પંડોળી (audio speaker iconઉચ્ચારણ )એ એક પારંપારિક ગુજરાતી વાનગી છે. શહેરી વાતાવરણમાં વિવિધ રૂપી ખાદ્ય પદાર્થોની ભરમાળમાં તે નામશેષઃ થતી જાય છે. આ વાનગી મગની દાળમાંથી બને છે અને પચવામાં હલકી ગણાય છે. માંદા માણસને પણ આપી શકાય તેવી છે. તેને બનાવવા માટે પાંદડા (પાન)નો ઉપયોગ થતો હોવાથી તેનું નામ પાનકી પડ્યું છે.

મગની દાળને ૩-૪ કલાક પલાળી રાખવી. તેને કરકરી વાટી લેવી. તેમાં સ્વાદ અનુસાર મીઠું, હિંગ, હળદર, આદુ-મરચાં, થોડું દહી અને મોણ નાખી ખીરું બનાવવું.

હવે ખાખરાના બે મોટા પાન લેવા, તેના પર તેલ કે ઘી લગાડી તૈયાર કરેલ ખીરું પાથરો. બીજું પાન તેના પર વાળી તવા પર બંને બાજુ એ ધીમા તાપે શેકી લો. પાન ઉખેડીલો અને પાનકી પીરસો.

ઘણી વખત દાળવડાનાં ખીરામાંથી આ પાનકી કે પંડોળી બનાવવામાં આવે છે. આ પાનકીને કેળના પાંદડા પર પણ બનાવી શકાય અથવા તો બાફીને પણ બનાવી શકાય છે.