નાગા બાવા વાવ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી પાટડીના રસ્તે આવેલી એક વાવ
નાગા બાવા વાવ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરની ઈશાન દિશામાં પાટડી ગામ તરફ જવાના રસ્તે આવેલી છે.[૧] આ નામ બાજુમાં આવેલી નાગા બાવાની સમાધિ પરથી પડેલું છે પણ આ બાવાનો વાવના બાંધકામ સાથે કોઈ સંબંધ નથી.[૧]
ઈતિહાસ
ફેરફાર કરોવાવની અંદર પશ્ચિમ દિશામાં શિવજીની એક દેરી છે જેમાં જૂની ગુજરાતી અને દેવનગરી લિપીમાં એક શિલાલેખ છે, જે મુજબ વાવનું બાંધકામ સન ૧૫૦૩ કે ૧૫૨૫માં થયું હતું.[૧]
સ્થાપત્ય
ફેરફાર કરોવાવનું બાંધકામ ઉત્તર-દક્ષિણ દિશામાં થયેલું છે, ઉત્તર દિશામાં પ્રવેશવાનો દ્વાર છે અને દક્ષિણ દિશામાં કૂવો છે.[૧] વાવનું બાંધકામ પથ્થરના બ્લોકને ફીટ કરી ચૂના વડે થયેલું છે.[૧]
વાવમાં કુલ ત્રણ કૂટો છે અને બે વચ્ચે સહાય કરતાં સ્તંભો છે. પગથિયાવાળી પરસાળ ખૂબ જ નાની છે અને તેથી બે કૂટો વચ્ચેનું અંતર પણ ઓછું છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. પૃષ્ઠ ૪૪-૪૫. ISBN 978-0-391-02284-3.