પગુથણ મિશ્ર ચક્ર વિદ્યુત મથક

પગુથણ મિશ્ર ચક્ર વિદ્યુત મથક (Paguthan Combined Cycle Power Plant) ભારત દેશના ગુજરાત રાજ્યના ભરુચ જિલ્લાના પગુથણ ગામ ખાતે આવેલ છે. આ ગેસ આધારિત વિદ્યુત મથકની માલિકી સી.એલ.પી. ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ધરાવે છે. આ કંપની સીએલપી ગ્રુપ ઓફ પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના નામના જૂથની એક પેટાકંપની છે.[૧]

આ વિદ્યુત મથકની મૂળ માલિકી ગુજરાત પગુથણ એનર્જી કોર્પોરેશન પાસે હતી, જે સી.એલ.પી. ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વર્ષ ૨૦૦૨માં હસ્તગત કરવામાં આવી હતી.[૨]

ક્ષમતાફેરફાર કરો

આ વિદ્યુત મથકની કુલ સ્થાપિત ક્ષમતા ૬૫૫ મેગાવોટ છે. આ વિદ્યુત મથક સંપૂર્ણપણે કાર્યરત વર્ષ ૧૯૯૮માં થયું હતું, જેમાં નીચેના એકમોનો સમાવેશ થાય છે.[૩]

  • ત્રણ એકમો ગેસ ટર્બાઇન, દરેકની ક્ષમતા ૧૩૮ મેગાવોટ છે.
  • એક એકમ સ્ટીમ ટર્બાઇન, જેની ક્ષમતા ૨૪૧ મેગાવોટ છે.

સંદર્ભોફેરફાર કરો

  1. https://www.clpindia.in/operations_gpec.html[હંમેશ માટે મૃત કડી]
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-09-11 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-06.
  3. "Archived copy". મૂળ માંથી 2014-03-20 પર સંગ્રહિત. મેળવેલ 2014-03-20.CS1 maint: archived copy as title (link)