પ્રાથમિક સારવાર એટલે કોઈ વ્યક્તિ રોગ કે ઈજાને કારણે અસ્વસ્થ થાય ત્યારે તેને રાહત આપવા માટે અપ્રશિક્ષિત વ્યક્તિ દ્વારા જે સામાન્ય ઉપાયો પ્રયોજવામાં આવે છે તે. આ સારવારનો હેતુ 'હાજર સો હથિયાર' કહેવતની જેમ હાથવગાં તેમ જ ઓછામાં ઓછા સાધનો વડે કટોકટીગ્રસ્ત વ્યક્તિને યોગ્ય સારવાર મળે ત્યાં સુધીમાં ઓછામાં ઓછું નુકસાન થાય, એટલી વ્યવસ્થા કરવાનો હોય છે.

પ્રાથમિક સારવાર સામાન્ય તેમ જ તાલિમી કે બિનતાલિમી વ્યક્તિઓ દ્વારા ઓછામાં ઓછા સાધનો વડે કરવામાં આવતો ઉપચાર છે. ક્યારેક ક્યારેક સમયસર મળેલી પ્રાથમિક સારવાર જીવનરક્ષક પણ સાબિત થાય છે. પ્રાથમિક સારવાર પશુ-પંખીઓને પણ આપી શકાય છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો