નસીબપુર યુદ્ધ અને આહીરવાલ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
આહીરવાલ
ફેરફાર કરો૧૮૫૭ની વાત છે. એ સમયે રાજા રાવ તુલારામ રેવાડીના રાજા હતા. આ રાજ્યને 'અહીરવાલ નામથી પણ ઓળખવામા આવતું હતુ. આહીરવાલ રિયાસતની અંદર એ સમયે રાજસ્થાનનું કોટ-કસિમ, બહરોડ, ખેતડી, નિમરાણા, તિજારા અને કોટપુતલી સુધીનુ ક્ષેત્ર અને હરિયાણા રાજ્યનુ મહેંદ્રગઢ, દાદરી, કોસલી, નાહડ, નારનૌલ ક્ષેત્ર આવતા હતા. આ વિસ્તારો મળીને આહીરવાલની મોટી રિયાસતનુ નિર્માણ કરતા હતા. ઠીક-ઠાક એક મોટા રાજ્ય સમાન આ રિયાસતની સિમાઓ દિલ્લી અને પશ્ચીમમા આમેર(જયપુર)ની સાથે અને ઉત્તરમા પટિયાલા, નાભા, જિન્દ અને દક્ષિણમા શેખાવટી સાથે મળતી હતી. જયપુરના કછવાહા રાજપુત, શેખાવટીના શેખાવત રાજપુત, હિસારના બલોચ અને પઠાનો ઘણી વાર આ રાજ્ય પર હુમલો કરી ચુક્યા હતા. પણ દર વખતે આહીરવાલની તલવારો ઉપડી અને હુમલાખોરોને કરારો જવાબ મળતો રહ્યો. કેટલિયે વાર શિકસ્તો મળ્યા પછી આ રાજપુતો, બલોચો અને પઠાણો બદલાની આગમા સળગી રહ્યા હતા.
મેરઠમા ક્રાંતિ
ફેરફાર કરોરાજા રાવ તુલારામના પિતરાઇ ભાઇ રાવ રામલાલ અને રાવ ક્રુષ્ણગોપાલ મેરઠના કોટવાલ અને ઉપ-કોટવાલ હતા. ૧૦ મે ૧૮૫૭મા તેમણે અંગ્રેજો વિરુદ્ધ યુધ્ધની ઘોસણા કરી દિધી. જેલના દ્વાર ખોલીને તમામ સ્વતંત્રતા સેનાનીયોને આઝાદ કરી દેવામાં આવ્યા અને તેમને બધાને હથિયારો બાંટી દિધા. ભિષણ યુધ્ધ થયુ અને એ વિસ્તારમાથી અંગ્રેજોને ભગાડી મુક્યા. આ ઘટના પછી આ બન્નેના નેત્રુત્વમા આઝાદીના લડાકુઓએ દિલ્લીનો રસ્તો પકડ્યો અને ત્યાના ઘમાસાનમા દિલ્લીમાંથી પણ અંગ્રેજોને ભગાડવામા સફળ રહ્યા. એ સમયે કોલકત્તા અંગ્રેજોની રાજધાની હતી. અંગ્રેજો કોલકત્તાથી વધારે સેના આવવાની રાહ જોયા સિવાય બિજું કંઇ પણ કરી શકે એમ નહોતા. રાવ રામલાલ અને રાવ ક્રુષ્ણગોપાલ તુરંત જ એ સમયના દિલ્લીના મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરની પાસે ગયા અને તેમને આ જીતના સમાચાર સંભળાવ્યા. બુઢા બાદશાહ બહાદુરશાહ ઝફરે તુરંત જ તેમને મદદની હામી ભરી અને કહ્યુ કે તેઓ પણ તેમના અંતિમ શ્વાસ સુધી ફિરંગીઓ સામે લડશે અને તેમની માતૃભુમિમાથી અંગ્રેજોને ભગાડી મુકવા માટે યથાશક્તિ તેમની મદદ કરશે.
યુદ્ધના ભણકારા
ફેરફાર કરોજ્યારે આ બન્ને યાદવ ભાઇઓને સમાચાર મળ્યા કે રેવાડીના રાજા અને તેમના પિતરાઇ ભાઇ રાવ તુલારામ પણ આ યુદ્ધમા ઝંપલાવી ચુક્યા છે ત્યારે તુરંત જ તેમને મળવા નિકળી ગયા. આ તરફથી તેમણે વધુ એક જબરદસ્ત યોદ્ધા એવા પ્રાણસુખ યાદવનો સાથ મળ્યો. રાવ તુલારામના અન્ય એક પિતરાઇ ભાઇ એવા સાડા સાત ફુટ ઉંચા વીર રાવ ગોપાલદેવ પણ જુના વેરભાવ ભુલાવીને રાજા રાવ તુલારામની સાથે ઉભા રહ્યા.
યુદ્ધ
ફેરફાર કરોઆ તરફ અંગ્રેજો રાવ સાહબો(આહીરવાલના આહીરો માટે વપરાતુ ટાઇટલ) થી મળેલી હારથી લાલપીળા થઇ રહ્યા હતા. તેમને આહીરોની હિંમત અને તાકાતનો અંદાજો તો ખુબ હતો એટલા માટે તેઓ આ વખતે વધારે તગડી ફૌઝ, હાથીઓ અને તોપો લઇને પુરી તૈયારી સાથે મિ.ફોર્ડ અને જનરલ જેરાર્ડ જેવા અનુભવી સેનાનાયકો સાથે આવી ચડયા.
નારનૌલ પાસે નસીબપુરના મેદાનમા આહીરવાલની સેના અને અંગ્રેજોની સેના આમને સામને આવી ગઇ.
ખુબ જ વિશાળ અને આધુનિક હથિયારો અને તોપોથી સુસજ્જિત અંગ્રેજ ફૌઝ સામે મુઠ્ઠીભર પાંચ હજાર જેટલા આહીર કે જેઓ ફક્ત તેમના ઘોડા અને તલવારો લઇને યુદ્ધમા ઉતર્યા હતા. બન્ને પક્ષ તરફથી ભિષણ યુદ્ધના ડંકા વાગ્યા. આહીર સેના બન્ને હાથોમા થામેલી તલવારોથી અંગ્રેજોને કાપી રહ્યા હતા. પહેલા ત્રણ દિવસમા હજારો અંગ્રજો માર્યા ગયા. નસિબપુરની ધરતી રક્તરંજીત બની. આ રણમેદાન કપાયેલા શિર્ષો અને માનવઅંગોથી ભરાઇ ગયુ અને એક વિશાળ રક્તમેદાન સમુ બની ગયું. છતાં પણ અંગ્રેજોની સંખ્યામા જરાપણ ઓટ આવતી ન હતી. ચોથા દિવસે આહિરોએ અંગ્રેજોના સેનાનાયકોને મારવાની રણનિતી બનાવી. બંને સેનાનાયક હાથી પર સવાર હતા. રણનિતી મુજબ જનરલ જેરાર્ડને બે ટુકડામા કાપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. પોતાના સાથીને મરેલો જોઇને મિસ્ટર ફોર્ડ યુદ્ધભુમિમાંથી પલાયન કરી ગયો. અંગેજી સેના નેતૃત્વ વગરની બની ગઇ અને અંગેજ સેનામાં અફરા-તફરી મચી ગઇ. ભાગીને અમુક અંગ્રજ સૈનિકોએ જયપુરના રાજા પાસે તો અમુકે પટિયાલાના અને અમુક અંગ્રેજોએ રાજા અલવર અને નાભા પાસે શરણ લિધી. મિ. ફોર્ડને દાદરી પાસે મોડી ગામના એક જાટે શરણ આપી. અંગ્રેજોને શરણ આપનાર રાજાઓને પહલાથી જ આહીરવાલ સાથે વેરભાવ હતો અને તેઓ બદલો વાળવાનો મોકો શોધી રહ્યા હતા જે તેમને હવે મળવાનો હતો. તમામે તમામ ચડી આવ્યા અને નારનૌલને ચારો દિશાઓમાંથી ઘેરી લિધુ.
સેનાપતિ રાવ ગોપાલદેવે રાજા રાવ તુલારામને યુદ્ધમાંથી પરત જવા અપિલ કરી, પરંતુ રાજા તુલારામે પોતાના ભાઇઓને છોડીને પરત ફરવાની ના પાડી દિધી. ત્યારે રાવ ગોપાલદેવે તેમને સમજાવતા કહ્યુ કે, "તમે રાજા છો અને અમે સિપાહી. આહીરવાલના ઘરે-ઘરેથી પાછા સૈનિકો પેદા થસે પરંતુ, તમારા જેવો રાજા નહી મળે. એટલે દેશની ભલાઇ માટે તમારે પરત ફરવુ જ યોગ્ય રહેશે. તમારા તરફથી અમે અહિ અંતિમ શ્વાસ સુધી લડી મરીશુ. પણ તમે પરત ફરો જ." રાવ સાહબ રાજા તુલારામ આઝાદીની ઉમ્મીદ સાથે પરત ફર્યા. અહિરવાલની સેનામાંથી સેનાપતિ રાવ ગોપાલદેવ, રાવ રામલાલ, રાવ કૃષ્ણગોપલ, રાવ કિશનસિંહ જેવા હજારો આહીર વીરો યુદ્ધભૂમિમાં લડતા લડતા શહીદ થઈ ગયા અને છેવટે ખૂબ જ વિશાળ અંગ્રેજ સેના સામે અહિરવાલની સમગ્ર સેના ખપી ગઈ.
રાજા રાવ તુલારામનો વિદેશ પ્રવાસ
ફેરફાર કરોરાજા રાવ તુલારામ ઇરાન, ઇરાક, અફઘાનિસ્તાન, રૂસ, જેવા દેશોમા ગયા અને ત્યાનાં રાજાઓ પાસેથી ધન અને બળની સહાયતા માંગી. વિદેશોમા સેના અને પૈસા એકત્રિત કર્યા અને એ દરમિયાન કેંસરના કારણે તેમનો સ્વર્ગવાસ થયો. આમ, તેમણે તેમની જિંદગી દેશને કુરબાન કરી દિધી.
યુદ્ધના પરિણામો
ફેરફાર કરોઆહીરવાલને તેમની દેશભક્તિની ખુબ આકરી સજા મળી અને એ સમયે અંગ્રેજ-ભક્તિ કરનારાઓને તેમની વફાદારીનુ ઇનામ પણ મળ્યુ. મિ.ફોર્ડને શરણ આપનાર ચૌધરી જાટને જહાજગઢ(રોહતક) ની નજિક બરાણી ગ્રામમાં એક મોટી જાગીર આપી અને તે ગામનું નામ 'ફોર્ડપુરા' રાખવામા આવ્યુ. જ્યાં આજે પણ એ ચૌધરી જાટના વંશજો નિવાસ કરે છે અને આજે ખુબ મોટા ચૌધરી છે. વીર આહીરોને સ્વાતંત્ર્ય સંગ્રામમા ભાગ લેવાની આકરી સજા રૂપે અખંડ આહીરવાલ રાજ્યના ટુકડા કરી નાખવામા આવ્યા અને એ વિસ્તારો અંગ્રેજોના વફાદારોને આપી દેવામા આવ્યા. કેમ કે, અંગ્રેજો આગળ કોઇ આવો વિદ્રોહ થવા દેવા ઇચ્છતા ન હતા.
આહીરવાલ રાજ્યને નુકશાન
ફેરફાર કરોઆ ભયંકર યુદ્ધ અને આહીરવાલ રાજ્યના થયેલ કટકા પછી રાજપુત અને ખાસ કરીને જાટોને ખુબ ઇનામો મળ્યા. કર વસૂલી માટે એક પદ બનાવવામા આવ્યુ "ચૌધરી" અને એ ખાસ જાટ માટ આરક્ષિત કરવામા આવ્યું. એ સમયે અંગ્રેજોએ રાજપુત અને જાટને ફૌઝમાં પણ ખુબ ભરતી કર્યા અને આહીરોની સેનામા ભરતી પર પ્રતિબંદ લગાવી દિધો. ખાસ જાટો ને એમના અંગ્રેજ-પ્રેમ માટે "જાટ રેજીમેન્ટ" પણ બનાવવામા આવી. બીજી તરફ આહીરોને "Criminal Caste" મા સમાવિષ્ટ કરી દેવામાં આવ્યા. આર્મ્સ એક્ટ બનાવીને તેમના હથિયાર જપ્ત કરી લેવામા આવ્યા અને આગળથી હથિયાર અને ઘોડા રાખવા પર પ્રતિબંધ લગાવી દેવામા આવ્યો. આહીરવાલનો કોટ-કસિમ, બાહરોડ, બાવળ, ખેતડી વગેરે જેવા પ્રદેશો એ સમયે એટલે કે સાલ ૧૮૫૭મા રાજપુતોને આપી દેવામા આવ્યા. માટે આઝાદી પછી એ પ્રદેશો રાજપુતાના(રાજસ્થાન)મા ચાલ્યા ગયા અને બાકીના પંજાબમા રહી ગયા.
સંદર્ભ
ફેરફાર કરો"bhaskar news"
"dainik tribute" http://dainiktribuneonline.com/2014/11/नसीबपुर-के-अमर-शहीदों-को-द/
"hariyana heritage blog" http://haryanaheritage.blogspot.in/2013/02/monuments-related-to-1857-in-narnaul.html?m=1