ધ ઈમ્પીરીયલ, નવી દિલ્હી
ધ ઈમ્પીરીયલ, નવી દિલ્હીમાં બનેલી એક વૈભવશાળી હોટલ છે. આ હોટલ ક્વીન્સવે નામની જગ્યામાં સ્થિત છે. જેને હવે જનપથ કહેવામાં આવે છે તથા આ હોટલ દિલ્હીમાં કનાટ પ્લેસની નજદીકમાં જ સ્થિત છે. હકીકતો પર એક નજર નાખીએ તો આ હોટલ દિલ્હીની સર્વપ્રથમ ગ્રાંડ વૈભવશાળી હોટલોમાંની એક હોટલ છે. આ હોટલમાં એક બેજોડ સ્વતંત્ર કલાકૃતિઓનો સંગ્રહ પણ છે.[૧]
ઈતિહાસ
ફેરફાર કરોઆ હોટલની શરૂઆત ઈ.સ. ૧૯૭૧ માં કરવામાં આવી હતી. આ હોટલનું સ્થાપત્ય વિક્ટોરિયન ઉપરાંત વસાહતી શૈલીના મિશ્રણનું પ્રમાણ છે. જેને કે, "આર્ટ ડેકો સ્ટાઈલ" ના માળખાં પ્રમાણે બનાવવામાં આવ્યું છે. આ હોટલના શિલ્પીકાર ડી. જે. બ્લૂમફિલ્ડ હતાં, કે જે એડવિન લ્યુતિનસના સહયોગી હતાં. જેઓએ બ્રિટીશ રાજની રાજધાની દિલ્હીની રચના તૈયાર કરી હતી અને સાથે સાથે એ જ વર્ષમાં આને રજૂ પણ કર્યું હતું. ઈમ્પીરીયલનું નિર્માણ એસ. બી. એસ. રંજીત સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ બ્રિટીશ રાજના હસ્તે સમ્માનિત થયેલાં આર. બી. એસ. નરેન સિંહના પુત્ર હતાં. જેમનું સન્માન ૧૯૧૧ ના રાજ્ય અભિષેક દરબારમાં કરવામાં આવ્યું હતું, જયારે દિલ્હીને કલકત્તાના સ્થાન પર ભારતની રાજધાની તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.[૨]
નિર્માણ
ફેરફાર કરોહોટલનું પુનઃસ્થાપના આ હોટલના જનરલ મેનેજર તથા વાઈસ પ્રેસીડેન્ટ હરવિંદર સેખો દ્વારા ૧૯૯૬ તથા ૨૦૦૧ ની દરમ્યાન કરવામાં આવ્યું હતું. શ્રીમાન હરવિંદર સેખોએ આ જ હોટલમાં ૬ રેસ્ટોરન્ટ તથા બાર પણ ખોલ્યા જેમાં ક્રમશઃ "સ્પાઇસ રૂટ", "પટિયાલા પેગ બાર", "૧૯૧૧ રેસ્ટોરન્ટ એન્ડ બાર", "ડેનીઅલ્સ ટેવર્ન" તથા "સન ગીમિગનાઓ" વિગેરેના નામથી જાણીતા છે.
આ દરમ્યાન આ હોટલને નેધરલેંડની મહારાણી, હોલીવુડ અને બોલીવુડના અભિનેતા - અભિનેત્રીઓ તથા ઉચ્ચ કોટીના વ્યવસાયીઓના આતિથ્ય સત્કારનો અવસર મળ્યો છે. આ હોટલ પોતાની અંદર કરવામાં આવેલી અદભુત કલાકૃતિયોનાં સંગ્રહને કારણે દર વખતે ચર્ચાનું એક મહત્વનું કેન્દ્ર બની રહી છે. સાથે સાથે આ હોટલનું અનેક પ્રકારનું ઐતિહાસિક મહત્વ પણ રહેલું છે.
વિરાસત (હેરીટેજ)
ફેરફાર કરોહોટલ ઈમ્પીરીયલ પોતાના હેરીટેજ તથા વારસા માટે સારી રીતે પ્રખ્યાત છે. આ હોટલની અંદર જ એક પ્રસિદ્ધ બાર હતો જેને "પટિયાલા પેગ"ના નામે ઓળખાતો હતો. આ એજ પ્રખ્યાત બાર હતો કે જ્યાં ભારતનાં ઘડવૈયા જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધીજી, મોહમ્મદ અલી જીણા તથા માઉન્ટ બેટન વિગેરે ભારતનાં વિભાજન ઉપરાંત પાકિસ્તાનનાં ઉદભવ માટેની ચર્ચા કરવા માટે એકત્રિત થયા હતાં. આથી આ પણ કહી શકાય કે, ભારતની વર્તમાન સ્થિતિના નિર્ધારણમાં આ હોટલનું મોટા પાયા પર યોગદાન છે.[૩]
સંગ્રહ
ફેરફાર કરોઆજના સમયમાં આ નવી દિલ્હીનું એક સૌથી મોટું સંગ્રહાલય છે. જેમાં વસાહતને લગતું અને પોસ્ટ વસાહતી કલા અને કલાકૃતિઓનો એવો ભરપુર સંગ્રહ છે જે નવી દિલ્હીમાં અન્ય કોઈ પણ જગ્યાએ પણ જોવા નથી મળતી. આ હોટલની અંદર એક સંગ્રહાલય ઉપરાંત કલા પ્રદર્શન પણ હાજર છે.[૪]
ગેસ્ટરૂમ
ફેરફાર કરોનવી દિલ્હીની ઈમ્પીરીયલ હોટલમાં ૨૩૫ જેવા એ.સી. વાળા ગેસ્ટરૂમો છે. આ દરેક ગેસ્ટરૂમોમાં ટેબલની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે, સારા સારા પલંગ જેમાં સાથે ઓઢવા માટેની ચાદર આપવામાં આવે છે. બાથરૂમમાં શોવર ટબની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
અન્ય અભ્યાસો
ફેરફાર કરોવિલિયમ વોરેન, જીલ ગોશેર (૨૦૦૭). એશિયાસ લેજેનડરી હોટેલ્સ: ધ રોમાન્સ ઓફ ટ્રાવેલ. સિંગાપુર: પેરીપ્લસ એડિશનસ. આઈ એસ બી એન ૯૭૮-૦-૭૯૪૬-૦૧૭૪-૪. કીમ ઈંગ્લીસ, જેકોબ તેમર્સે, પિયા મેરી મોલ્બેક (૨૦૦૪). કૂલ હોટેલ્સ; ઇન્ડિયા, માલદીવ, શ્રી લંકા, સિંગાપુર: પેરીપ્લ્સ સંસ્કરણ. આઈ એસ બી એન ૯૭૮-૦-૭૯૪૬-૦૧૭૪-૪.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ફેમસ હોટલ્સ ઈમ્પીરીયલ ન્યુ દિલ્હી - ધ મેકિંગ ઓફ દ્વારા એન્ડ્રીયસ અગેસ્તિને". 4hotelirs.com. ૧૧ ડીસેમ્બર ૨૦૦૬. Check date values in:
|date=
(મદદ) - ↑ ગ્રેટ, ગ્રાંડ & ફેમસ હોટલ્સ, દ્વારા ફ્રીત્જ ગબ્લર, રૈવ્યાન ગીલ્ન્. મુદક ગ્રેટ, ગ્રાંડ & ફેમસ હોટલ્સ, ૨૦૦૮. ૪..આઈ એસ બી એન ૦-૯૮૦૪૬૬૭-૦-૯. p. 250.
- ↑ "ધ ઈમ્પીરીયલ ન્યુ દિલ્હી". ક્લીયરટ્રીપ.કોમ.
- ↑ "એશિયાના ફાઇનેસ્ટ ૫ સ્ટાર વૈભવી હોટેલ - ધ ઈમ્પીરીયલ નવી દિલ્હી". થે એમ્પેરીઅલ ઇન્ડિયા.કોમ.