નેપોલિયન હિલ
નેપોલિયન હિલ (ઓક્ટોબર ૨૬, ૧૮૮૩-નવેમ્બર ૮, ૧૯૭૦) ન્યૂ થોટ (નવવિચાર) ક્ષેત્રનાં પ્રતિષ્ઠિત અમેરિકન લેખક અને સફળતાને લગતા સાહિત્યનાં પ્રણેતા લેખકોમાંના એક હતા. તેમની ગણના સફળતા અંગેના સાહિત્યના મહાન લેખકોમાં કરવામાં આવે છે. [૧] તેમનું સૌથી નોંધપાત્ર પુસ્તક 'થિંક એન્ડ ગ્રો રિચ ' (વિચારો અને ધનવાન બનો) સૌથી વધુ વેચાયેલા પુસ્તકોમાં સ્થાન ધરાવે છે, જેની ૧૯૭૦ માં હિલના અવસાન પહેલા જ ૨ કરોડ નકલો વેચાઇ ગઈ હતી અને આજે પણ વિવિધ ભારતીય અને વૈશ્વિક ભાષાઓમાં વેચાય છે. [૨] હિલનાં લેખનો વ્યક્તિના વિચારો અને માન્યતાઓની શકિત અને તેમનાં વ્યક્તિગત સફળતામાં મહત્વ પર ભાર મુકે છે. ધન અને સફળતા માટેનાં જરૂરી ગુણો ('રહસ્યો') અને તેમના યોગ્ય ઉપયોગથી સફળતા મેળવવાની કળા તેમનાં લેખનોનું હાર્દ છે. હિલ સફળતા માટે તેમનાં લેખનોને માત્ર વાંચવા જ નહીં પરંતુ વારંવાર વાંચી, વિચારી અને અમલમાં મૂકવાની સલાહ આપે છે. [૩] તેમનાં લેખનોએ બોબ પ્રોક્ટર જેવાં અનેક લેખકો અને પ્રેરણાદાયી વક્તાઓને પ્રેરિત કર્યા છે. [૪]
નેપોલિયન હિલ | |
---|---|
યુવાન નેપોલિયન હિલ | |
જન્મની વિગત | ૨૬ ઓક્ટોબર ૧૮૮૩ પાઉન્ડ, વર્જિનિયા |
રાષ્ટ્રીયતા | અમેરિકન |
વ્યવસાય | લેખક, પત્રકાર, વકીલ, વક્તા |
વેબસાઇટ | http://naphill.org |
પ્રારંભિક જીવન અને પરિવાર
ફેરફાર કરોનેપોલિયન હિલ ૧૮૮૩ માં પાઉન્ડ, વર્જિનિયાનાં ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા. [૫] તેઓ માત્ર ૯ વર્ષના હતા ત્યારે તેમના માતા અવસાન પામ્યાં અને પિતાએ બીજા લગ્ન કર્યાં. ૧૩ વર્ષની વયે હિલે ગામડાંના સમાચારપત્રો માટે 'પર્વતીય પત્રકાર' તરીકે કામ શરૂ કર્યું અને તે કમાણીનો ઉપયોગ કાયદાશાસ્ત્રની શાળામાં પ્રવેશ માટે કર્યો પરંતુ તેમને પૈસાની તંગીને લીધે ટૂંક સમયમાં જ શાળા છોડવી પડી . [૬]
લેખક તરીકેની કારકિર્દી
ફેરફાર કરોહિલની જિંદગીનો મહત્વનો વળાંક ૧૯૦૮ માં સ્કોટ્ટીશ-અમેરિકન ઉદ્યોગપતિ , મોટા દાનેશ્વરી અને તે સમયે સૌથી પ્રભાવશાળીઓમાંના એક એવા એન્ડ્રુ કાર્નેગીના ઇન્ટર્વ્યૂ સમયે આવ્યો. તેમને જાણવા મળ્યું કે કાર્નેગીની માન્યતા મુજબ સફળતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને એક સરળ સૂત્રમાં રજૂ કરી શકાય કે જેને સૌ કોઇ સમજી શકે અને પ્રાપ્ત કરી શકે. યુવાન હિલના ઉત્સાહથી પ્રભાવિત થઈને કાર્નેગીએ તેને સફળતા સબંધી રહસ્યોને ૫૦૦ જેટલ સફળ અને ધનવાન વ્યક્તિઓના ઇન્ટર્વ્યૂ અને અભ્યાસ દ્વારા એકઠા કરવાનું અને તેને સૂત્ર સ્વરૂપે પ્રકાશિત કરવાનું કામ સોંપ્યું. [૭] આ સંશોધનનાં ભાગરૂપે હિલે તે સમયનાં અમેરિકાનાં સૌથી સફળ વ્યક્તિઓના ઇન્ટર્વ્યૂ લીધાનો તેમનાં લેખનોમાં દાવો કરેલ છે. ૧૯૨૮માં હિલે બહુ-વિભાગીય લેખનકાર્ય ધી લો ઓવ સક્સેસ (સફળતાનો નિયમ) સાથે લેખનની કારકિર્દીની શરૂઆત કરી. ધી લો ઓવ સક્સેસમાં તેમણે એવા ૪૫ લોકો કે જેમનો તેમણે પાછલા ૨૦ વર્ષોથી અભ્યાસ કરેલો તેમનો ઉલ્લેખ કરેલો છે અને આ લેખનકાર્ય એન્ડ્રુ કાર્નેગી, હેનરી ફોર્ડ અને થોમસ આલ્વા એડિસનનાં સહયોગી એડવિન બાર્ન્સની ઉપર કેન્દ્રિત છે. [૮] એન્ડ્રુ કાર્નેગીએ હિલની ઓળખાણ હેનરી ફોર્ડ સાથે કરાવી [૯], જેમણે તેઓની ઓળખાણ એલેકઝાન્ડર ગ્રેહામ બેલ, એલ્મર ગેટ્સ, થોમસ એડિસન અને લ્યૂથર બર્બેંક જેવા માંધાતાઓ સાથે કરાવી આપી. [૧૦] હિલે બે અમેરિકન પ્રેસિડેન્ટ વૂડરો વિલ્સન અને ફ્રેન્ક્લિન રૂઝવેલ્ટના સલાહકાર તરીકે પણ ફરજ બજાવી હતી. [૯][૧૧]
સફળતાની ફિલોસોફી
ફેરફાર કરોહિલ તેમના સફળતાના પાઠોને 'સફળતાની ફિલોસોફી' તરીકે ઓળખતા હતા અને તેમના મતે તેમાં આઝાદી, લોકશાહી, કેપિટાલિઝમ અને એકતાનો મહત્વનો ફાળો હતો. તેમના મતે નકારાત્મક ભાવનાઓ જેવી કે ડર, સ્વાર્થ વગેરે લોકોની નિષ્ફળતા માટે જવાબદાર હતા. [૧૨]
થિંક એન્ડ ગ્રો રિચ
ફેરફાર કરોહિલની સૌથી સફળ બુક થિંક એન્ડ ગ્રો રિચ ૧૯૩૭ ના ગ્રેટ ડિપ્રેશન સમયે પ્રકાશિત થઈ હતી જેમાં લેખકે પૈસા બનાવવાનાં રહસ્યો પર ભાર મૂકેલો છે અને દરેક અધ્યાયમાં એક મહત્વનાં ગુણની મહાન વ્યક્તિઓની સફળતાનાં સંદર્ભે ચર્ચા કરી છે. આ ગુણોમાં સફળતા મેળવવાની તીવ્ર ઇચ્છા, શ્રદ્ધા, નિર્ણયક્ષમતા અને દ્રઢતા પર ભાર મૂક્યો છે. આ પુસ્તકમાંથી લેખકે સફળતાના રહસ્યો શોધી કાઢવાનું વાચકો પર છોડી દીધું છે કારણ કે તેમના મત મુજબ આ રહસ્ય તો જ વધુ કારગર સાબિત થઈ શકે જો વાચક ખરેખર તેને પ્રાપ્ત કરવા માટે તત્પર હોય. [૭] ૭૦ વર્ષ પછી આજે પણ થિંક એન્ડ ગ્રો રિચ નેપોલિયન હિલનું સૌથી વધું વેચાતું પુસ્તક છે. બિઝનેસ વીકના બેસ્ટ સેલર લિસ્ટમાં આ ૬ઠું સૌથી વધું વેચાતું પેપરબેક વેપારસંબંધી પુસ્તક છે. [૧૩] આ પુસ્તક જહોન સી. મેક્સવેલની લાઇફટાઇમ મસ્ટ રીડ બુક્સ લિસ્ટ (જીવનપર્યંત વાંચવાયોગ્ય પુસ્તકોની યાદી) માં પણ સામેલ છે. [૧૪]
લેખનો
ફેરફાર કરો- ધી લો ઓવ સક્સેસ ૧૯૨૮
- થિંક એન્ડ ગ્રો રિચ ૧૯૩૭
સંદર્ભો
ફેરફાર કરો- ↑ બ્રાઇલી, રિચર્ડ ગેલોર્ડ, ૧૯૯૫, The Seven Spiritual Secrets Of Success (આદ્યાત્મિક સફળતાના સાત રહસ્યો), પેજ ૧૫૧, થોમસ નેલ્સન પબ્લિશર્સ, ISBN ૦-૭૮૫૨-૮૦૮૩-૯
- ↑ [૧][હંમેશ માટે મૃત કડી] અસોસિએટેડ પ્રેસ, નવેમ્બર ૧૦, ૧૯૭૦, "ગ્રો રિચ" લેખક અવસાન પામ્યા]
- ↑ હિલ, નેપોલિયન (૧૯૩૭). થિંક એન્ડ ગ્રો રિચ. શિકાગો, ઇલિનોઇ: કમ્બાઇન્ડ રજિસ્ટ્રી કંપની. પૃષ્ઠ ૧૪. ISBN ૧-૬૦૫૦૬-૯૩૦-૨ Check
|isbn=
value: invalid character (મદદ).[હંમેશ માટે મૃત કડી] - ↑ પ્રોક્ટર, બોબ (૨૦૦૨). પ્રોક્ટર બોબ યુ વર બોર્ન રિચ (તમે ધનવાન જ જન્મ્યા હતા). લાઇફ સક્સેસ પ્રોડક્સન્ઝ. પૃષ્ઠ ૧૪. ISBN ૯૭૮૧૯૨૦૯૦૯૦૨૪ Check
|isbn=
value: invalid character (મદદ). - ↑ About Napoleon Hill સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૭ ના રોજ વેબેક મશિન, The Napoleon Hill Foundation.
- ↑ માઇકલ જ. રિટ્ટ "અ લાઇફટાઇમ ઓફ રિચિઝ (ધનવાન જિંદગી)", પેજ ૨૩, ડટ્ટન બુક, ૧૯૯૫ ISBN ૯૭૮-૦-૫૨૫-૯૪૧૪૬-૦
- ↑ ૭.૦ ૭.૧ હિલ, નેપોલિયન (૧૯૩૭). થિંક એન્ડ ગ્રો રિચ. શિકાગો, ઇલિનોઇ: કમ્બાઇન્ડ રજિસ્ટ્રી કંપની. પૃષ્ઠ ૮. ISBN ૧-૬૦૫૦૬-૯૩૦-૨ Check
|isbn=
value: invalid character (મદદ).[હંમેશ માટે મૃત કડી] - ↑ હિલ, નેપોલિયન (૧૯૨૮). ધી લો ઓવ સક્સેસ (સફળતાનો નિયમ). રાલસ્ટન યુનિવર્સિટી પ્રેસ.
- ↑ ૯.૦ ૯.૧ રિટ્ટ, માઇકલ જે.; લાન્ડર્સ, કિર્ક (૧૯૯૫). અ લાઇફટાઇમ ઓફ રિચિઝ ધી બાયોગ્રાફી ઓફ નેપોલિયન હિલ (નેપોલિયન હિલની જીવનકથા). ડટ્ટન બુક. ISBN ૦૫૨૫૯૪૧૪૬૦ Check
|isbn=
value: invalid character (મદદ). - ↑ હિલ, નેપોલિયન (૨૦૧૦) [૧૯૩૯]. હાઉ ટુ સેલ યોર વે થ્રુ લાઇફ (ભાવાનુવાદ: વેપારીજીવનની કળા). જહોન વાઇલી એન્ડ સન્સ. ISBN ૦૪૭૦૫૪૧૧૮૦ Check
|isbn=
value: invalid character (મદદ). line feed character in|title=
at position 28 (મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ ડેનિસ કિંબરો, નેપોલિયન હિલ (૧૯૯૨). થિંક એન્ડ ગ્રો રિચ: અ બ્લેક ચોઇસ. p. ૬. રેન્ડમ હાઉસ ઇન્ક. ISBN ૯૭૮-૦-૪૪૯-૨૧૯૯૮-૦.
- ↑ કર્ન્સ, બ્રેડ (૨૦૦૮). હાઉ ટાયગર ડઝ ઇટ. મેકગ્રો-હિલ પ્રોફેશનલ. પૃષ્ઠ ૨૪-૨૫. ISBN ૯૭૮-૦-૦૭-૧૫૪૫૬૪-૮ Check
|isbn=
value: invalid character (મદદ). - ↑ ધી બિઝનેસ વીક બેસ્ટ-સેલર લિસ્ટ, બિઝનેસ વીક મેગેઝિન, જાન્યુઆરી ૧૫, ૨૦૦૭
- ↑ "મેક્સવેલ, જહોન અ લાઇફટાઇમ "મસ્ટ રીડ" બૂક્સ લિસ્ટ, માર્ચ ૨૦૦૮" (PDF). મૂળ (PDF) માંથી 2012-09-13 પર સંગ્રહિત. મેળવેલ 2013-05-31.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- નેપોલિયન હિલ ફાઉન્ડેશન (અંગ્રેજીમાં)
- Think and Grow Rich થિંક એન્ડ ગ્રો રિચ ઇ-પુસ્તક (અંગ્રેજીમાં)
- The Law Of Success ધી લો ઓવ સક્સેસ ઇ-પુસ્તક (અંગ્રેજીમાં)