પ્રેમચંદ રાયચંદ
પ્રેમચંદ રાયચંદ ૧૯મી સદીના મુંબઈમાં રહેતા ભારતીય ઉદ્યોગપતિ હતા. તેઓ "કોટન કિંગ" અને "બુલિયન કિંગ" તરીકે ઓળખાતા હતા.
પ્રેમચંદ રાયચંદ | |
---|---|
જન્મની વિગત | માર્ચ ૧૮૩૧ |
મૃત્યુ | March 1906 (aged 74–75) |
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | શેરદલાલ અને વ્યાપારી |
પ્રખ્યાત કાર્ય | રાજાબાઈ ટાવરના દાનેશ્વરી |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ૧૮૩૧માં સુરતના દશા ઓસવાલ જૈન વેપારી રાયચંદ દીપચંદનો ઘેર થયો હતો. પ્રેમચંદ નાના હતા ત્યારે જ તેમના કુટુંબે મુંબઈ સ્થળાંતર કર્યું. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. ૧૮૪૯માં શેર દલાલ તરીકે તેમણે નોંધણી કરાવી હતી. અંગ્રેજીમાં બોલવા, વાંચવા અને લખવા માટે સક્ષમ હોય તેવા તે પ્રથમ ભારતીય બ્રોકર હતા. મૂડી બજારો સિવાય, પ્રેમચંદ રાયચંદ કપાસ અને બુલિયનના અને શેર બજારમાં નોંધપાત્ર ધંધો હતો. તેઓ ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશનના સ્થાપક સભ્ય હતા જે હવે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, તે ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું શેર બજાર છે.[૧] ૧૮૬૧માં શરૂ થયેલા અમેરિકન આંતરવિગ્રહને કારણે ઊભી થયેલી કપાસની માગ (કોટન બૂમ)માં તેમણે નોંધપાત્ર નફો મેળવ્યો અને આ કડાકો ૧૮૬૫ સુધી રહ્યો હતો.[૧] [૨][૩] [૪]
બેકબે રીક્લેમેશન સ્કીમ અને તેના જેવા અન્ય સાહસોમાં તેમણે તેમની મોટા ભાગની સંપત્તિ ગુમાવી હતી.[૫] પછીથી તેમણે અમુક સંપત્તિ પાછી મેળવી હતી અને ત્યાર બાદ તેઓ પરોપકારી કાર્યો તરફ વળ્યા. મુંબઈ યુનિવર્સિટીમાં આવેલા રાજાબાઇ ટાવરનું નામ તેમની માતાના નામ પરથી રાખવામાં આવ્યું છે અને ૧૮૭૮માં તેમણે આપેલા રૂ. ૨ લાખના દાનની રકમમાંથી તે બાંધવામાં આવ્યું હતું.[૧] [૬] તેઓ બેન્ક ઑફ બોમ્બે બેન્કના ડિરેક્ટર હતા, તે સમ્યે તે બેંક જે બોમ્બે પ્રેસિડેન્સીની સૌથી મોટી બેંક હતી.[૩] તેમણે અન્ય શાળાઓમાં પણ રોકાણ કર્યું, જેમાં ઘણી કન્યા શાળાઓ પણ હતી જેમ જે જે.બી. પેટિટ હાઇ સ્કૂલ ફોર ગર્લ્સ. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાં કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ માટે "પ્રેમચંદ રોયચંદ પુરસ્કાર" ની સ્થાપના કરી. તેમણે એશિયાટિક સોસાયટીને પણ દાન આપ્યું હતું.[૧] [૭] [૪]
ઈ.સ. ૧૯૦૬ માં તેમનું અવસાન થયું. તેમનો પ્રેમોદ્યાન નામનો બંગલો ભાયખલ્લામાં આવેલો હતો આગળ જતાં તેમાં રેઝિના પૅસિસ કૉન્વેન્ટ સ્થપાયું, તે અનાથ છોકરીઓ માટે અનાથાલય અને શાળા છે.[૮] [૪]
પૂરક વાચન
ફેરફાર કરો- Sharada Dwivedi (2006). Premchand Roychand (1831-1906): His Life and Times. Eminence Designs. ISBN 978-81-903821-1-3.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Mishra, Ashish K. "Premchand Roychand: Mumbai's original share king". Livemint. મેળવેલ 2016-07-27.
- ↑ Kaul, Vivek (2007-03-04). "Mumbai's first realty bust was in 1865 | Latest News & Updates at Daily News & Analysis". DNA India. મેળવેલ 2016-07-27.
- ↑ ૩.૦ ૩.૧ Lakshmi Subramanian (15 January 2016). Three Merchants of Bombay: Business Pioneers of the Nineteenth Century. Penguin Books Limited. પૃષ્ઠ 122–130. ISBN 978-81-8475-721-7.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ "Premchand Roychand and Bombay dreams". The Hindu Business Line (અંગ્રેજીમાં). 2010-02-14. મેળવેલ 2017-07-18.
- ↑ "An insane interlude in history". www.rediff.com. મેળવેલ 2017-07-18.
- ↑ Rakesh Kumar Bhatt (1 January 1995). History and Development of Libraries in India. Mittal Publications. પૃષ્ઠ 39–40. ISBN 978-81-7099-582-1.
- ↑ Sunavala, Nergish (2016-06-19). "Schools get architects to save a chapter of their own history - Times of India". Times of India. મેળવેલ 2016-07-27.
- ↑ "This home stood witness to the hands that built Bombay". The Indian Express (અંગ્રેજીમાં). 2014-01-21. મેળવેલ 2017-07-18.