નૌકાસન
નૌકાસન અથવા નાવાસન: યોગના આ આસનમાં અંતિમ તબક્કામાં શરીરનો આકાર નૌકા (નાવ) સમાન દેખાય છે, આ કારણોસર તે નૌકાસન કહેવાય છે. આ આસનની ગણતરી ચત્તા સૂઈને કરવામાં આવતાં આસનોમાં કરવામાં આવે છે.
પદ્ધતિ
ફેરફાર કરોપીઠના બળે સુઈ જાઓ.
આ મુદ્રામાં બંને હથેળીઓ પરસ્પર જોડાયેલ રાખી બંને હાથ, માથું અને બંને પગ (જોડે રાખી) એક સાથે ઉપરની બાજુ ઉઠાવવાથી આ આસન કરી શકાય છે.
જેટલી વાર આ સ્થિતિમાં રહેવાય એટલું રહો.
લાભો
ફેરફાર કરોઆ આસન કરવાથી પાચન, નાના-મોટા આંતરડાને લાભ મળે છે. અંગૂઠા થી આંગળીઓ સુધી ખેંચાણ થવાથી શુદ્ધ રક્ત ઝડપી ગતિએ વહે છે, જેને કારણે શરીર રોગમુક્ત (નિરોગી) રહે છે. સારણગાંઠના રોગમાં પણ આ આસન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નિંદ્રા અધિક આવતી હોય તો તેને નિયંત્રણ કરવા માટે આ નૌકાસન સહાયક છે.
નોંધ:- વિશેષ લાભો માટે - આસન કરતી વેળા પોતાના ગુરુમંત્રનું રટણ કરવું. જો ગુરુમંત્ર ન મળ્યો હોય તો ઓમ નમ: શિવાય મંત્રનું રટણ કરવું અથવા કોઈપણ મંત્ર જે મનને ગમતો હોય આસન વેળા સાથે સાથે તેનું રટણ કરવું.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- યોગ સંગ્રહિત ૨૦૧૦-૦૨-૦૬ ના રોજ વેબેક મશિન