પૂનમ પાંડે

ભારતીય અભિનેત્રી અને મોડેલ

પૂનમ પાંડે (જન્મ ૧૧ માર્ચ ૧૯૯૧) એક ભારતીય મોડલ અને અભિનેત્રી છે.[] [] તેણીએ ૨૦૧૩માં નશા ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.[] ૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ, તેણીએ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે તેણી સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી છે; બીજા જ દિવસે, તેણીએ ખુલાસો કર્યો કે આ રોગ અંગે જાગૃતિ લાવવા માટે એક નાટક હતું.

પૂનમ પાંડે
પૂનમ પાંડે, ૨૦૨૨
જન્મની વિગત (1991-03-11) 11 March 1991 (ઉંમર 33)
કાનપુર, ઉત્તર પ્રદેશ, ભારત
વ્યવસાય
  • અભિનેત્રી
  • મોડલ
સક્રિય વર્ષો૨૦૧૦–હાલમાં
જીવનસાથી
સામ બોમ્બે
(લ. 2020; છૂટા પડેલા 2021)

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

પૂનમ પાંડેનો જન્મ ૧૧ માર્ચ ૧૯૯૧ના રોજ કાનપુરના એક પરિવારમાં થયો હતો.[] [] [] તેણીએ ૨૦૧૦માં એક મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.[] તેણી ગ્લેડ્રેગ્સ મેનહન્ટ અને મેગામોડેલ સ્પર્ધાના ટોચના નવ સ્પર્ધકોમાંની એક બની હતી અને ફેશન મેગેઝિનના મુખપૃષ્ઠ પર દેખાઈ હતી.[] []

માધ્યમોમાં

ફેરફાર કરો

પાંડેએ તેના અર્ધ-નગ્ન ફોટા વિવિધ સોશિયલ માધ્યમો જેવાં કે ટ્વિટર પર મૂકીને સમાચાર માધ્યમોમાં બહુ ધ્યાન ખેંચ્યું હતું.[૧૦]

૨૦૧૧માં જો ભારત ક્રિકેટ વિશ્વ કપ જીતી જાય તો તેણે ભારતીય ટીમ માટે નગ્ન થવાનું વચન આપ્યું હતું.[૧૧] [૧૨] ભારતે ખરેખર વિશ્વ કપ જીત્યો હતો. તેણીએ જણાવ્યું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેને પરવાનગી આપી નહોતી.[૧૩] જોકે, તેણે તેની મોબાઈલ એપ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તે રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં નગ્ન અવસ્થામાં જોવા મળે છે.[૧૪]

૨૦૧૨માં, કોલકાતા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ જીત્યા બાદ તેણીએ નગ્ન અવસ્થામાં માધ્યમો અપલોડ કર્યા હતા.[૧૫] [૧૬] [૧૭]

પાંડેએ તેની પોતાની મોબાઇલ એપ્લિકેશન વિકસાવી જે ૨૦૧૭માં રજૂ થયા પછી તરત જ ગુગલ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી હતી. ૨૦૨૦માં તે એપ માત્ર તેની પોતાની સાઇટ પર જ પ્રાપ્ત હતી.[૧૮]

તેણે ઇન્સ્ટાગ્રામ પર એક સેક્સ ટેપ પણ અપલોડ કરી હતી, જેમાં તે તેના મિત્ર સાથે હતી. જોકે, પાછળથી તે કાઢી નાખવામાં આવી નાખી હતી.[૧૯] [૨૦]

અંગત જીવન

ફેરફાર કરો

૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ તેણે તેના લાંબા સમયથી મિત્ર સામ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા. કોવિડ-૧૯ રોગચાળો હોવાથી આ લગ્ન ખાનગી રીતે કરવામાં આવ્યા હતા જેમાં નજીકના સગા અને મિત્રો હાજર રહ્યા હતા.[૨૧] સપ્ટેમ્બર ૧૧માં પાંડેએ બોમ્બે વિરુદ્ધ મારપીટની ફરિયાદ નોંધાવી હતી. સામ બોમ્બેની ૨૩ સપ્ટેમ્બરના રોજ ગોવાથી ધરપકડ કરાઇ હતી.[૨૨][૨૩] ભારતીય દંડ સંહિતા ૪૯૮એ નો ઉપયોગ કરવાથી તેણી વિરુદ્ધ અનેક શંકાઓ ઊભી થઇ હતી.[૨૪][સ્પષ્ટતા જરુરી] બોમ્બેની પછીથી છોડી દેવાયો હતો અને પાંડેએ તેની સાથે વાતચીત શરૂ કરી હતી.[૨૫][૨૬] અચાનક આમ થવાથી તેણીએ સમગ્ર ઘટનાનું નાટક ઊભું કર્યું હોવાનો મત મોટાભાગના લોકોએ વ્યક્ત કર્યો હતો.[૨૭][૨૪] ૫ નવેમ્બર ૨૦૨૦ના રોજ સરકારી માલિકીની મિલ્કત પર નગ્ન અવસ્થામાં ચલચિત્ર ઉતારવાના મામલે પાંડેની ધરપકડ કરાઇ હતી.[૨૮][૨૯] આ ધરપકડ ગોવા ફોરવર્ડ પાર્ટીની ફરિયાદ પછી થઇ હતી.[૨૬] ૧૮ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ભારતીય સુપ્રિમ કોર્ટે તેને ધરપકડની સામે રક્ષણ આપ્યું હતું, જેમાં તેણી બોલીવૂડની અન્ય હસ્તીઓ સહિત પોર્ન કૌભાંડમાં સંડોવાયેલી હોવાનો દાવો કરાયો હતો.[૩૦][૩૧]

મૃત્યુનું નાટક

ફેરફાર કરો

તેણીની મેનેજરે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ ખાતા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે પાંડે ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ૩૨ વર્ષની ઉંમરે સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી હતી[૩૨] [૩૩] બીજા દિવસે આ રોગ વિશે જાગૃતિ લાવવા માટેનું એક નાટક હોવાનું બહાર આવ્યું હતું, જેની લોકો દ્વારા વ્યાપક ટીકા થઈ હતી.[૩૪] [૩૫] [૩૬]

  1. Choudhary, Vidhi (13 September 2015). "Poonam Pandey wants to break the Internet". Livemint (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 1 August 2021 પર સંગ્રહિત. મેળવેલ 1 August 2021.
  2. "I created controversies to get noticed in Bollywood, says Poonam Pandey". The Indian Express (અંગ્રેજીમાં). 9 November 2016. મૂળ સંગ્રહિત માંથી 1 August 2021 પર સંગ્રહિત. મેળવેલ 1 August 2021.
  3. "Bollywood debuts of 2013". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. મૂળ માંથી 14 November 2021 પર સંગ્રહિત. મેળવેલ 2 December 2020.
  4. "Poonam Pandey: We welcome a porn star, but frown at a daughter of the nation – Indian Express". The Indian Express. મૂળ સંગ્રહિત માંથી 25 April 2021 પર સંગ્રહિત. મેળવેલ 30 November 2021.
  5. "Poonam Pandey: We welcome a porn star but frown at a daughter of the nation – Indian Express". The Indian Express. મૂળ સંગ્રહિત માંથી 25 April 2021 પર સંગ્રહિત. મેળવેલ 6 November 2021.
  6. "Birthday Special: 50 pics that define Poonam Pandey". India Today. મૂળ સંગ્રહિત માંથી 8 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 15 September 2020.
  7. "I dont mind trying for IIMs: Poonam Pandey". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. મૂળ માંથી 23 July 2013 પર સંગ્રહિત.
  8. "Poonam Pandey Gladrags Magazine Cover Page Hot Stills". Rediff.com. મૂળ સંગ્રહિત માંથી 6 January 2015 પર સંગ્રહિત. મેળવેલ 17 June 2013.
  9. "Meet Kingfisher model Poonam Pandey". Sify. મૂળ માંથી 23 June 2015 પર સંગ્રહિત. મેળવેલ 17 June 2013.
  10. Pritika Ghura, Poonam, Sherlyn, Mallika: Who dares to bare for fame? સંગ્રહિત ૨૦ જુલાઇ ૨૦૧૪ ના રોજ વેબેક મશિન Times of India 15 September 2013
  11. "FIR against Poonam Pandey who vowed to strip if India wins World Cup". April 2, 2011. NDTV. મૂળ સંગ્રહિત માંથી 14 December 2013 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2013.
  12. "Silly Point: Poonam Pandey WILL strip on final day!". April 1, 2011. Rediff.com. મૂળ સંગ્રહિત માંથી 18 September 2014 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2013.
  13. "BCCI did not allow me to strip for Team India: Poonam Pandey". The Economic Times. 2011-04-12. ISSN 0013-0389. મૂળ માંથી 3 February 2024 પર સંગ્રહિત. મેળવેલ 2024-02-02.
  14. "Poonam Pandey Stripping In Stadium porn video". Indian HQ Videos (અંગ્રેજીમાં). 2019-09-03. મૂળ સંગ્રહિત માંથી 8 November 2022 પર સંગ્રહિત. મેળવેલ 2022-08-01.
  15. "Poonam Pandey and Rozlyn Khan strip for IPL finalist teams". India Today (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 2 February 2024 પર સંગ્રહિત. મેળવેલ 2024-02-02.
  16. "Poonam Pandey finally strips, for KKR". NDTV.com. મૂળ સંગ્રહિત માંથી 2 February 2024 પર સંગ્રહિત. મેળવેલ 2024-02-02.
  17. Kumar, Manoj (2012-05-28). "Adults Only: Poonam Pandey Finally Goes Nude After KKR Win IPL-5 (PHOTO)". www.ibtimes.co.in (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 28 January 2024 પર સંગ્રહિત. મેળવેલ 2024-02-02.
  18. "Google suspends Poonam Pandey's 'bold' app, available only on official site". Business Today. 19 April 2017. મૂળ સંગ્રહિત માંથી 28 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 28 January 2020.
  19. Team, DNA Web (18 January 2019). "Watch: Poonam Pandey does it again! Leaks her sex tape on Instagram, deletes it later". DNA India. મૂળ સંગ્રહિત માંથી 6 June 2019 પર સંગ્રહિત. મેળવેલ 24 January 2020.
  20. "Poonam Pandey s*x video goes viral, later removed – OrissaPOST". Odisha News, Odisha Latest news, Odisha Daily – OrissaPOST. 20 January 2019. મૂળ સંગ્રહિત માંથી 28 February 2022 પર સંગ્રહિત. મેળવેલ 24 January 2020.
  21. "Poonam Pandey on Wedding With Sam Bombay: 'Had to be Private Due to Covid19'". News18. 15 September 2020. મૂળ સંગ્રહિત માંથી 15 September 2020 પર સંગ્રહિત. મેળવેલ 15 September 2020.
  22. "Newly-wed actress Poonam Pandey accuses husband of molesting, threatening her". timesnownews.com. 22 September 2020. મૂળ સંગ્રહિત માંથી 23 September 2020 પર સંગ્રહિત. મેળવેલ 25 September 2020.
  23. "Poonam Pandey Molested By Husband Sam Bombay Controversy: Actress Says, 'Not In The Right State Of Mind'- EXCLUSIVE". Yahoo. 22 September 2020. મૂળ સંગ્રહિત માંથી 27 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2020.
  24. ૨૪.૦ ૨૪.૧ "'Nobody Molested Her': Poonam Pandey Relentlessly Trolled after FIR Against Husband Sam Bombay". News 18. 23 September 2020. મૂળ સંગ્રહિત માંથી 8 December 2020 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2020.
  25. "Poonam Pandey patches up with husband Sam Bombay after getting him arrested for molestation?". The Times of India. 29 September 2020. મૂળ સંગ્રહિત માંથી 4 May 2021 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2020.
  26. ૨૬.૦ ૨૬.૧ Tyagi, Ankur; Handoo, Ritika (5 November 2020). "Poonam Pandey arrested in Goa for allegedly shooting 'porn' video on beach". Zee News. મૂળ સંગ્રહિત માંથી 24 November 2020 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2020.
  27. Nayak, Pooja (27 September 2020). "Poonam Pandey patches up with husband Sam Bombay; netizens call their 'molestation' row a 'publicity stunt'". Times Now News. મૂળ સંગ્રહિત માંથી 25 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2020.
  28. "Breaking: Poonam Pandey arrested for shooting obscene video in Goa". DNA India. 5 November 2020. મૂળ સંગ્રહિત માંથી 5 November 2020 પર સંગ્રહિત. મેળવેલ 5 November 2020.
  29. "Goa Police arrest Poonam Pandey for shooting an obscene video at Chapoli Dam". The Times of India. 5 November 2020. મૂળ સંગ્રહિત માંથી 6 November 2020 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2020.
  30. "Actor Poonam Pandey Gets Protection From Arrest In Porn Case". મૂળ સંગ્રહિત માંથી 30 January 2022 પર સંગ્રહિત. મેળવેલ 30 January 2022.
  31. "Porn video case: SC grants protection from arrest to actress Poonam Pandey". મૂળ સંગ્રહિત માંથી 30 January 2022 પર સંગ્રહિત. મેળવેલ 30 January 2022.
  32. "Model-actor Poonam Pandey dies of cervical cancer, says her manager. She was 32". India Today (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 2 February 2024 પર સંગ્રહિત. મેળવેલ 2024-02-02.
  33. "Poonam Pandey dies of cervical cancer, claims her manager". મૂળ સંગ્રહિત માંથી 2 February 2024 પર સંગ્રહિત. મેળવેલ 2024-02-02.
  34. "Poonam Pandey's publicity stunt 'dead from cervical cancer' make fans shocked". Bru Times News (અંગ્રેજીમાં).
  35. "Poonam Pandey says 'I'm alive' after reports of her death from cervical cancer, apologises for 'shocking everyone'". Hindustan Times (અંગ્રેજીમાં). 2024-02-03. મૂળ સંગ્રહિત માંથી 3 February 2024 પર સંગ્રહિત. મેળવેલ 2024-02-03.
  36. "Celebs, social media users roast Poonam Pandey for death hoax: 'Worst publicity stunt'". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. 3 February 2024. મેળવેલ 4 February 2024.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો