ધ બિટલ્સ એક ઇંગ્લિશ બેન્ડ હતું, જેની સ્થાપના ૧૯૬૦માં લિવરપુલ ખાતે થઈ હતી. તે રૉક મ્યુઝિકના યુગમાં વ્યવસાયિક રીતે સૌથી સફળ બેન્ડ હતું જેને વિવેચકો પણ વખાણતા હતા.[]. તેમણે ૧૯૬૦થી ત્રણ વર્ષ લિવરપુલ અને હેમ્બર્ગ ખાતે વિવિધ ક્લબમાં સંગીત પ્રદર્શન આપી પ્રસિદ્ધિ મેળવેલ. મેનેજર બ્રાયન એપ્સ્ટિને તેમને વ્યવસાયિક રીતે ઘડ્યા અને નિર્માતા જોર્જ માર્ટિને બેન્ડના સંગીતની ક્ષમતા વધારી. ૧૯૬૨માં તેમના ગાયન "લવ મી ડુ(Love me do)" દ્વારા બેન્ડ યુનાઇટેડ કિંગડમમાંં ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. ત્યાર બાદ લોકો તેમને "ફેબ ફોર" તરીકે પણ ઓળખવા લાગ્યા.

ધ બિટલ્સ
બિટલ્સ ૧૯૬૪માં
પાર્શ્વ માહિતી
શૈલીરૉક
સક્રિય વર્ષો૧૯૬૦-૭૦
વેબસાઇટthebeatles.com
ભૂતપૂર્વ સભ્યોજોન લેનન, પૉલ મેકાર્ટની, જોર્જ હેર્રિસન, રિંગો સ્ટાર
ધ બિટલ્સ
ધ બિટલ્સ

સંદર્ભો

ફેરફાર કરો
  1. Unterberger, Richie (2009a). "Biography of The Beatles". Allmusic. મેળવેલ 21 December 2011.CS1 maint: ref=harv (link)