પિરામિડ એક એવા ભૌમિતિક આકારનું નામ છે જેની એવી ઈમારત છે જેની બહારની સપાટી ત્રિકોણાકાર હોય છે અને તેની ટોચ એક સામામ્ય બિંદુ પર મળે છે, આવા ભૌમિતિક આકારના સ્થાપત્યોને પણ પિરામિડ તરિકે ઓળખવામાં આવે છે. પિરામિડનો આધાર મોટે ભાગે ત્રિકોણાકાર અથવા ચતુર્ભુજાકારે હોય છે (પણ તે બહુભુજાકાર પણ હોઇ શકે છે). આમ પિરામિડને સામાન્ય રીતે ચાર કે પાંચ ફલક હોય છે પિરામિડની રચના એવી હોય છે કે જેમાં મોટાભાગનું વજન જમીન થી નજીક રહે છે, [૧]જેથી ઊંચાઈ વધતાં ઓછું અને ઓછું વજન નીચે તરફ દબાણ કરે છે આને લીધે પ્રાચીન કાળની સભ્યતાના લોકોને સ્થિર મજબૂત ઇમારત રચવાનુ સરળ બન્યું.

હજારો વર્ષો સુધી પૃથ્વી પર સૌથી મોટા ચણતર તરીકેનું માન પિરામિડને મળ્યું છે. પ્રથમ નેક્રોપોલીસનો લાલ પિરામિડ અને પછી ખુફુનો પિરામિડ. પ્રાચીન અજાયબીઓમાંની માત્ર આ એકજ અજાયબી અત્યારે અસ્તિત્વ ધરાવે છે. કદની દ્રષ્ટીએ વિશ્વનું સૌથી મોટું પિરામિડ મેક્સિકોના પ્યુબ્લા રાજ્યમાં આવેલ ચોલુલા પિરામિડ છે. આ પિરામિડનું ખોદકામ હજીપણ ચાલુ છે.

પ્રાચીન સ્મારકો પિરામિડ-આકારના સ્મારકો ઈજીપ્ત, માયા, સિમેરિયન અને કમ્બોડીયા જેવી ઘણી પ્રાચીન સંસ્કૃતિઓમાં બાંધવામાં આવતાં હતાં.

ચીન ચીનમાં ઘણી સપાટ ટોચ ધરાવતાં ચોરસ ટીંબા જેવી કબરો મળી આવી છે. ચીનના પ્રથમ સમ્રાટ (સીર્કા ઈ.પૂ. ૨૨૧)ને આજના ક્સીઆનની બહાર એક મોટા ટીંબામાં દફનાવવામાં આવ્યા હતા. ત્યાર પછી હાન વંશના ઘણાં રાજવીઓને પિરામિડ આકારના માટીના ટીંબામાં દફનાવવામાં આવતાં.

ફ્રાન્સ રોમન કાળ દરમ્યાન બનેલ પિરામિડ ફ્રાન્સમાં ફાલિકોનમાં છે. આ સમય દરમ્યાન ફ્રાંસમાં બીજાં ઘણાં પિરામિડ પણ બાંધવામાં આવ્યાં.[૨]

ઈજીપ્તી પિરમિડ

ઇજીપ્તનાં પ્રાચિન પિરામિડો સૌથી પ્રખ્યાત પિરામિડ-ઈજીપ્તના પિરામિડ છે. તે ઈંટ કે પત્થરના બનેલા છે તેમાંના અમુકતો વિશ્વના સૌથી મોટા ચણતરોમાંના એક છે. ૨૦૦૮ સુધી ઈજીપ્તમાં ૧૩૮ પિરામિડ શોધાયા છે.[૩][૪] ગીઝાનો મહાન પિરામિડ ઈજીપ્તનો સૌથી મોટો પિરામિડ છે અને વિશ્વના સૌથી મોટા પિરામિડમાં નો એક છે. ઈ.સ.૧૪૦૦માં લિંકન કેથેડ્રલના બાંધકામ સુધી તે વિશ્વનું સૌથી ઊંચુ બાંધકામ હતું. તેના પાયાનું ક્ષેત્રફળ લગભગ ૫૨૬૦૦ ચો. મી. છે. વિશ્વના મોટા ભાગના પિરામિડ ઈજીપ્તમાં છે. પિરામિડની સંખ્યામાં સુદાન બીજે ક્રમે આવે છે. તે વિશ્વની સાત અજાયબીમાંની એક હતી અને પ્રાચીન અજાયબીઓમાંની એકમાત્ર હયાત અજાયબી છે. પ્રાચીન ઈજીપ્તના લોકોએ પિરામિડના ફલકોને ચળકતા ચૂનાના પથરોથી મઢ્યા હતાં. તેમાંના મોટા ભાગના યા તો પડી ગયાં છે યાતો કૅરોની મસ્જીદોના નિર્માણમાં વપરાયા છે.

ગ્રીસ પ્રાચીન પ્રવાસીઓ દ્વારા પિરામિડ તરીકે ઓળખાવનારા બાંધકામ આ દેશની ભૂમિ પર વિખરાયેલા છે. તેને સૌ પ્રથમ ૧૯૦૦માં અને પછી ૧૯૬૦માં અમૅરીકન અને જર્મન દ્વારા ખોદી કાઢવામાં આવ્યાં હતાં


હેલીનિકોનનો પિરામિડ પુસેનિઅસ નામના એક ગ્રીક પ્રવાસીએ બીજી શતાબ્દીમાં લખેલ પોતાના પ્રવાસ વર્ણનમાં અમુક સ્મારકોને પિરામિડ કહ્યાં છે. આવુ એક પિરામિડ ગ્રીસમાં અર્ગોસની નજીક આવેલા એક ગામ હેલેનીકોનમાં આવેલ છે જે પ્રાચીન ટીરીંસના ખંડીયેરોની નજીક છે..[૫] તેને લાગતી વાર્તા કહે છે કે તે પોલીએંડ્રીઆ, સામુહીક કબર તરીકે, ૧૪મી સદીના અર્ગોસના સિંહાસનની લડાતમાં માર્યા ગયેલ સૈનિકોને દફનાવવા માટે બાંધવામાં આવ્યું હતું. તેના વર્ણન મુજબ તે સ્મારક પિરામિડને મળતું આવતું હતું તેના પર આર્ગોલીક શીલ્ડની સજાવટ હતી, જે તેના સૈન્ય સંબંધની માહિતી આપતું હતું. પુસેનિઅસે જોયેલ એક બીજું પિરામિડ કેંચ્રેઈમાં સ્તિત હતું. તે ઈ.પૂ.૬૬૯ના હ્યીસાઈની લડાઈમાં મૃત્યુ પામેલ અર્ગીવ અને સ્પર્ટાના સૈનેકોને સમર્પિત પોલીંડ્રીયા હતું કે તેનો આકાર ઈજીપ્તના પિરામિડને મળતો હતો કે નહી તે તપાસવા કમભાગ્યે આ પિરામિડ આજે સંપૂર્ણ રીતે અસ્તિત્વમાં નથી કે અન્ય કોઈ પુરાવો પણ અસ્તિત્વમાં નથી કે તે તેની ઈજીપ્તના પિરામિડ સાથેની સામ્યતાને સાબિત કરી શકે.

પિરામિડ સમ લાગતાં બે માળખા આજે પણ હેલેનીકોન અને પ્રાચીન એપીડોરસ થીએટૅર નજીક આવેલ ગામ લીગોરીઅનમાં મોજુદ છે. આ બે પિરામિડના પાયા મળી આવ્યાં હોવાથી એ તો માની શકાય છે કે પિરામિડ જેવા બાંધકામ ગ્રીસમાં હતાં ખરાં. આ માળખા ઓનું બાંધકામ ઈજીપ્તના પિરામિડ સમાન નહોતું થયું. હેલેનીકોન અને લીગોરીઅનના પિરામિડ ૭૦મીટરથી વધુ ઊંચા ન હતાં અને તેમની ચારે તરફ દીવાલ હતી. હેલેનીકોના પિરામિડનો પાયો ૯ મીટર લાંબો અને ૭ મીટર પહોળો હતો. તેના બાંધકામા વપરાયેલા પત્થરો સ્થાનીકમાં પ્રાપ્ત થયેલ ચૂનાના પત્થરો હતાં અને તેને કાપી કાપીને બેસાડવામા6 આવ્યા હતાં, ગીઝાના પિરામિડસમાન તે મુક્ત પત્થરો ન હતાં. તેમનો પાયો પણ ઈજીપ્તના પિરામિડથી વિપરીત ચોરસને બદલે લંબચોરસ હતો. આ સામાન્ય ઘણાતા આકારથી તેની ચારે ફલકને એક સંગામી બિંદુ પર લઈ જવું ખૂબ કપરું હશે. આથી એ વિચાર યોગ્ય લાગે છે કે તેને ટોચ એક સંગામી બિંદુ નહોતા સપાટ છત કે છાપરા વાળી હોવી જોઈએ. પરંતુ ત્યાં કબર કે મકબરા આદિ કોઈ પુરાવા મળ્યાં નથી. ઊલ્ટું તે ઇમારતમાં જે ઓરડો હતો તે અંદરથી બંધ કરી શકાતો હતો. આ પરથી અનુમાન કરી શકાય કે તેને નીરીક્ષણ ચોકી તરીકે ઉપયોગ કરાતો હતો. બીજી શક્યતા એ છે કે તે વીરગતિ પામેલા સૈનીક વીર આદિનું સ્મારક હોય પણ અંદરથી બંધ કરી શકવાની વ્યવસ્થા ની તે માટે કોઈ જરૂર ન હતી. આ પિરામિડનો કાલ તેના ખોદકામ સમયે જમીન માંથી મળી આવેલા વાસણના ટુકડાઓ પરથી કઢાયો છે. તાજે તરના સંશોધનથી તેનો કાળ ચોથી થી પાંચમી સદી વચ્ચેનો માન વામાં આવે છે. ઘણાં સંશોધકો આને ગીઝાના પિરામિડથી પણ પુરાણા માને છે. પરંતુ આ તારીખો મેળવવા વપરાયેલ પદ્ધતિ થર્મોલ્યુમિનિસેંસ છેૢ જેનો ઉપયોગ માટીના પુરાતન વાસણોના અસ્તિત્વનો સમય જાણવા થાય છે. અહીં સંશોધકોએ દીવાલ પરથી ખરી પડેલા પોપડાનો ઉપયો આ પદ્ધતિમાં કર્યો છે. આને લીધે આ પિરામિડની કહેવાતો ગીઝાના પિરામિડ કરતાં જૂનો અસ્તિત્વ કાળ સંબંધે વિવાદ છે જે બ્લેક ઍથીના વિવાદનો એક ભાગ છે. તેમના થર્મોલ્યુમિનિસેંસ વાપરવાનો આધાર નમૂનો મેળવવાની નવી પદ્ધતિ પર અધારીત છે. ઍકેડમી ઑફ એથેન્સ કહે છે કે તેઓ અંદરની સપાટી સપડાઇ ગયેલા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને તે પત્થરોના ખોદી કઢાયેલ પત્થરોનો સમય કાળ અસર કરક રીતે શોધી શકે છે

આ રીતની બીજી સમસ્યા એ છે કે તે અસ્તિત્વની તારીખો ૭૦૦ વર્ષના ગાળાની ચૂકશક્યતા સાથે આપે છે. આ પદ્ધતિએ હેલેનિકો પિરામિડનો ૭૨૦ વર્ષની ધન કે ઋણ ચૂકસમય સાથે ઈ.પૂ. ૨૭૩૦ બતાવ્યો. તેણે લિગોરિયો પિરામિડનો સમય ૭૧૪ વર્ષની ધન કે ઋણ ચૂકસમય સાથે ઈ.પૂ. ૨૨૬૦ બતાવ્યો.આ પ્રારંભીક તારીખો ભલે બતાવે કે તે ગીઝાના પિરામિડ પહેલ બન્યાં પણ તેઓ ખુફુના મહાન પિરમિડના બન્યા પછી ઘણાં પાછળ બન્યાં. અમુક ભૂખનન શસ્ત્રીઓનું માનવુ છે કે નમૂનાની પસંદગી ઘણી મર્યાદિત હોઇ શકે છે. હેલેનિકોમાં વધુ ખોદકામ કરતાં જણાયુ છે કે પહેલીથી મોજુદ કોઈ ચણતર પર તે બનાવવામાં આવ્યો હતો. આમ નવી શોધયેલી તારીખો કદાચ ગેરમાર્ગે દોરનારી હોય. આ પાંચ ઇમારત સિવાય અન્ય ૧૪ પિરામિડ જેવી દેખાતી ઈમારતો કે તેના અવષેશો સમગ્ર ગ્રીસના ગ્રામ્ય વિસ્તારમાં વિખરેલા મળી આવે છે. તેમને હેલેનીકો અને લેગેરિઓ જેટલુ6 મહત્ત્વ નથી મળતું કેમકે તેઓ મોટે ભાગે પ્રાચીન પ્રવાસીઓના પ્રવાસ વર્ણનઓમાં જ જોવા મળે છે.

ભારત

તાંજાવુરમંદિર પિરામિડ,તામિલ નાડુનાં મુખ્ય ગોપુરની વિગતો. ચોલા રાજાઓના રાજ દરમ્યાન ઘણાં મોટા ગ્રેનાઈટના મંદિર પિરામિડ બનાવવામાં આવ્યાં જેમાંના ઘણાં આજે પણ ધાર્મિક રીતે સક્રીય છે. તાંજાવુરનું બૃહદીશ્વર મંદિરૢ ગંગાઈકોંડાચોલીશ્વરમ્ મંદિર અને દારાસુરમનું ઐરાવતેશ્વર મંદિર આવાઅ પિરામિડના ઉદાહરણ છે. પરંતુ તમિળનાડુના શ્રીરંગમ માં આવેલ શ્રી રંગમ મંદિરનું પિરામિડ છે. યુનેસ્કો દ્વારા ૧૯૮૭માં બૃહદીશ્વર મંદિરને વિશ્વ ધરોહરમાં ઉમેરવામાં આવ્યો અને ૨૦૦૪માં ગંગાઈકોંડાચોલીશ્વરમ્ મંદિર અને દારાસુરમના ઐરાવતેશ્વર મંદિરને તેમાં ઉમેરવામાં આવ્યાં [૬]

મેસોઅમેરિકન પિરામિડ મેસોઅમેરિકન પિરામિડ પગથિયાં વાળાં હતાં જેની ટોચ પર મંદિર રહેતું. ઈજીપ્તના પિરામિડ કરતાં મેસોપોટેમિયાના ઝિગુરત (પિરામિડ) સાથે તેને વધુ સામ્ય હતું. કદની દ્રષ્ટીએ વિશ્વનું સૌથી મોટું પિરામિડ મેક્સિકોના પ્યુબ્લા રાજ્યમાં આવેલ ચોલુલા પિરામિડ છે. પિરામિડનું ખોદકામ હજીપણ ચાલુ છે. કૂકૂલ્કોમાં એક અ સામાન્ય એવું વર્તુળાકાર પિરામિડ છે. જે હાલમાં મેક્સિકો સિટીની અંદર છે અને પહલી સદીના ક્સીક્ટલીના જ્યાળા મુખીના લાવા નીચે દબાયેક છે. મેક્સિકોમાં પિરામિડ માનવ બલિ માટે વપરાતા હતાં.

મેસોપોટેમિઅન પિરામિડ એકદમ શરૂઆતના પિરામિડ મેસોપોટેમિઅનો દ્વારા બંધાયા જેને ઝિગુરૅટ કહેવાતાં. પ્રાચીન કાળમાં તેમેને ભડકીલા રંગે રંગાતા. તેઓ ગારા અને ઇંટોના બનેલા હોવાથી તેમના અલ્ક અવષેશોજ મળ્યાં છે. બાયબલી કથાનું બેબલનો મિનારો બેબિલોનનો ઝિગુરૅટ હોવો જોઈએ.

ઉત્તર અમેરીકન પિરામિડ ઘણી ટીંબો બનાવનાર સંસ્થાઓએ પ્રાચીન અમેરીકામાં પિરામિડ આકારે ચોતરો ટીંબો તરીકે ઓળખાતા માટીના ટીંબા બનાવ્યાં . તેમાનો સૌથી મોટો પિરામિડ કૅહોકીયામાં આવેલ સંતનો ટીંબો નામે ઓળખાય છે. તેનો પાયો ગીઝાના પિરામિડ કરતાં પણ મોટો છે.ઉત્તર અમેરીકન પિરામિડનો ચોક્કસ ઉદ્દેશ્ય ની જાણ નથી પણ કહે છે કે તેમની ધાર્મિક માન્યતાની કોઈક જગ્યા હતી.

ન્યુબિયન પિરામિડ લગભગ ૨૨૦ જેટલાં ન્યુબિયન પિરામિડ ન્યુબિયાના ત્રણ ક્ષેત્રોમાં બંધાયેલા છે. તેઓ નૅપાટા અને મૅરોના રાજા અને રાણીની કબર તરીકે બનાવાયા હતાં. ન્યુબિયન પિરામિડ ઈજીપ્તના પિરામિડ કરતાં તીવ્ર ખૂણે બનાવાયા હતાં અને તે મૃત રાજા અને રાણીઓના સ્મારક હતાં [૭] ઈ.સ.૩૦૦ સુધી પણ ન્યુબીયામાં પિરામિડ બનાવાતા હતાં

રોમ

સેસ્ટીયસનો પિરામિડ ૨૩ મીટર ઊંકિ સેસ્ટીયસનો પિરામિડ પ્રથમ સદીના અંતમાં બંધાયેલ હતો. જેને આજે પણ પોર્ટા સાન પાઓલોની નજીક જોઈ શકાય છે. મેટા રોમુલીનામે એક અન્ય પિરામિડ પણ એગર વૅટીકેનસ (આજનો બોર્ગો) પાસે હતો જેનો ૧૫મી સદીના અંતમાં નાશ કરવામાં આવ્યો.

કમ્બોડીયા ખેમરના શાસન દરમ્યાન વિકસેલી મહાન સભ્યતા(૮૦૨-૧૪૩૪) કોહ કેર કોમ્પલેક્ષમાં આવેલ પ્રસાત થોમ એ ૩૬મીટર ઊચું પ્રથમ પિરામિડ મંદીર રાજા જયવરમન-૬ દ્વારા ૯૨૪-૯૪૧ વચ્ચે બાંધવામાં આવ્યું,બીજું પ્રસિદ્ધ પિરામિડ મંદીર ફિમિનાકસ તરીકે ઓળખાય છે. તે યુનેસ્કોની ૧૯૯૨ની આંગકોર ભૂખનન ક્ષેત્રની મર્યાદામાં આવેલું છે. તાકેઓ તરીકે ઓળખાતું ચોથું પિરામિડ મંદીર જયવરમન-૫ દ્વારા ૯૭૪માં બાંધવામાં આવ્યું. બાફોઉન તરીકે ઓળખાતું અંતિમ અને સૌથી મોટા પિરામિડ મંદીરનો બાંધકામ સમય જ્ઞાત નથી પણ તેના નિર્માતાનું નામ ઉદયાદીત્યવર્મન-૨ હતું જેણે ૧૦૫૦-૧૦૬૬ વચ્ચે રાજ કર્યું.

મધ્યયુગીન યુરોપ ખ્રિસ્તી વાસ્તુ ઇતિહાસમાં પ્રસંગોપાત સામંતશાહી દરમ્યાન પિરામિડ બાંધવામાં આવતાં. દા.ત. સાન સાલ્વેડોરના ગોથીક કેથેડ્રલનો ઓવિડોનો મિનાર. અમુક કિસ્સાઓમાં આને લીધે મેસોનીક કે અન્ય પ્રતીકાત્મક ઉદ્દેશ્યો હોઇ શકે.

આધુનિક પિરામિડ આધુનિક પિરામિડના ઉદાહરણો:

પૅરીસ ફ્રાંસમાં આવેલ લુવર પિરામિડ, લુવર સંગ્રહાલયના પટાંગણ માં આવેલું ૨૦.૬મી (૭૦ ફીટ) ઊંચુ કાચનું માળખું છે. તે જ સંગ્રહાલયનું પ્રવેશ દ્વાર છે અને તેના રચનાકાર અમેરીકન આય એમ પૅઈ હતાં. આનું બાંધકામ ૧૯૮૯માં પૂર્ણ થયું. સાન ફ્રાંસિસકોનું ટ્રાંસ અમેરીકા પિરામિડ-રચનાકાર વિલિયમ પરેરા. મેમ્ફીસનું ૩૨ માળ ઊંચુ પિરામિડ અરીના, ટેનેસ્સી(૧૯૯૧). તે મેમ્ફીસ વિધ્યાપીઠના પુરુષોના બાસ્કેટબોલ કાર્યક્રમનું અને ૨૦૦૪ સુધી રાષ્ટ્રીય બાસ્કેટબોલ એસોશીએશનના મેમેફીસ ગ્રીઝલીઝનું ઘર મેદાન. બ્રેટેસ્લેવા, સ્લોવેકિઅયાના રેડિયો સ્ટેશનની ઇમારત. આ ઇમારતનો આકાર ઊલ્ટા પિરામિડ જેવો છે. વોલ્ટર પિરામિડ, યુ.એસમાં કેલિફોર્નિયા વિધ્યાપીઠ લોંગ બીચની બાસ્કેટબોલ અને વોલીબોલ ટીમનું ઘરમેદાન કેલિફોર્નિયા વિદ્યાપીઠના ચોગાનમાં, એક અઢાર માળ ઊંચુ ભૂરું પિરામિડ. લક્સર હોટલ (લાસ વેગાસ, યુ. એસ.) - એક ૩૦ માળ ઊંચુ પિરામિડ જેની ટોચ પરથી પ્રકાશ કિરણ છોડાય છે. સુમમ પિરામિડ- સૉલ્ટલેક સીટી ઉતાહમાં આવેલ ત્રણ માળ ઊંચુ પિરામિડ જેનો ઉપયોગ સુમમ તત્વ જ્ઞાન શીખવવા અને આધુનિક મમી કરણ કરવા થતો હતો. ધ પૅલેસ ફોર પીસ ઍન્ડ રેકંસીલીએશન અસ્તાના કઝાકસ્તાન. ઓશો કોમ્યુન પુના ભારત ખાતેના પિરામિડ(ધ્યાન માટે). મૂડી ગાર્ડન્સ ગાલ્વેસ્ટન ટેક્સાસના ત્રણ પિરામિડ. સ્ટોકપોર્ટ ઇંગલેંડનો કો-ઓપ બેંક પિરામિડ. તે એક ઓફીસ બ્લોક છે. પ્રાગનો ગોજા સંગીત ખંડ. એડમોંટન અલ્બેર્ટાની મુટ્ટાર્ટ કંસ્રવેટરી ગ્રીન હાઉસ. પ્યોંગયોંગની અપૂર્ણ ર્યુગયોંગ હોટેલ લોંગ આયલેન્ડ ન્યૂયોર્કના સીટી કોર્પ બિલ્ડીંગની લોબી બહાર લુવરે જેવા નાનો પિરામિડ. કૈરો ઈજીપ્તની સીટી સ્ટાર્સ કોમ્પ્લેક્સના પિરામિડ. ૩ડીપીએલએમ સોફ્ટવેર સોલ્યુશન્સ નામક કંપનીની હીંજવાડી પુણે ભારત ખાતે આવેલ ઈમારત. પૅરીસની નિયોજીત બહુમાળી ઈમારત ટ્રાએંગલ સ્ટીલ કેસ પિરામિડ.