નઝીર મન્સૂરી
ગુજરાતી નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક
નાઝિર મન્સૂરી ગુજરાતી ભાષાના નવલકથાકાર અને વાર્તાકાર છે. તેમની ઘણી વાર્તાઓનો સચિન કેતકર અને હેમાંગ દેસાઈએ અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. તેમની વાર્તાઓના અનુવાદો ભારતીય સાહિત્ય અને નવી શોધમાં પ્રગટ થયા છે. તેઓ નવસારીમાં કોલેજમાં પ્રોફેસર છે.
નાઝિર મન્સૂરી | |
---|---|
જન્મ | ૧ જૂન ૧૯૬૫ માધવડ બંદર, દીવ, ભારત |
વ્યવસાય | લેખક, પ્રાધ્યાપક |
લેખન પ્રકાર | ટૂંકી વાર્તા, નવલકથા |
જીવનચરિત્ર
ફેરફાર કરોનાઝિર મન્સૂરીનો જન્મ ૧૯૬૫માં થયો હતો. તેમણે એમ.એ. સુધી અભ્યાસ કર્યો છે.
તેમને તેમની ટૂંકી વાર્તા ‘ભૂથર’ માટે ૧૯૯૭માં સર્જનાત્મક સાહિત્ય માટેનો કથા પુરસ્કાર મળ્યો હતો. ૧૯૯૯માં તેમને સંસ્કૃતિ પ્રતિષ્ઠાન પુરસ્કાર મળ્યો. કથા ફાઉન્ડેશન, દિલ્હી દ્વારા બહાર પાડવામાં આવેલી ઓગણીસમી સદીની શ્રેષ્ઠ વાર્તા માટે તેમની વાર્તા ‘ભૂથર’ની પસંદગી કરવામાં આવી હતી.
તેઓ નવસારી ખાતે એસ બી ગાર્ડા કોલેજના ગુજરાતી વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપે છે.
ગ્રંથસૂચિ
ફેરફાર કરોટૂંકી વાર્તા સંગ્રહ
ફેરફાર કરો- ઢાલ કાચબો (આર.આર. શેઠ અમદાવાદ દ્વારા પ્રકાશિત, ૨૦૦૨) (હાલ અપ્રાપ્ય)
નવલકથા
ફેરફાર કરો- ચંડાલ ચકરાવો (પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, ૨૦૦૯ દ્વારા પ્રકાશિત) ISBN 978-93-8029-413-1
- વેશપલટો (પાર્શ્વ પ્રકાશન દ્વારા પ્રકાશિત, અમદાવાદ, ૨૦૦૯) ISBN 978-93-80294-12-4