પારલે-જી એક બિસ્કીટની બ્રાન્ડ છે. આ બિસ્કિટનું ઉત્પાદન ભારત દેશમાં પારલે પ્રોડક્ટસ દ્વારા કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૧માં કરવામાં આવેલા નીલ્સન સર્વે મુજબ તે વિશ્વમાં સૌથી વધુ વેચાતી બિસ્કીટની બ્રાન્ડ છે.[]

પારલે-જી
અન્ય નામોપારલે ગ્લુકો
વાનગીબિસ્કીટ
ઉદ્ભવભારત
વિસ્તાર અથવા રાજ્યભારત
બનાવનારપારલે પ્રોડક્ટસ
પીરસવાનું તાપમાનગરમ, ઠંડા, કે ઓરડાના ઉષ્ણતામાને
મુખ્ય સામગ્રીઘંઉનો લોટ, ખાંડ, દુધ
ખાદ્ય શક્તિ
(per serving)
માપસર કૅલેરી ધરાવતો ખોરાક કિલોકેલરી
અન્ય માહિતીparleproducts.com
  • Cookbook: પારલે-જી
  •   Media: પારલે-જી સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર દેવગઢ બારિયા રાજા રજવાડા વખતનું સ્થાપત્ય અને ટાઉન પ્લાનિંગથી સુસજ્જ નગર છે.

પારલે પ્રોડક્ટસની સ્થાપના કન્ફેક્શનરી દ્વારા મુંબઈના ઉપનગર વિલે પારલે ખાતે ઈ. સ. ૧૯૨૯માં કરવામાં આવી હતી. તેમાં બિસ્કીટનું ઉત્પાદન ઈ. સ. ૧૯૩૯માં શરૂ થયું હતું. ઈ. સ. ૧૯૪૭માં જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે આ કંપની તરફથી જાહેરાત ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં તેના ગ્લુકો (Gluco) બ્રાન્ડ બિસ્કીટને બ્રિટિશ બિસ્કીટના ભારતીય વિકલ્પ તરીકે દર્શાવવામાં આવી હતી.[]

પારલે-જી બિસ્કિટને અગાઉ પારલે ગ્લુકો બિસ્કીટ તરીકે ઈ. સ. ૧૯૮૦ સુધી ઓળખવામાં આવતા હતા. પારલે-જીમાં  "જી" અક્ષર મૂળ "ગ્લુકોઝ" માટે હતો, પણ પછી તેને માટે "G means Genius" બ્રાન્ડ સૂત્ર દર્શાવવામાં આવ્યું હતું.[]

ઈ. સ. ૨૦૧૩માં પારલે-જી ભારતની પ્રથમ ઘરેલુ એફએમસીજી (ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) બ્રાન્ડ હતી, કે જેણે  ૫,૦૦૦ કરોડ કરતાં વધુ રિટેઇલ વેચાણ કર્યું હતું.[]

લોકપ્રિયતા

ફેરફાર કરો

ભારતમાં પહેલાં ચા સાથે લેવાતા નાસ્તા તરીકે પારલે-જી એક સૌથી જૂનું બ્રાન્ડ નામ છે. દાયકાઓ સુધી આ બિસ્કીટ તેના પ્રતિષ્ઠિત સફેદ અને પીળા મીણીયા કાગળના આવરણમાં ઉત્પાદન કરવામાં આવી હતી. આ આવરણ (રેપર)ની લાક્ષણિકતા એક કિશોરીની તસવીર હતી.[]

તાજેતરમાં પારલે-જી પ્લાસ્ટિક પેકિંગમાં ઉપલબ્ધ બની છે. આધુનિક પેકેજિંગ તેની પરંપરાગત ડિઝાઇન જાળવી રાખે છે. આ ફેરફારની જાહેરાત વખતે સાથે એક માછલી-ઘરમાં પારલે-જી પેકેટ દર્શાવવામાં આવે છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Parle-G world's No 1 selling biscuit: Nielsen". The Economic Times. ૨૦૧‌૧-૦૩-૦૩. મૂળ માંથી 2012-07-14 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૧-૧૦-૧૨. Check date values in: |date= (મદદ)
  2. Jill Didur (૨૦૦૬). Unsettling partition: literature, gender, memory. University of Toronto Press. પૃષ્ઠ 22. ISBN 978-0-8020-7997-8.
  3. "Loading". મૂળ માંથી 2015-08-21 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-25.
  4. 73-year-old biscuit pioneer, Parle-G becomes India’s first homegrown Rs 5K crore FMCG brand.
  5. Shephali Bhatt. ET Bureau (ઓક્ટોબર ૩૦, ૨૦૧૩). "The Chronicles of Parle-G". timesofindia-economictimes. મૂળ માંથી 2016-09-09 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-25.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો