પર્સનલ એરિયા નેટવર્ક
પર્સનલ એરિયા નેટવર્ક (Personal Area Network – PAN) એક એવું કમ્પ્યુટર નેટવર્ક છે જે ટેલીફોન, મોબાઈલ અને વ્યક્તિગત ડીજીટલ ઉપકરણોને એક બીજા સાથે જોડીને બન્યું હોય છે. PANની મદદથી વ્યક્તિ પોતાના અંગત ઉપકરણોને એક બીજા સાથે જોડી વાર્તાલાપ કરી શકે છે અને ઈન્ટરનેટની વ્યવસ્થા કરતી કોઈ અપ-લીંકની મદદથી જે તે ઉપકરણોમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક(WPAN) વાયરલેસ નેટવર્ક તકનીક પર આધારિત PAN છે, કે જે IrDA, વાયરલેસ USB, બ્લુ-ટૂથ, Z-Wave, ZigBee જેવી વાયરલેસ નેટવર્ક તકનીકનો ઉપયોગ કરે છે. આ WPAN નો વ્યાપ થોડા સેન્ટીમીટર થી લઈને થોડા મીટર સુધીનો હોય છે.
વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક (WPAN)
ફેરફાર કરોવાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક(WPAN) એક પર્સનલ એરિયા નેટવર્ક છે કે જે તે વ્યક્તિ ને કેન્દ્રસ્થ રહીને તેની આસપાસ રહેલા વાયરલેસ ઉપકરણોને એકબીજા સાથે વાયરલેસ તકનીકથી જોડે છે. વાયરલેસ PAN ધોરણ IEEE 802.15 ના આધારિત છે. WPANમાં બે પ્રકારની વાયરલેસ તકનીકોનો ઉપયોગ થાય છે : બ્લુ-ટુથ (Bluethooth) અને IrDA(Infrared Data Association). WPANની મદદથી વપરાશકર્તા પોતાની સાથે રહેલા સામાન્ય કોમ્પુટીંગ અને સંચાર ઉપકરણોને જોડવા સક્ષમ બને છે.
WPAN માં “Plugging in” તરીકે ઓળખાતી એક ચાવી રૂપ તકનીક છે. એક આદર્શ પરિસ્થિતિમાં જયારે બે WPAN સજ્જ ઉપકરણો એકબીજાની નજીક આવે ત્યારે તેઓ જોડાઈ છે. આની બીજી વિશિષ્ટા જોઈએતો તે ઉપકરણોને બીજા ઉપકરણોના બિન જરૂરી પ્રવેશથી અટકાવવા માટે માટે ઉપકરણોને રૂપરેખાંકિત કરી શકાય છે.
WPANs માટે ટેકનોલોજી તેના પ્રાથમિક તબક્કામાં છે અને તેનો ઝડપી વિકાસ થઇ રહ્યો છે. સૂચિત સ્થિતિઓમાં ડિજિટલ મોડેલ માટે ઓપરેટિંગ ફ્રીક્વન્સીઝ 2.4 GHzની આસપાસ છે. આનો ઉદ્દેશ ઘર અથવા ધંધાકીય સ્થળોએ ઉપકરણો અને સિસ્ટમો વચ્ચે ખામીરહિત જોડાણ કરી આપવાનો છે. WPANમાં રહેલો દરેક ઉપકરણ એકબીજા સાથે માહિતીની આપ-લે કરી શકવા સક્ષમ છે. ઉપરાંત, આ વૈશ્વિક રીતે કરી શકે છે. દા.ત. ગુજરાતના કોઈ ગામડામાં પોતાની સાઈટ પર રહેલો ઈજનેર પોતાના મુખ્ય મથક સુરતમાં રહેલા ડેટાને ઈન્ટરનેટની મદદથી પોત્તાના મોબાઈલ કે iPadમાં સરળતાથી જોઈ શકે છે.
બ્લુ ટૂથ
ફેરફાર કરોબ્લુ-ટૂથ તેના આશરે ૧૦મી.ના વિસ્તારમાં ટુંકી-આવૃત્તિ વાળા રેડીઓ-મોજાનો ઉપયોગ કરે છે. દા.ત. બ્લુ-ટૂથ ઉપકરણો જેવાકે, કી-બોર્ડ, સૂચક-ઉપકરણ, ઓડીઓ હેડ-સેટ, પ્રિન્ટ ઉપકરણ વગેરે કમ્પ્યુટર, મોબાઈલ, PDA(પર્સનલ ડીજીટલ અસીસ્ટન્ટ) વિ. જોડે વાયરલેસ તકનીકથી જોડાય છે.
બ્લુ-ટૂથથી બનેલા PANને પીકો-નેટ(Piconet) કહેવાય છે અને તે ૮ સક્રિય ઉપકરણોને માસ્ટર-સ્લેવ (સબંધ)થી બનેલ હોય છે. (ઉપકરણો મોટી સંખ્યામાં “પાર્ક” સ્થિતિમાં જોડાયેલ હોય શકે છે.) પીકો-નેટને સૌપ્રથમ બ્લુ-ટૂથ ઉપકરણ માસ્ટર કહેવાય છે અને બાકીના બીજા ઉપકરણો સ્લેવ કહેવાય છે જે માસ્ટર જોડે વાર્તાલાપ કરે છે. પીકો-નેટનો વિસ્તાર આશરે ૧૦ મી.(૩૩ ફૂટ) જેટલો જ હોય છે. તેમ છતાં, આદર્શ સ્થિતિમાં આ વિસ્તાર ૧૦૦ મીટર થઇ શકે છે. બ્લુ-ટૂથ પર થયેલા નવા સંશોધનોએ બ્લુ-ટૂથ એન્ટેનાનો વિસ્તાર તેના મૂળ વિસ્તારથી ઘણો વધાર્યો છે.
ઇન્ફ્રારેડ ડેટા એસોસીએશન
ફેરફાર કરોઇન્ફ્રારેડ ડેટા એસોસીએશન (IrDA) ઇન્ફ્રારેડ લાઈટનો ઉપયોગ કરે છે, જેની આવૃત્તિ મનુષ્યની આંખ પારખી શકતી નથી. સામાન્ય રીતે ઇન્ફ્રારેડ નો ઉપયોગ TV રીમોટમાં થાય છે. ખાસ કરીને, IrDA નો ઉપયોગ કરતા WPAN ઉપકરણો માં પ્રિન્ટર, કી-બોર્ડ અને બીજા સીરીયલ ડેટા ઇન્ટરફેસ વાળા ઉપકરણોનો સમાવેશ થાય છે. [૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Charles D. Knutson with Jeffrey M. Brown, IrDA Principles and Protocols, 2004, ISBN 0-9753892-0-3