પંચશીલના સિદ્ધાંતો (સંસ્કૃત; પંચ- પાંચ, શીલ-ગુણો) એ પાંચ સિદ્ધાંતોને દર્શાવે છે કે જે બે રાજ્યો વચ્ચેના સંબંધોને ચલાવે છે. ઇ. સ. ૧૯૫૪ના એપ્રિલ માસની ૨૮મી તારીખે તેનું આધિકારીક સંહિતાકરણ ભારત દેશના તે સમયના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ અને ચીનના પ્રિમીયર ઝોઉ એન્લાઇએ પેકિંગ ખાતે હસ્તાક્ષર કરીને કર્યું હતું.[૧] સાથે જ, ચીને પોતાના બંધારણના આમુખમાં અને અન્ય નિવેદનોમાં પંચશીલને સ્વીકાર્યા હતા.[૨]

પાંચ સિદ્ધાંતો ફેરફાર કરો

પાંચ સિદ્ધાંતો, કે જે ભારત-ચીન સમજૂતી ૧૯૫૪માં છે:

૧. પ્રદેશોની અખંડતા અને સાર્વભૌમત્વ માટે પારસ્પરિક આદર,

૨. પારસ્પરિક ગેરઆક્રમકતા,

૩. એકબીજાની આંતરિક બાબતોમાં પારસ્પરિક અહસ્તક્ષેપ,

૪. સમાનતા અને પારસ્પરિક ફાયદા, અને

૫. શાંતિપૂર્વક સહઅસ્તિત્ત્વ[૩]

સંદર્ભો ફેરફાર કરો

  1. "AGREEMENT BETWEEN THE REPUBLIC OF INDIA AND THE PEOPLE'S REPUBLIC OF CHINA ON TRADE AND INTERCOURSE BETWEEN TIBET REGION OF CHINA AND INDIA [1954] INTSer 5". www.commonlii.org. મેળવેલ 2021-07-15.
  2. "Carrying Forward the Five Principles of Peaceful Coexistence in the Promotion of Peace and Development". tr.china-embassy.org. મેળવેલ 2021-07-15.
  3. "United Nations Treaty Collection". treaties.un.org (અંગ્રેજીમાં). મૂળ માંથી 2012-11-14 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-15.