કુંભના ચંદ્રથી શરૂ કરીને મીનના ચંદ્ર ઉતરતા સુધીના દિવસોને પંચક કહેવાય છે. ઘનિષ્ઠા નક્ષત્રથી રેવતી સુધીનાં નક્ષત્રોને પંચક કહેવામાં આવે છે. નવું મકાન બાંધવું, બળતણ લેવું, અગ્નિદાહદેવો, ઉત્તરક્રિયા કરવી, શૈયાદાન વગેરે તમામ કાર્યો તેમજ દક્ષિણ દિશાની મુસાફરી વગેરે પંચકમાં ન કરવું. વૈશાખ વદમાં જે દિવસે ચંદ્ર ઘનિષ્ઠા નક્ષત્રમાં આવે છે તે દિવસથી 9 મે દિવસે રોહિણી નક્ષત્રમાં આવે છે. આ નવ દિવસના પંચકને (બાકી આમ તો પંચક 5 દિવસ જ હોય) મડાપંચક એટલે કે ઘનિષ્ઠાવક પણ કહે છે. મડાપંચકમાં પણ શુભ કામ કરવા ઈચ્છનીય નથી.