પેન્સિલની સંજ્ઞા એ પેન્સિલની અણીની કઠણતા દર્શાવે છે. આ સંજ્ઞા દરેક પેન્સિલ ઉપર અંગ્રેજી ભાષામાં દર્શાવવામાં આવેલી હોય છે, જેમ કે 2HB, 4B, 4H વગેરે. પેન્સિલની અણી બનાવતી વખતે ગ્રેફાઇટના પાવડરની સાથે નરમ તેમ જ લીસ્સી માટી અણીના બંધારણને મજબુતાઈ મળે તે માટે ભેળવવામાં આવે છે. આને કારણે પેન્સિલની અણીનું ગ્રેફાઇટ સુગઠિત રહે છે. આ અણી કાગળ ઉપર ફરવાથી કેટલી ઘસારો પામે તેના આધારે તેની સંજ્ઞા નક્કી કરવામાં આવે છે.

2HB પેન્સિલો

ચિત્ર દોરવા માટેની પેન્સિલની કઠણતા દર્શાવતી સંજ્ઞાઓની શ્રેણી 8B થી શરુ થઇ F સુધીની હોય છે. સૌથી નરમ અણીવાળી પેન્સિલ પર 8B સંજ્ઞા હોય છે, જ્યારે સૌથી કઠણ અણીવાળી પેન્સિલ પર F સંજ્ઞા હોય છે. લખવા માટેની પેન્સિલમાં HB એટલે સૌથી નરમ અને 10H એટલે સૌથી વધુ કઠણ. નરમ અણી જલદી તુટી જાય છે અથવા ઘસાઈ જાય છે પરંતુ એના વડે લખાયેલા અક્ષરો ઘાટા અને સ્પષ્ટ વંચાય તેવા હોય છે. કઠણ અણી લાંબુ ટકે છે પરંતુ તેનું લખાણ ઝાંખુ હોય છે.

સામાન્ય રીતે ચિત્રો દોરવા માટે 6B અને લખવા માટે 2HB પેન્સિલ સારી ગણાય છે.