પરિક્રમા
ભારતીય ધર્મો (હિંદુ, જૈન, બૌદ્ધ વગેરે)માં પવિત્ર સ્થળોની ચારે તરફ આસપાસ શ્રદ્ધાપૂર્વક પગપાળા ચાલવાને 'પરિક્રમા' અથવા 'પ્રદક્ષિણા' કહેવામાં આવે છે. મંદિર, નદી, પર્વત વગેરેની આસપાસ પરિક્રમાને પુણ્યદાયી માનવામાં આવે છે.
ચોર્યાસી કોસી પરિક્રમા, પંચકોસી પરિક્રમા વગેરેનું વિધાન છે. પરિક્રમા યાત્રા પગપાળા, બસ કે અન્ય વાહન દ્વારા કરી શકાય છે, પરંતુ મોટા ભાગના લોકો પરિક્રમા પગપાળા ચાલીને જ પૂર્ણ કરે છે. વ્રજ વિસ્તારમાં ગોવર્ધન પરિક્રમા, અયોધ્યા ખાતે સરયૂ પરિક્રમા, ચિત્રકુટમાં કામદગિરિ પરિક્રમા અને દક્ષિણ ભારતમાં તિરુવન્મલઈની પરિક્રમા કરવામાં આવે છે, જ્યારે ઉજ્જૈન ખાતે ચોર્યાસી મહાદેવની યાત્રાનું આયોજન કરવામાં આવે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ૮૪ લાખ યોનિમાંથી છુટકારો આપે છે ૮૪ કોસી યાત્રા સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન