તત્વ (જૈનત્વ)

(નિર્જરા થી અહીં વાળેલું)

જૈન તત્વમીમાંસા અનુસાર જેનું ત્રને કાળમાં અસ્તિત્વ હોય અને જે જાણવા યોગ્ય છે તે ને તત્વ કહે છે.તત્વ એટલે પદાર્થનું યથાવસ્થિત સ્વરૂપ અને દરેક પદાર્થને પોતાનું સ્વતંત્ર સ્વરૂપ હોય છે. જૈન તત્વ મીમાંસા એ સાત (તેના ઉપવર્ગીકરણ સાથે નવ)તત્વો પર આધારિત છે, તેને તત્વ કે નવ તત્વ તરીકે ઓળખાય છે. આના દ્વારા માનવ દુર્દશાનો ઉપાય તેનું સ્વરૂપ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રથમ બે તત્વો તેમના નામ પ્રમાણે કોઈ પણ તત્વનું પ્રસ્થાપિત સ્વરૂપ બતાવે છે- જીવ અને અજીવ.

ત્રીજું તત્વ જીવ અને અજીવ તત્વના યોગથી નિર્માણ થાય છે. આને કારને કાર્મીક પુદગલો (શરીર) આત્મા પ્રદેશમાં વહે છે અને ચોંટી જાય છે અને કર્મ બની જાય છે જેને આશ્રવ કહે છે.

ચોથું તત્વ બંધ તત્વ છે જેને કારણે ચેતના તેના મૂળ આંતરિક ગુણને ઓળખી શકતી નથી.

પાંચમું તત્વ સંવર તરીકે ઓળખાય છે આનો અર્થ નવા આવતા કર્મોને રોકવું એવો છે. જે સંયમ, યોગ્ય વર્તણૂક, આસ્થા અને જ્ઞાન દ્વારા મેળવી શકાય છે.

સંયમની તીવ્ર આરાધના કરવાથી પ્રાચીન કર્મોને બાળી શકાય છે - આ ક્રિયા છઠ્ઠા તત્વ નિર્જરા હેઠળ આવે છે.

જ્યારે જીવ કર્મ બંધન થી મુક્ત થાય છે ત્યારેતેની લક્ષ્ય પ્રાપ્તિ થાય છે . તે મોક્ષ મેળવે છે. આ સાતમું તત્વ મોક્ષ તત્વ છે [] અમુક અન્ય લેખકો બે અન્ય શ્રેણી મુકે છે : તે કર્મના ગુણ અનુસાર પ્રકારો છે જે છે પુણ્ય તત્વ અને પાપ તત્વ . આ નવ શ્રેણીઓને નવ તત્વ કહે છે જે સમગ્ર જૈન તત્વમીમાંસાનો પાયો છે. આત્માની મુક્તિ માટૅ આ નવતત્વનું જ્ઞાન હોવું જરૂરી છે.

જૈનત્વના મતે આત્મા કે જીવનું શરીરે કે જેમાં તે રહે છે તેનાથી ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વ છે. જીવના બે મુખ્ય ગુણ છે ચેતના અને ઉપયોગ (જ્ઞાન અને દર્શન- દ્રષ્ટીકોણ).[] અન્ય વ્યાખ્યા અનુસાર જે દ્વવ્યપ્રાણ અને ભાવપ્રાણને ધારણ કરે છે તે જીવ છે. આત્મા કે જીવ ભલે જન્મ કે મૃત્યુનો અનુભવ કરે છે પણ ખરેખર ન તો તેનો નાશ થાય છે કે નતો તેને બનાવી શકાય છે. આત્માનું ક્ષીણ થવું કે જમ થવો એ માત્ર તેની એક સ્થિતી માંથી અન્ય સ્થિતીમાં પરિવર્તન પામવાના સંદર્ભે જ હોય છે. []

જે ચૈતન્યથી રહિત - જડ લક્ષણથી યુક્ત હોય છે. જેને સુખ દુ:ખનો અનુભવ ન થાય તેને અજીવ તત્વ કહે છે. અજીવ તત્વ પાંચ પ્રકારના પદાર્થનો બનેલો છે. જે આ પ્રમાણે છે:

  • પુદગલ (પદાર્થ) – પુદગલનું ઘન, પ્રવાહી, વાયુ, શક્તિ, શૂક્ષ્મ કાર્મિક પદાર્થ, અને અતિ સૂક્ષ્મકે અત્યંત સૂક્ષ્મ પદાર્થો. [] કોઈ પણ વસ્તુના સૌથી સૂક્ષ્મ કણને પરમાણુ કહે છે. અવિભાજ્યતા અને શાશ્વતતા એ પરમાણુ કે પુદગલનો એક ગુણધર્મ છે. તેઓ અન્ય સાથે ભળે છે સ્થિતી બદલે છે પણ તેમનો મૂળ ગુણ તેજ રહે છે. જૈન દર્શન અનુસાર તેમનો નાશ જકે નિર્માણ થઈ શકતું નથી.
  • ધર્મ-તત્વ (ગતિનું માધ્યમ) અને અધર્મ-તત્વ (સ્થિરતાનું માધ્યમ) – તેમને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પણ કહે છે. આ નિયમો માત્ર જૈન તત્વ મીમાંસામાં જ જોવા મળે છે જે ગતિ અને સ્થિરતાના સિદ્ધાંતો દર્શાવે છે. આ તત્વો સંપૂર્ન વિશ્વમાં પ્રસરેલા છે. ધર્મ-તત્વ અને અધર્મ-તત્વ પોતે ગતિમામ્ કે સ્થિર હોતાં નથી તેઓ માત્ર અન્ય પદાર્થો આદિને તે સ્થિતિમાં લાવવા મદદ કરે છે. ધર્માસ્તિકાય વિના વિશ્વમાં ગતિ શક્ય નથે અને અધર્માસ્તિકાય વિના આ વિશ્વમાં સ્થિઅરતા શક્ય નથી.
  • આકાશ (જગ્યા) – આકાશ એ તે તત્વ છે જે આત્માઓ, પદાર્થો, ગતિ અને સ્થિરતાના કારકો અને સમય ને પોતાનામાં સમાવે છે. તે સર્વ વ્યાપી, અનંત અને અસંખ્યાતા આકાશ બિંદુઓનો બનેલો છે.
  • કાળ (સમય) – જૈનત્વ અનુસાર સમય અસ્તિત્વ ધરાવતી વસ્તુ છે અને બધી ક્રિયાઓ, પરિવર્તનઓ, રફરક તેના દ્વારા જ સંભવે છે જનત્વમાં સમયને પૈડા સથે સ્રખાવવામામ્ આવે છે જેમાં ૧૨ આરા હોય છે. છ આરા ચડતા ક્રમના અને છ આરા ઉતરતા ક્રમના. સમયના અત્યંત મોટા એકમને સાગરોપમ કહેવાય છે. []જન માન્યતા પ્રમાણે કાળ ચક્રના ઉતરતા અર્ધ ભાગમાં કાળ ની વૃદ્ધિ થતાં દુ:ખોની વૃદ્ધિ થતી જાય છે અને ચઢતાં કાળમાં સુખ સમૃદ્ધિનો વધારો થતો જાય છે.

કર્મની આવકને આશ્રવ કહે છે. વિચાર, વાણી કે શરીરની ક્રિયાઓ દ્વારા થયેલ કંપન આદિને કારણે કાર્મિક કણો આત્મ પ્રદેશ પર લાગવાની ક્રિયા એ આશ્રવ છે. [] તત્વાર્થ સૂત્ર , ૬:૧-૨ કહે છે:[] "શરીર, વાણી કે વિચાર (મગજ)ની ક્રિયાઓને યોગ કહે છે. આમના દ્વારા થતી ક્રિયાઓ કર્મ રજ ને આકર્ષે છે. કર્મ આવકની આ ક્રિયાને આશ્રવ કહે છે []"

કર્મ ત્યારે જ અસરકારક હોય છે યારે તેઓ ચેતના કે આત્મા સાથે બમ્ધાયેલા હોય છે. કર્મનું આત્મા કે ચેતના સાથે બંધાવવું તેને બંધ કહે છે. જો કે યોગ કે મન વચન અને કાયાની ક્રિયાઓ માત્ર આ બંધ નિર્માણ નથી કરતી. કર્મ બંધ થવાના ઘણાં કારકો માંથી એક મુખ્ય કાર્ય છે: આસક્તિ. આત્મા ની આસક્તિ કે મોહના ચીકણા સ્વરૂપને કારણે કર્મ તેને અક્ષરસ: ચોંટી જાય છે[]

પાપ અને પુણ્ય

ફેરફાર કરો

ઘણાં ગ્રંથોમાં પુણ્ય અને પાપ ને મૂળભૂત તત્વ માનવામાં આવે છે. પતંતુ તત્વાર્થ સૂત્ર અનુસાર માત્ર સાત તત્વો ગણવામાં આવે છે કેમકે પુણ્ય અને પાપ તત્વો આશ્રવ અને બંધ તત્વમાં શામિલ હોય છે. પાપ અને પુણ્ય તત્વના ફરી બે પ્રકાર પડે છે: દ્રવ્ય અને ભાવ [૧૦]

સંવર એટલે આવતા કર્મોને રોકવા. આત્મ જ્ઞાન કે મુક્તિ તરફ જતા માર્ગનો પહેલો પગથિયું એ છે કે તે દરેક વહેણ કે જ્યાંથી કર્મની આવક થાય છે તેને આટકાવવા જેથી નવા કર્મો ન બંધાય. કર્મ ને આવતા અટકાવવાની આ ક્રિયાને સંવર કહે છે. [૧૧] સંવરઆ બે પ્રકાર છે: ભાવ સંવર જેનો સમ્બંધ માનસિક જીવન કે આધ્યાત્મીક જીવન સાથે છે, અને દ્રવ્ય સંવર જેનો સંબંધ કાર્મિક કણોને દૂર કરવા સાથે છે. આ સંવર કે ક્ર્મોને આવતા રોકવાની ક્રિયા બે રીતે થઈ શકે છે એક સ્વ-નિયંત્રણ અને આસક્તિથી મુક્તિ. ચખાણ કે પ્રતિજ્ઞા કરી, જતના (સાવચેતી)રાખી, સ્વ પર નિયંત્રણ રાખી, દસ ધર્મનું પાલન કરતા, ધ્યાન અને ભૂખ તરસ અને અન્ય આસક્તિ જેવી વસ્તુ ઓ પર વિજય મેળવીને નવા આવતાં કર્મો રોકી શકાય છે.

નિર્જરા

ફેરફાર કરો

આત્મા પ્રદેશ પર પહેલે થી જમા થયેલા કર્મોથી મુક્ત થવાની ક્રિયા એટલે નિર્જરા. નિર્થરા પણ બે પ્રકારની હોય છે ભાવ નિર્જરા- કમ્રને દૂર કરવા અને દ્રવ્ય નિર્જરા- કાર્મિક કણોને દૂર કરવા.[૧૨] જ્યારે લાગેલા કર્મોનું ફળ ભોગવાઈ જાય છે ત્યારે બંધાયેલા કર્મો પ્રાકૃતિક રીતે પૂરા થઈ જાય છે કે નાશ પામે છે. આમ કરવા માટે કાંઈ કરવાને જરૂર હોતી નથી. બાકીના કર્મોને તપશ્ચર્યા કરીને બાળવા પડે છે. આ ક્રિયાને અવિપાક નિર્જરા કહે છે.

એવી સમજણ અપાય છે કે આત્મા આરિસા જેવી છે. જેમ આરીસા ઉપર ધૂળ લાગેલી હોય તો તેમા પ્રતિબિંબ ઝાંખુ દેખાય છે તેમ આત્મા પર કર્મ રૂપે ધૂળ લાગતાં સ્વ સ્વરૂપને સ્પષ્ટ જોઈ શકાતું નથી. આવી કર્મ ધૂળ દૂર થતાં આત્માનું ખરું સ્વરૂપ ઓળખે શકાય છે. અને મોક્ષ પ્રાપ્તિ કરી શકાય છે.

મોક્ષ નો અર્થ છે આત્માની મુક્તિ કે નિવૃત્તિ. આ આત્માની એક આદર્શ સ્થિતિ છે.કે કર્મ બંધનોથી, સંસારથી, જન્મ મરણના ચક્રથી સંપૂર્ણતઃ મુક્ત છે.આવા મુક્તિ પામેલ આત્માને અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચરિત્ર હોય છે.આવા આત્માઓને સિદ્ધ કે પરમાત્મા કહેવાય છે. જૈનત્વના મતે મોક્ષ પ્રાપ્તિ એ કોઈ પણ આત્માનું ઉચ્ચત્તમ ધ્યેય છે તે મેળવવા સૌ આત્મા પ્રયત્નશીલ હોવો જોઈએ છે. ખરેખરતો આત્માનું તો જ એક માત્ર ધ્યેય હોવું જોઈએ કેમકે અન્ય સૌ ધ્યેય એ આત્માના મૂળ ગુણથી વિપરિત હોય છે. સાચી શ્રદ્ધા, જ્ઞાન અને પ્રયત્ન દ્વારા કોઈ પણ આત્મા તે સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. આજ કારણે જૈનત્વને મોક્ષમાર્ગ પણ કહે છે.

  1. *સોની, જયન્દ્ર (૧૯૯૮). "જૈન ફીલોસોફી". રુટલેજ એનસાયક્લોપીડિયા ઓફ ફીલોસોફી. લંડન: રુટલેજ. મૂળ માંથી 2006-07-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૮-૦૩-૦૫. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  2. નયનાર, પ્રફ. એ. ચક્રવર્તી (૨૦૦૫). પંચાસ્તિકાયસાર ઓફ અચાર્ય કુંદકુંદ. નવી દીલ્હી: ટુડે અને ટુમોરો પ્રિંટર એન્ડ પબ્લીશર. ISBN 81-7019-436-9. , ગાથા ૧૬
  3. નયનાર, પ્રફ. એ. ચક્રવર્તી (૨૦૦૫). પંચાસ્તિકાયસાર ઓફ અચાર્ય કુંદકુંદ. નવી દીલ્હી: ટુડે અને ટુમોરો પ્રિંટર એન્ડ પબ્લીશર. ISBN 81-7019-436-9. , ગાથા ૧૮
  4. શાહ, નટુભાઈ (૧૯૯૮). જૈનીઝમ: ધ વર્લ્ડ ઓફ કોન્કરર્સ. ખંડ ૧ અને ૨. સસેક્સ: સસેક્સ એકેડમી પ્રેસ. ISBN 1898723303.
  5. જેમ્સ, એડવીન ઓલીવર (૧૯૬૯). ક્રીએશન એન્ડ કોસ્મોલોજી: અ હીસ્તોરીકલ એન્ડ કમ્પેરેટીવ એન્ક્વાયરી. નેધરલેંડ: બ્રીલ. ISBN 9004016171. પૃ. ૪૫
  6. જૈની, પદ્મનાભ (૧૯૯૮). ધ જૈન પાથ ઓફ પ્યુરીફીકેશન. નવી દીલ્હી: મોતીએલાલ બનારસીદાસ. ISBN 81-208-1578-5. પૃ. ૧૧૨
  7. કુહ્ન, હર્મન (૨૦૦૧). કર્મા, ધ મિકેનીઝમ : ક્રીએટ્આ યોર ઓવ્ન ફેટ. વુન્સ્ટોર્ફ, જર્મની: ક્રોસવીંડ પબ્લીશિંગ. ISBN 3-9806211-4-6. પૃ ૨૬
  8. તાટિયા, નથમલ (અનુવાદિત) (૧૯૯૪). તત્વાર્થસૂત્ર: ધેટ વેચ ઈઝ ઓફ વાચક ઉમાસ્વાતિ (સંસ્કૃત - અંગ્રેજીમાં). લેન્હેમ , એમડી: રોવમેન અલ્ટ્મીરા. ISBN 0761989935.CS1 maint: unrecognized language (link) પૃ. ૧૯૧
  9. જૈની, પદ્મનાભ (૧૯૯૮). ધ જૈન પાથ ઓફ પ્યુરીફીકેશન. નવી દીલ્હી: મોતીએલાલ બનારસીદાસ. ISBN 81-208-1578-5. પૃ. ૧૧૨
  10. સંઘવી, સુખલાલ (૧૯૭૪). તત્વાર્થ સૂત્ર ઓફ વાચક ઉમા સ્વાતી (અનુવાદ કે. કે. K. દીક્ષિતમાં). અમદાવાદ: એલ. ડી. ઈમ્સ્ટીટ્યુટ ઓફ ઈંડોલોજી.CS1 maint: unrecognized language (link)
  11. ટી. જી. કલઘટગી, ફીલોસૂફી ઈસ્ટ એન્ડ વેસ્ટ, ખંડ. ૧૫, ક્રમ. ૩/૪, (જુલ. - ઓક્ટો., ૧૯૬૫), પૃ. ૨૨૯-૨૪૨ યુનિવર્સિટી ઓફ હવાઈ પ્રેસ
  12. ટી. જી. કલઘટગી, ફીલોસૂફી ઈસ્ટ એન્ડ વેસ્ટ, ખંડ. ૧૫, ક્રમ. ૩/૪, (જુલ. - ઓક્ટો., ૧૯૬૫), પૃ. ૨૨૯-૨૪૨ યુનિવર્સિટી ઓફ હવાઈ પ્રેસ