પવઇ તળાવ
પવઇ તળાવ (ફરમાનજી કાવસજી પવઇ એસ્ટેટ પરથી નામકરણ થયેલ) મુંબઇના પવઇ વિસ્તારમાં આવેલું કૃત્રિમ તળાવ છે. ઇન્ડિયન ઇન્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, મુંબઇ (આઇ.આઇ.ટી.) જે દેશની પ્રખ્યાત ઇજનેરી સંસ્થા છે, તે તળાવની પૂર્વમાં આવેલી છે.[૧] અન્ય એક પ્રખ્યાત સંસ્થા નેશનલ ઇન્ટિટ્યુટ ઓફ ઇન્ડ્રસ્ટિયલ એન્જિનિયરિંગ (NITIE) પણ તળાવની નજીક આવેલી છે. તળાવની આજુબાજુ રહેણાંક અને વ્યવસાયિક બાંધકામો આવેલા છે. વર્ષોવર્ષ તળાવની આજુબાજુ વસતિ વધતી રહી છે.
પવઇ તળાવ पवई तलाव | |
---|---|
સ્થાન | મુંબઇ, મહારાષ્ટ્ર |
અક્ષાંશ-રેખાંશ | 19°08′N 72°55′E / 19.13°N 72.91°E |
સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર | 6.61 km2 (2.55 sq mi) |
બેસિન દેશો | ભારત |
મહત્તમ ઊંડાઇ | 12 m (39 ft) |
સપાટી ઊંચાઇ | 58.5 m (191.93 ft) |
રહેણાંક વિસ્તાર | પવઇ |
તળાવના બાંધકામ સમયે તેનો વિસ્તાર ૨.૧ ચોરસ કિમી (૫૨૦ એકર) અને ઉંડાઇ ૩ મીટક (૯.૮ ફીટ) થી ૧૨ મીટર (૩૯ ફીટ) જેટલી મહત્તમ હતી.[૨]
પવઇ તળાવની પાણીની ગુણવત્તા ઘણાં તબક્કામાં ઘટતી રહી છે. એક સમયે મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતું તળાવ હવે ન પીવાલાયક પાણી હેઠળ આવ્યું છે, પરંતુ હજુ પણ તે પ્રવાસી જોવાલાયક સ્થળોમાં આવે છે.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Powai lake". મેળવેલ ૩૦ ઓગસ્ટ ૨૦૧૨.
- ↑ "History Of Powai Lake". Members.tripod.com. મેળવેલ ૨૪ ઓક્ટોબર ૨૦૧૩.
- ↑ "Mumbai Hotels: Mumbai Tourist Attractions: Powai Lake". Bombay-mumbai-hotels.com. મેળવેલ ૩૦ ઓગસ્ટ ૨૦૧૨.