મુખ્ય મેનુ ખોલો

પેટ્રા (ગ્રીક: "πέτρα", શાબ્દિક અર્થ: ખડક; અરેબિક: البتراء, Al-Batrāʾ) એ જોર્ડનનાં મા'આન પ્રાંતમાં આવેલા 'અરબાહ' સ્થિત એક પુરાતત્ત્વ સ્થળ છે, જે હોર પર્વત[૨]નાં ઢોળાવ પર આવેલું છે. હોર પર્વત, મૃત સમુદ્રથી અકબાની ખાડીની વચ્ચે પથરાયેલા વિશાળ ખીણ પ્રદેશમાં આવેલી પર્વતમાળાઓનો એક ભાગ છે, જે અરબાહ (વાદી અરબા)નો પૂર્વ ભાગ છે. આ સ્થળ તેના ખડકો કોતરીને બનાવેલા સ્થાપત્યો માટે જાણીતું છે. પેટ્રા વિશ્વની સાત નવી અજાયબીઓ પૈકીનું એક છે. નાબાતીન નામની પ્રજાએ આશરે ઇ.પૂ. ૧૦૦ની આસપાસના ગાળામાં તેનું પોતાની રાજધાની તરિકે નિર્માણ કર્યું હતું.[૩]

પેટ્રા
Petra - Jordan 2014.jpg
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
સ્થળમાંન ગવર્નોરેટ, જૉર્ડન
અક્ષાંસ-રેખાંશ30°19′44″N 35°26′25″E / 30.3289°N 35.4403°E / 30.3289; 35.4403
માપદંડસાંસ્કૃતિક: (i), (iii), (iv) Edit this on Wikidata[૧]
સંદર્ભ326
સમાવેશ૧૯૮૫ (અજાણ્યું સત્ર)
વેબસાઇટwww.visitpetra.jo

પાશ્ચાત્ય જગતને આ સ્થળની જાણ સૌ પ્રથમ ઇ.સ. ૧૮૧૨માં સ્વિસ મુસાફર જોહ્ન લુડ્વીગ બર્ખાર્ટે કરાવી. જ્હોન વિલિયમ બર્ગોને પોતાના ન્યુડિગેટ પુરસ્કાર વિજેતા સોનેટ (ચૌદ લીટીનાં કાવ્યનો એક પ્રકાર)માં તેને 'સમય કરતાં અડધી જ પુરાણી લાલ-ગુલાબી નગરી' ("a rose-red city half as old as time") તરિકે વર્ણવ્યું ત્યારથી તેની તે જ ઓળખ ખુબ પ્રખ્યાત થઈ ગઈ. યુનેસ્કોએ તેને "માનવીનાં સાંસ્કૃતિક વારસાની અતિ કિંમતી સાંસ્કૃતિક ચીજોમાંની એક" કહીને વર્ણવી છે.[૪] ઇ.સ. ૧૯૮૫માં પેટ્રાને વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવ્યું.

સંદર્ભફેરફાર કરો

  1. http://whc.unesco.org/en/list/326.
  2. મીશ, ફ્રેડરિક સી., Editor in Chief. “પેટ્રા.” વેબસ્ટરની ૯મી નવી કોલેજ ડિક્શનરી (Webster’s Ninth New Collegiate Dictionary). ૯મી આવૃત્તિ. સ્પ્રિંગફિલ્ડ, MA: મેરિઅમ-વેબ્સ્ટર ઇન્ક., ૧૯૮૫. ISBN 0-87779-508-8, ISBN 0-87779-509-6 (indexed), and ISBN 0-87779-510-X (deluxe).
  3. નાબાતીન
  4. યુનેસ્કો સલાહ મંડળનું મૂલ્યાંકન