નિરાંત ભગત
નિરાંત ભગત, નીરાંત કે નિરાંત મહારાજ એ મધ્ય યુગના એક જ્ઞાનમાર્ગી[૧] ગુજરાતી સંત કવિ હતા. તેમણે રચેલા ભજનો પ્રચલિત છે.
જન્મ
ફેરફાર કરોતેમનો જન્મ ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં[૧] આશરે સંવત ૧૭૭૦/૭૧માં થયેલો હોવાનો અંદાજ છે. કોઈ એક મત મુજબ સંવત ૧૮૦૭ને સાલ પણ માનવામાં આવે છે.[૨] [૩] [૪] એક અન્ય મત તેમનો જન્મ ઈ.સ ૧૭૪૭ પણ માને છે.[૧]
પરિવાર
ફેરફાર કરોતેમના પિતાનું નામ ઉમેદસિંહ હતું. તેમની માતાનું નામ મહૈતાબા હતું. જ્ઞાતિએ તેઓ તળપદ પાટીદાર અથવા ગોહિલ રાજપૂત હોવાનું મનાય છે. તેમના લગ્ન કુંવરબાઈ અને સીતાબા નામની બે સ્ત્રીઓ સાથે થયા હતા. કુંવરબાઈ થકી તેમને પાંચ સંતાનો હતા અને સીતાબા થકી સાત સંતાન હતા.[૧]
તેઓ કાનમ પ્રદેશમાં આવેલા દેથાણ ગામમાં ના વતની હતાં. પરંતુ તેઓ વડોદરા રાજ્યના વાઘોડિયા ખાતે રહેતા હતાં.[૩]
તેઓ મંછારામને પોતાના ગુરુ તરીકે માનતા હતા. શરૂઆતમાં તેઓ રણછોડની ભક્તિ કરતા અને દર પૂનમે હાથમાં તુલસી લઇને ડાકોર જવાનો નિયમ પાળતા હતા. એક વખતે રસ્તામાં મિંયાસાહેબ કે અમન સાહેબ નામના એક મુસ્લમાને તેમને એકેશ્વરવાદનો ઉપદેશ આપ્યો, ત્યારથી તેઓ એને ગુરૂ માનવા લાગ્યા. નીરાંત સંપ્રદાયની માન્યતા અનુસાર તેમણે પ્રથમ ઉપદેશ કણઝટના રામાનંદી સાધુ ગોકળદાસ પાસેથી લીધો હતો, ત્યારબાદ તેઓ દંડીસ્વામી નામના ગુરુના ઉપદેશ બાદ સગુણ ભક્તિમાંથી નિર્ગુણ ભક્તિ તરફ દોરાયા.[૧]
શિષ્યો
ફેરફાર કરોતેમનું શિષ્ય વર્તુળ વિશાળ હતું. બાપુસાહેબ યશવંતરાવ ગાયકવાડે તેમના જીવનના ઉતરાર્ધમાં તેમના શિષ્ય બન્યા હતા. વડોદરામાં તેઓ પ્રેમજી ભગતને ત્યાં ઘણું રહેતા. વાડીમાં વનમાળી કહાનજીના ચોકમાં તેમની બેઠક રહેતી. વડોદરાના સોઇ તળાવ પાસે તેમના શિષ્ય પુરુષોત્તમદાસનો પંથ ચાલે છે. તેમના શિષ્યવર્તુળમાં વાણારસીબાઇ નામની બાળવિધવાનો પણ સમાવેશ થાય છે. તેમણે પણ હિન્દી અને ગુજરાતીમાં કવિતાઓ કરી છે. વારાણસીબાઇએ બનાવેલ મંદિર વાડીની છેલ્લી પોળમાં છે.[૩]
વડોદરાના નીરાંત મંદિર દ્વારા તેમની રચનાઓ ‘શ્રી નીરાંતકાવ્ય’ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી છે.[૩]
સંપ્રદાય
ફેરફાર કરોતેમના નામે સ્થપાયેલો નિરાંત સંપ્રદાય ગુજરાતના માલેસણથી મહારાષ્ટ્રના મહાડ સુધી પ્રચલીત છે.[૧]
સાહિત્ય રચનાઓ
ફેરફાર કરોનિરાંત ભગતે હિંદી તથા ગુજરાતી ભાષામાં ભજન આદિ રચ્યા છે. તેમની રચનાઓનું સંકલન 'નિરાંત કાવ્ય' નામે ૧૯૫૯માં પ્રકાશિત થયું હતું. આ સિવાય તેમની કૃતિઓ જ્ઞાનોદય પદસંગ્રહ, પ્રાકામાળા પ્રાકાસુધા, બ્ર્કાદોહન નામે પ્રકાશિત થઈ છે.[૧]
તેમણે સાખીઓ, કુંડલિયા, ખૂલણા નામે ઓળખાતા ભક્તિ પદો ઉપરાંત ધોળ છપ્પા અને કાફીઓ લખ્યાં છે.[૫]
તેમણે બે દીર્ઘ કૃતિઓ લખી છે 'યોગસાંખ્ય દર્શનો સલોકો' અને 'અવતારખંડન' તેમણે સાતવાર અને બારમાસબે તિથિકાવ્યો પણ લખ્યા છે.[૫]
અવસાન
ફેરફાર કરોતેમની અવસાન તિથિ વિષે ચોક્કસ માહિતી નથી પણ સંપ્રદાયના મતે તેમનું મૃત્યુ ઈ.સ. ૧૮૫૨માં થયું. ભારતીય તિથિ અનુસાર તેમની પુણ્યતિથિ ભાદરવા સુદ ૮ સંવત ૧૮૯૮ છે.અલબત્ તેનો કોઈ સ્પષ્ટ આધાર નથી. [૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ગુજરાતી સાહિત્ય કોષ. અમદાવાદ: ગુજરાતી ષાહિત્ય પરિષદ. 1989.
- ↑ "નીરાંત (નિરાંત) ભગત, Nirant Bhagat". ગુજરાતી પ્રતિભા પરિચય. 2011-06-11. મેળવેલ 2018-12-11.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ દેસાઈ, રમણિક. પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યકૃતિઓ.
- ↑ દેસાઈ, રમણિક. પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યકૃતિઓ.
- ↑ ૫.૦ ૫.૧ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૮). ગુજરાતી વિશ્વ કોષ - ખંડ ૧૦. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૦૧.