ન હન્યતે

ભારતીય કવયિત્રી અને નવલકથાકાર મૈત્રેયી દેવી દ્વારા લિખિત સાહિત્ય અકાદમી પુરસ્કૃત બંગાળી ભાષાન

ન હન્યતે એ ભારતીય કવયિત્રી અને નવલકથાકાર મૈત્રેયી દેવી દ્વારા લિખિત બંગાળી ભાષાની એક નવલકથા છે.[][] ૧૯૭૪માં પ્રકાશિત આ નવલકથા માટે લેખિકાને ૧૯૭૬માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.[] તેમણે આ નવલકથા રોમાનિયન ફિલસૂફ મિર્સિયા એલિયડના પુસ્તક લા ન્યુઇટ બંગાળી (અંગ્રેજી શીર્ષક: બેંગાલ નાઇટ્સ)ના પ્રતિભાવમાં લખી હતી, જેમાં એલિયડની ભારત મુલાકાત દરમિયાન તેમના રોમાન્સનું કાલ્પનિક વર્ણન કરવામાં આવ્યું હતું.[]

મિર્સિયા એલિયડ ૧૯૩૦માં કોલકાતામાં મૈત્રેયી દેવીના પિતાના ઘરે અભ્યાસ કરવા માટે આવ્યા હતા. તે સમયે તેણીની ૧૬ વર્ષના હતા અને એલિયેડ ૨૩ વર્ષના હતા. તેમના પિતાને પોતાની પુત્રીની બૌદ્ધિક કુશાગ્રતા પર ખૂબ ગર્વ હતો અને તેમણે તેને ભારતમાં તે સમય દરમિયાન અકલ્પનીય ઉદાર શિક્ષણ પૂરું પાડ્યું હતું. તેમણે મિર્સિયા અને મૈત્રેયીને સાથે ભણવા માટે પણ પ્રોત્સાહિત કર્યા. દેવીએ પાછળથી લખ્યું હતું કે, "અમે તેમના સંગ્રહાલયમાં બે સારા પ્રદર્શનો હતા". આ દરમિયાન મિર્સિયા અને મૈત્રેયી એકબીજાની નજીક આવી ગયા. તેમના ગુપ્ત રોમાંસની જાણ થતાં જ તેમના પિતાએ મિર્સિયાને તેમનું ઘર છોડી દેવાનો આદેશ આપ્યો.[]

તેમના સંબંધો પર આધારિત, મિર્સિયાની રોમાનિયન નવલકથા મૈત્રેયી ૧૯૩૩માં પ્રકાશિત થઈ હતી.[] થોડા જ સમય બાદ લા નુઇટ બંગાળી શીર્ષક સાથે તેનો ફ્રેન્ચમાં અનુવાદ પ્રકાશિત થયો જેને ભારે સફળતા મળી.[] મૈત્રેયી દેવીના પિતાને તેમના ૧૯૩૮-૩૯ના યુરોપ પ્રવાસ દરમિયાન આ પુસ્તક વિશે જાણવા મળ્યું અને ઘરે પાછા ફર્યા બાદ તેમણે પોતાની પુત્રીને આ માહિતી આપી. ૧૯૫૩માં, તેમના પોતાના યુરોપ પ્રવાસ દરમિયાન, દેવી ઘણા રોમાનિયનોને મળ્યા, જેમણે તેમને કહ્યું કે તેઓ મિર્સિયાની નવલકથામાંથી તેમનું નામ જાણે છે. આ મુલાકાતોથી દેવીનો નવલકથા વાંચવામાં રસ વધ્યો, જો કે તે હજી પણ નવલકથાની સંપૂર્ણ સામગ્રીથી અજાણ હતા. ૧૯૭૨માં મિર્સિયાના નજીકના મિત્ર સર્જીયુ અલ-જ્યૉર્જ કોલકાતા આવ્યા હતા અને તેમણે મૈત્રેયીને પુસ્તકની વિગતો જણાવી હતી અને તેમને જણાવ્યું હતું કે આ પુસ્તકમાં તેમના અને મિર્સિયા વચ્ચેના જાતીય સંબંધનું વર્ણન કરવામાં આવ્યું છે. દેવીએ એક મિત્રને ફ્રેન્ચમાંથી નવલકથાનું ભાષાંતર કરવા કહ્યું અને તેમાં તેમના સંબંધોને કેવી રીતે દર્શાવાયા છે તે જાણીને ચોંકી ગયા.[] ન હન્યતે દ્વારા મૈત્રેયી દેવીએ મિર્સિયાની કાલ્પનિક નવલકથાનો જવાબ આપ્યો હતો.[] ૧૯૭૩માં મૈત્રેયી દેવીને શિકાગો યુનિવર્સિટી દ્વારા રવિન્દ્રનાથ ટાગોર વિષય પર વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓ મિર્સિયા એલિયેડની ઓફિસમાં ગયા, જે આ જ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તેણીના રોકાણના પછીના બે મહિના દરમિયાન, તેઓ ઘણી વખત મળ્યા, જે તેના પુસ્તકના અંતે સંક્ષિપ્તમાં જણાવવામાં આવ્યું હતું. તેણે પોતાના પુસ્તકમાં લખેલા દાવાઓ વિશે મિર્સિયાનો વિરોધ કર્યો અને તેના પરિણામે, મિર્સિયાએ વચન આપ્યું કે આ પુસ્તક તેના જીવનકાળ દરમિયાન અંગ્રેજીમાં પ્રકાશિત નહીં થાય. [] ૧૯૮૯માં તેમના મૃત્યુના પાંચ વર્ષ બાદ, શિકાગો યુનિવર્સિટી પ્રેસે તેને અંગ્રેજીમાં બેંગાલ નાઇટ્સ શીર્ષક સાથે પ્રકાશિત કર્યું હતું.[]

જો કે આ બંને પુસ્તકો - "મૈત્રેયી" (રોમાનિયન મૂળ આવૃત્તિ: ૧૯૩૩) અને "ન હન્યતે" (બંગાળી મૂળ આવૃત્તિ: ૧૯૭૪) - એક સામાન્ય ઘટના સાથે સંબંધિત છે, તેમ છતાં તે તેમના કથાનકના ઘણા પાસાઓ અને પરિપ્રેક્ષ્યમાં અલગ પડે છે. ન્યૂયોર્ક ટાઇમ્સને ટાંકવામાં આવે તો, આ બંને નવલકથાઓનું વર્ણન "યુવાન પ્રેમની એક અસાધારણ રીતે હૃદયસ્પર્શી વાર્તા છે, જે વિરોધ પક્ષ સામે ટકી શકે તેમ નથી, જેની તાકાત સાંસ્કૃતિક વિભાજનની અનિશ્ચિતતાઓને કારણે દુઃખદ રીતે દબાવવામાં આવી હતી." ૧૯૯૪માં, યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ એ આ બંને કૃતિઓને અંગ્રેજીમાં સાથી ગ્રંથો તરીકે પ્રકાશિત કરી હતી.

  1. Devi, Maitreyi (October 1974). Na Hanyate. 89, Mahatma Gandhi Road, Kolkata - 700007: Prima Publications.CS1 maint: location (link)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "It Does Not Die". The University of Chicago Press Books. The University of Chicago. મેળવેલ 15 March 2018. CS1 maint: discouraged parameter (link)
  3. "AKADEMI AWARDS (1955-2016)". Sahitya Akademi. મૂળ માંથી 4 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 6 April 2018. CS1 maint: discouraged parameter (link)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Kamani, Ginu. "A Terrible Hurt: The Untold Story behind the Publishing of Maitreyi Devi". Toronto Review. મેળવેલ 27 March 2018. CS1 maint: discouraged parameter (link)
  5. ૫.૦ ૫.૧ "Bengal Nights". The University of Chicago Press Books. The University of Chicago. મેળવેલ 27 March 2018. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો