પ્રભાતિયાં વહેલી સવારે ગાવામાં આવતા ભજનનો પ્રકાર છે. તે ઝૂલણા પદબંધમાં, ઝૂલણાની દેશીમાં રચાયેલાં પદો, જે બિલાવલ કે બેલાવલી રાગમાં ગવાય છે. આ પદો દાદરા કે રૂપક તાલ સાથે ગવાય છે.[]

ગુજરાતી સાહિત્યમાં ભક્ત કવિ નરસિંહ મહેતા અને અન્ય મધ્યકાલીન કવિઓએ રચેલા પ્રભાતિયાં જેવા કે, "જળકમળ છાંડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે..", "જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે..", "અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ.." અને "જે ગમે જગતગુરુ દેવ જગદીશને.." ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે.

  1. રાજ્યગુરુ, નિરંજન. "પદ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ ૧૩ એપ્રિલ ૨૦૨૪.