નેતિ
નેતિ એ શટ્કર્મ (જેને શટ્ક્રિયા પણ્ કહેવાય છે), જે શરીર સફાઇ માટેની યોગીક પદ્ધતિ છે, એનો એક અગત્યનો હિસ્સો છે. નેતિનો મુખ્ય હેતુ નાક અને ગળા માં શ્વાસ ની અવરજવર ની પ્રક્રિયા સરળતા પુર્વક ચાલી શકે એ માટે સ્વછતા કરવાનો છે. હઠયોગ પ્રદિપિકા અને યોગ્ મેગેઝિન [૧] (બિહાર સ્કૂલ ઓફ યોગ નુ પ્રકાશન) જેવા અન્ય સ્ત્રોતો નેતીને શરીર, મન અને વ્યક્તીત્વ મટે પણ ખુબજ ફાયદાસકારક જણાવે છે.
નેતિ બે પ્રકારે થઇ શકે છે:
જલ નેતિ
ફેરફાર કરોઆ પદ્ધતિમાં, હૂંફાળુ મીઠાવાળુ પાણી નાકમાં એક તરફથી નાખી બીજી તરફથી કાઢવામાં આવે છે. આ પ્રક્રિયા બંને તરફથી કર્યા પછી નાકને આગળ ઝુકીને અને ઝડપી શ્વાસોછ્વાસ દ્વરા કોરુ કરવામાં આવે છે. [૨]
નાક દ્વારા પાણી અંદર લઈ તેને મોં વાટે બહાર કાઢી શકાય છે અને અન્ય વધુ વિકસીત નેતિમાં પાણી મોં વાટે લઈ નાક વાટે બહાર કઢાય છે. .[૨]
સૂત્ર નેતિ
ફેરફાર કરોસૂત્ર (સૂતર) નેતિમાં, એક લાંબો અને ભીનો દોરો અથવા સર્જીકલ ટ્યુબીંગ ને ધ્યાન પૂર્વક એક નાસિકામાં નાખીને મોં માંથી પસાર કરવામાં આવે છે. પછી તેના બંને છેડા હાથેથી પકડી ઉપર નીચે ખેંચવામાં આવે છે. આનો ઉપયોગ નાકની સફાઈ અને કચરો કાઢવા થાય છે.[૨]
સૂત્રનેતિ એઅ સફાઈ કર્મની બહુ વિશિષ્ટ પદ્ધતિ છે અને તે શીખવા માટે એક અનુભવી શિક્ષકની જરૂર હોય છે. આમ કરતા મૂંઝારો, ઉબકા કે કમજોરી આદિ નો અનુભવ થઈ શકે છે. જો જલ નેતિ પછી પણ અવરોધ કાયમ રહેલો હોય તો વૈદકીય સલાહ પછી જ સૂત્ર નેતિ ચાલુ કરવી..[૨]
ફાયદા
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2008-07-21.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Jala & Sutra Neti Instructions from yoga-age.com.