ્થિતિ કે જેમાં ખર્ચમાં મોટા વધારાને કારણે પ્રોજેક્ટ અમલીકરણ સમયપત્રકમાં વિલંબ વગેરેનું જોખમ વધું હોય છે, જેમાં ઋણની ચુકવણી કરવાનો અને ઋણમાં ઘટાડો કરવાનો ખર્ચ ઉપલબ્ધ આવક કરતા વધી જાય છે.[]

સોવરિન (સરકારી) જોખમ

ફેરફાર કરો

સોવરિન જોખમ એટલે પોતાની લોનની જવાબદારી પૂરી કરવામાં કે તેણે ગેરંટી હોય આપી હોય તેવી લોનની ગેરંટી પૂરી કરવાની સરકારની અનિચ્છા કે અશક્તિનું જોખમ.[] સોવરિન જોખમના અસ્તિત્વનો અર્થ છે કે ધિરાણકર્તાએ વિદેશમાં રહેલી કંપનીને ધિરાણ આપતી વખતે બે તબક્કાની નિર્ણય પ્રક્રિયા હાથ ધરવી જોઇએ. પ્રથમ સંબંધિત દેશની સોવરિન જોખમની ગુણવત્તાને ધ્યાનમાં લેવી પડે છે અને પછી કંપનીની ધિરાણ ગુણવત્તાની વિચારણા કરવી પડે છે.[]

સમગ્રતયા અર્થતંત્ર (મેક્રોઇકોનોમિક) આધારિત અસ્થિર પરિબળો કે જે સોવરિન ઋણના પુનઃગોઠવણની શક્યતાને અસર કરે છેઃ []

  • ઋણ ચુકવણીનો ગુણોત્તર
  • આયાત ગુણોત્તર
  • રોકાણ ગુણોત્તર
  • નિકાસ આવકમાં ફેરફાર
  • સ્થાનિક નાણા પુરવઠા વૃદ્ધિ

પુનઃગોઠવણની શક્યતાને ઋણ ચુકવણી ગુણોત્તર, આયાત ગુણોત્તર, નિકાસ આવકમાં તફાવત અને ઘરેલુ નાણાં પુરવઠાની વૃદ્ધિ જેવા પરિબળો અસર કરે છે. ફ્રેન્કેલ કર્મેન અને શોલ્ટન્સ એવી પણ દલીલ કરે છે કે પુનઃગોઠવણની શક્યતા ભાવિ આર્થિક ઉત્પાદકતાના લાભને કારણે રોકાણ ગુણોત્તરમાં ઘટાડો કરે છે. સોન્ડર્સ દલીલ કરે છે કે જો રોકાણ ગુણોત્તરમાં વધારો થાય તો પુનઃગોઠવણમાં વધારો થવાની શક્યતા વધું રહે છે, કારણ કે બીજા દેશો બાહ્ય ધિરાણકર્તા પર ઓછા અવલંબિત બને છે તેમજ દેશો/રોકાણકારો પાસેથી ધિરાણ મેળવવાની ચિંતામાં ઘટાડો થાય છે.[]

કાઉન્ટરપાર્ટી જોખમ

ફેરફાર કરો

ડિફોલ્ટ જોખમ તરીકે પણ ઓળખાતા કાઉન્ટરપાર્ટી જોખમ એટલે કે બોન્ડ, ધિરાણ ડેરિવેટિવ, ધિરાણ વીમા કરાર કે અન્ય વેપાર અને લેવડ દેવડમાં નિર્ધારિત સમયે સંસ્થા દ્વારા ચુકવણી ન થવાનું જોખમ.[] ધિરાણ વીમા ખરીદીને પોતાના જોખમનું હેજિંગ કરનારી (રક્ષણ મેળવનારી) સંસ્થાઓમાં પણ જોખમ હોય છે, કારણ કે વીમા કંપની હંગામી ધોરણે તરલતાના મુદ્દા કે લાંબી મુદતના પ્રણાલી મુદ્દાને કારણે ચુકવણી કરી શકતી નથી.[]

મોટી વીમા કંપનીઓ ઘણી લેવડદેવડમાં કાઉન્ટરપાર્ટી હોય છે અને તેથી આ પ્રકારના જોખમમાં નાણાકીય નિયમનકારોએ પગલાં લેવા પડે છે, ઉદાહરણ કે એઆઇજી (AIG)ને ઉગારવાના લેવાયેલાં પગલાં.

કાઉન્ટરપાર્ટી જોખમને ખોટી રીતના જોખમ દ્વારા અસર થઇ શકે છે.તે વિવિધ જોખમ પરિબળો એકદમ હાનિકારક દિશામાં સંબંધ ધરાવતા હોય તેવું જોખમ છે. પોર્ટફોલિયો જોખમ પરિબળ અને કાઉન્ટરપાર્ટી ડિફોલ્ટ સહિતનો સંબંધ સામાન્ય નથી ઉદાહરણ માટે બ્રિગો એન્ડ પલ્લવિસિની જુઓ[]

પિખ્ટીન અને સ્વીટન ઝુના અહેવાલમાં સારી રજૂઆત જોઈ શકાય છે.[]

ધિરાણ જોખમમાં ઘટાડો કરવો

ફેરફાર કરો

ધિરાણકર્તા કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ધિરાણ જોખમમાં ઘટાડો કરતા હોય છેઃ

  • જોખમ આધારિત કિંમત પદ્ધતિ : ધિરાણકર્તા સામાન્ય રીતે ચુકવણીમાં ચુક કરે તેવી વધુ શક્યતા હોય તેવા લોન લેનાર માટે ઊંચા વ્યાજદર વસૂલ કરે છે, જેને જોખમ આધારિત કિંમત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ધિરાણકર્તા લોનનો હેતુ, ક્રેડિટ રેટિંગ, લોન અને મૂલ્યનો ગુણોત્તર અને ઉપજ (ક્રેડિટ સ્પ્રેડ) પર અસરના અંદાજ જેવા લોન સંબંધિત પરિબળોની વિચારણા કરે છે.
  • કોવેનન્ટ : ધિરાણકર્તા લોન લેનારા માટે લોન કરારમાં કોવેનન્ટ્સ તરીકે ઓળખાતી નીચેના જેવી શરતો નિર્ધારિત કરે છેઃ
    • તેની નાણાકીય સ્થિતિ અંગે સમયાંતરે માહિતી આપવી
    • ડિવિડન્ડની ચુકવણી, શેરની પરત ખરીદી, વધુ ઋણ અથવા બીજા ચોક્કસ, સ્વૈચ્છિક પગલાં કે જેનાથી કંપનીની નાણાકીય સ્થિતિને નકારાત્મક અસર કરતા હોય તેવા તેનાથી દૂર રહેવું.
    • લોન લેનારાના દેવા-ઇક્વિટી ગુણોત્તર કે ઇન્ટરેસ્ટ કવરેજ ગુણોત્તરમાં ફેરફાર જેવી ચોક્કસ ઘટનાના સંદર્ભમાં ધિરાણકર્તાની સૂચનાને પગલે સંપૂર્ણ લોનની ચુકવણી
  • ધિરાણ વીમા અને ધિરાણ ડેરિવેટિવ્ઝ : ધિરાણકર્તા અને બોન્ડધારક ધિરાણ વીમા કે ધિરાણ ડેરિવેટિવ્ઝ ની ખરીદી કરીને ધિરાણ જોખમનું હેજિંગ કરી શકે છે. આ કરારમાં ચુકવણીના સંદર્ભમાં જોખમ ધિરાણકર્તાની જગ્યાએ વેચાણકર્તા (વીમા કંપની) પર આવે છે. સૌથી વધુ જાણીતા ધિરાણ ડેરિવેટિવ્ઝ ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ છે.
  • કડકાઈના પગલાં : ધિરાણકર્તા તમામ ઋણદારો કે ચોક્કસ ઋણદારોને આપવામાં આવતા ધિરાણમાં ઘટાડો કરીને ધિરાણ જોખમમાં ઘટાડો કરી શકે છે. ઉદાહરણ તરીકે, મુશ્કેલીમાં મૂકાયેલા રિટેલરને પ્રોડક્ટ્સનું વેચાણ કરતા વિક્રેતા ચુકવણી શરતો ચોખ્ખી 30 થી ઘટાડીને ચોખ્ખી 15 કરીને ધિરાણ જોખમમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરી શકે છે.
  • વૈવિધ્યીકરણ : ઓછી સંખ્યામાં લોનધારકોને ધિરાણ આપતી સંસ્થાઓ પર સિસ્ટમ બહારનું ધિરાણ જોખમ વધારે હોય છે, જે કેન્દ્રિત જોખમ તરીકે પણ ઓળખાય છે. ધિરાણકર્તાઓ આ સ્થિતિમાં લોનધારકોની સંખ્યામાં વૈવિધ્યીકરણ કરીને આ જોખમમાં ઘટાડો કરે છે.
  • થાપણ વીમા : ઘણી સરકારો નાદાર બેન્કોની બેન્ક થાપણને ગેરંટી આપવા થાપણ વીમા ની સ્થાપના કરે છે. આવા વીમા રક્ષણથી બેન્ક નાદાર બની રહી હોય ત્યારે ગ્રાહકોને નાણા ઉપાડી લેવા ઘસારો કરતા રોકવાનો છે, જેનાથી મુશ્કેલીથી બચાવી શકાય છે તેમજ ગ્રાહકોને હાથમાં રોકડ ભંડોળ રાખવાની જગ્યાએ બેન્કિંગ સિસ્ટમમાં તેમની બચતો રાખવાનું પ્રોત્સાહન મળે છે.

આ પણ જુઓ

ફેરફાર કરો
  • ધિરાણ (નાણા)
  • ડિફોલ્ટ (નાણા)

વધુ વાંચન

ફેરફાર કરો
  • Bluhm, Christian, Ludger Overbeck, and Christoph Wagner (2002). An Introduction to Credit Risk Modeling. Chapman & Hall/CRC. ISBN 978-1584883265.CS1 maint: multiple names: authors list (link)
  • Damiano Brigo and Massimo Masetti (2006). Risk Neutral Pricing of Counterparty Risk, in: Pykhtin, M. (Editor), Counterparty Credit Risk Modeling: Risk Management, Pricing and Regulation. Risk Books. ISBN 1-904339-76-X.
  • de Servigny, Arnaud and Olivier Renault (2004). The Standard & Poor's Guide to Measuring and Managing Credit Risk. McGraw-Hill. ISBN 978-0071417556.
  • Darrell Duffie and Kenneth J. Singleton (2003). Credit Risk: Pricing, Measurement, and Management. Princeton University Press. ISBN 978-0691090467.
  • બેન્ક ફોર ધ ઇન્ટરનેશનલ સેટલમેન્ટના ક્રેડિટ રિસ્ક વ્યવસ્થાપનના સિદ્ધાંતો

સંદર્ભો

ફેરફાર કરો
  1. [બેન્ટ ફ્લાયવબજર્ગ, નીલ્સ બ્રુઝેલિયસ અને વેર્નર રોથન્ગગેટર, 2003, Megaprojects and Risk: An Anatomy of Ambition(કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ).]
  2. કન્ટ્રી રિસ્ક એન્ડ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ડંકન એચ. મેલ્ડ્રમ (1999)
  3. Cary L. Cooper, Derek F. Channon (1998). The Concise Blackwell Encyclopedia of Management. ISBN 978-0-631-20911-9.
  4. Frenkel, Karmann and Scholtens (2004). Sovereign Risk and Financial Crises. Springer. ISBN 978-3-540-22248-4.
  5. Cornett, Marcia Millon and Saunders, Anthony (2006). Financial Institutions Management: A Risk Management Approach, 5th Edition. McGraw Hill. ISBN 978-0-07-304667-9.CS1 maint: multiple names: authors list (link)
  6. ઇન્વેસ્ટોપેડિયા. કાઉન્ટરપાર્ટી જોખમ. સુધારો 2008-10-06
  7. ટોમ હેન્ડરસન. કાઉન્ટરપાર્ટી જોખમ એન્ડ સબપ્રાઇમ ફિયાસ્કો. 2008-01-02. સુધારો 2008-10-06
  8. Brigo, Damiano and Andrea Pallavicini (2007). Counterparty Risk under Correlation between Default and Interest Rates. In: Miller, J., Edelman, D., and Appleby, J. (Editors), Numerical Methods for Finance. Chapman Hall. ISBN 158488925X.સંબંધિત એસએસઆરએન (SSRN) સંશોધન પેપર
  9. એ ગાઇડ ટુ મોડેલિંગ કાઉન્ટરપાર્ટી ક્રેડિટ જોખમ, જીએઆરપી (GARP) જોખમ રિવ્યૂ, જુલાઇ-ઓગસ્ટ 2007 સંબંધિત એસએસઆરએન (SSRN) સંશોધન પેપર

બાહ્ય લિંક્સ

ફેરફાર કરો
  • રિસ્ક મેનેજમેન્ટ એસોસિએશન- ક્રેડિટ જોખમ પ્રોફેશનલ્સ માટેનું અગ્રણી ઉદ્યોગ સંગઠન
  • Defaultrisk.com - ક્રેડિટ જોખમ મોડલના શ્વેતપત્રો અને સંસોશધન અહેવાલ સાથેની ગ્રેગ ગુપ્ટોનની વેસસાઇટ