પૂર્વગ્રહ એટલે સાચી માહિતીના આધાર વગર કોઈ વ્યક્તિ અથવા જૂથ વિષે બાંધેલું પ્રતિકૂળ વલણ.[] બીજા શબ્દોમાં કહીએ તો "અન્ય વ્યક્તિ કે જૂથની વિરુદ્ધમાં વિચાર, લાગણી કે ક્રિયાનો પ્રતિભાવ આપવાનું પૂર્વનિર્ધારિત વલણ" એટલે પૂર્વગ્રહ. આમ, પૂર્વગ્રહ એટલે પહેલેથી સ્વીકારેલો નિર્ણય.[] પૂર્વગ્રહ એ જન્મદત્ત નથી, પણ શીખેલું વલણ છે.[] વ્યક્તિ પોતાના વિવિધ અનુભવો દ્વારા પૂર્વગ્રહો બાંધે છે. આથી મોટેભાગે નાના બાળકોમાં પૂર્વગ્રહો હોતા નથી, પણ પુખ્ત વયની વ્યક્તિઓમાં તે જોવા મળે છે.[]

વ્યાખ્યા

ફેરફાર કરો

થીયોડોર ન્યુકોમ્બ પૂર્વગ્રહની વ્યાખ્યા આપતા કહે છે કે "પૂર્વગ્રહ એટલે મનનું પ્રતિકૂળ વલણ. એટલે કોઈ વ્યક્તિ અથવા જુથ પ્રત્યે પ્રતિકૂળ ર્દષ્ટિથી જોવાની, વર્તવાની, વિચારવાની અથવા લાગણી અનુભવવાની મનની વૃત્તિ".[]

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ વણીકર ૧૯૭૯, p. ૧૭૯.
  2. ૨.૦ ૨.૧ ગુજરાતી વિશ્વકોશમાં પૂર્વગ્રહ.
  3. વણીકર ૧૯૭૯, p. ૧૮૦.

સ્ત્રોત

ફેરફાર કરો
  • વણીકર, વિ. સ. (૧૯૭૯) [૧૯૬૬]. સામાજિક મનોવિજ્ઞાન (સંશોધિત બીજી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ.

બાહ્ય કડિઓ

ફેરફાર કરો