ધ્યાન

યોગની એક ક્રિયા

ધ્યાન એ યોગની એક ક્રિયા છે. ધારણા પછીનો અને સમાધિ પહેલાનો જે તબક્કો છે તેને ધ્યાન કહી શકાય. સામાન્ય રીતે ધ્યાનમાં ઇશ્વરનો કોઇ આકાર કે આત્મ સ્વરૂપનું ધ્યાન કરવામા આવે છે. આવા ધ્યાનને સાકાર ધ્યાન કહેવાય. જેમાં નિરાકાર-સર્વવ્યાપી ઇશ્વરનું ધ્યાન કરાય તેને નિરાકાર ધ્યાન કહે છે. શરૂઆતમાં નિરાકાર ધ્યાન કરવું અઘરું હોવાથી સાકાર ધ્યાન કરવાની યોગગુરૂઓ દ્વારા સલાહ આપવામાં આવે છે.

બિરલા મંદિરમાં એક ધ્યાનસ્થ યોગીની પ્રતિમા

ધ્યાનનો હેતુ ફેરફાર કરો

ધ્યાન અંતરની શોધ માટે, સમર્પણની ભાવના માટે, નિર્વિચારીતાની સ્થિતિ કેળવવા માટે, પ્રાર્થનાના ભાવમાં લય થવા માટે પણ યોગીઓ કરતા હોય છે. ધ્યાન કરવાથી આત્મબળ પણ વધતું હોવાનો યોગીઓનો મત છે. વૈજ્ઞાનિક રીતે પણ મન વિચારશૂન્ય બનવાથી તેની કાર્યક્ષમતા વધે છે એમ માની શકાય છે. આ બધા હેતુઓ માટે ધ્યાન થાય છે.

ધ્યાનની રીત ફેરફાર કરો

સામાન્ય રીતે ધ્યાન માટે વહેલી સવાર અને મોડી રાતનો સમય વધુ અનુકુળ માનવામાં આવે છે. સ્નાન કરીને વધુ તંગ ન હોય તેવ વસ્ત્રો ધારણ કરીને ધ્યાનમાં બેસી શકાય. ધ્યાનનો સમય અને સ્થળ નિયમિત રીતે એક જ રહે તો વધુ સારી રીતે ધ્યાન થઈ શકે છે. આંખો બંધ કરીને ધ્યાનમાં બેસ્યા બાદ વિચારો પર કાબૂ મેળવીને નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાનો હોય છે, અથવા માત્ર કોઇ એક જ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમાં વધુ ને વધુ ઊંડા ઊતરવાનું હોય છે. ધ્યાનથી એકાગ્રતા, પ્રસન્નતા, શાંતિ, સ્થિરતા, સમતા વગેરે કેળવાય છે.

બાહ્ય કડી ફેરફાર કરો