પીઠી
પીઠી એ હિંદુ ધર્મના લોકોમાં લગ્ન સંબંધની વિધીઓ પૈકીની એક પરંપરાગત અને શાસ્ત્રો પ્રમાણેની વિધી છે. એને હરિદ્રાલેપન સંસ્કાર તરીકે પણ ઓળખાય છે. વિવાહ પહેલાં વર અને કન્યાને હળદર ચઢાવવાનો રિવાજ છે.
આ વિધીનું સંક્ષિપ્ત વિધાન આ પ્રકારે છે- સવર્પ્રથમ ષટ્કર્મ, તિલક, કલાવા, કલશપૂજન, ગુરુવન્દના, ગૌરી-ગણેશ પૂજન, સર્વદેવનમસ્કાર, સ્વસ્તિવાચન કરો. તત્પશ્ચાત્ નિમ્ન મંત્ર બોલતા વર/કન્યા ની હથેળી- અન્ય-અવયવોં પર (લોકરીતિ કે અનુસાર) હરિદ્રાલેપન કરો-
ૐ કાણ્ડાત્ કાણ્ડાત્પ્રરોહન્તી, પરુષઃ પરુષસ્પરિ એવા નો દૂવેર્ પ્ર તનુ, સહસ્ત્રેણ શતેન ચ -૧૩.૨૦
આ બાદ વર ના જમણા હાથ માં તથા કન્યા ના ડાબા હાથ માં રક્ષા સૂત્રકંકણ (પીળા વસ્ત્ર માં કોડ઼ી, લોખંડની વીંટી, પીળી સરસવ, પીળા અક્ષત આદિ બાંધી બનાવાય છે.) નિમ્નલિખિત મન્ત્ર થી પહેરાવો-
ૐ યદાબધ્નન્દાક્ષાયણા, હિરણ્ય શતાનીકાય, સુમનસ્યમાનાઃ તન્મઽઆબધ્નામિ શતશારદાય, આયુષ્માઞ્જરદષ્ટિયર્થાસમ્ -૩૪.૫૨
તત્પશ્ચાત્ ક્ષમા પ્રાથર્ના, નમસ્કાર, વિસજર્ન, શાન્તિપાઠ સાથે કાયર્ક્રમ પૂર્ણ કરો.