પ્રોટેક્ટિનીયમ
પ્રોટેક્ટિનીયમ એ એક રાસાયણિક તત્વછે જેની સંજ્ઞા Paઅને અણુ ક્રમાંક ૯૧ છે. આ એક ભારે,ચળકતું-રાખોડી ધાતુ તત્વ છે જે ઓક્સીજન , પાણીની વરાળ નએ અકાર્બનીક ઍસિડ સાથે તુતંત પ્રક્રિયા કરે છે. આ ધાતુ ઘણાં રાસાયણિક સંયોજનો બનાવે છે. આ ધાતુ ઓક્સિડેશનની +૫ સ્થિતી ધરાવે છે , પણ તે +૪ અને +૨ કે +૩ સ્થિતી સુદ્ધાં મેળવી શકે છે. આ ધાતુ પ્રાકૃતિક રીતે પૃથ્વી અપ્ર અત્યંત દુર્લભ છે તેનું પ્રમાં એમુક અંશ પ્રતિ ૧૦૦ અબજ અંશ જેટલું જ છે. યુરેનિયમની યુરેનાઈટ જેવી અમુખ ખાસ ખનિજોમાં આ પ્રમાણ અમુકંશ પ્રતિ ૧૦ કરોડ અંશ જેટલું હોય છે. આ ધાતુની દુર્લભતા, વધુ પડતો કિરણોત્સાર અને ઝેરીપણાને કારણે વિજ્ઞાનિક સંશોધન સિવાય આ ધાતુના કોઈ બીજા ઔદ્યોગિક ઉપયોગ નથી. આ ધાતુ વપરાઈ ગયેલ નાભિકીય ઈંધણમાંથી કાઢવામાં આવે છે.
પ્રોટેક્ટિઅયમની શોધ ૧૯૧૩માં કસીમીર ફજન્સ અને ઓસ્વલ્ડ હેલ્મથ ગોરિંગ દ્વારા કરવામાં આવી. તેમણે પ્રોટેક્ટિઅયમ - ૨૩૪ નો અભ્યાસ કર્યો હતો. આ ધાતુના અલ્પ અર્ધ આયુષ્ય કાળને લીધે તેમણે આ ધાતુનું નામ બ્રેવીયમ પાડ્યું. ૧૯૧૮માં તેનાથી પન વધુ સ્થિરતા ધરાવતા એક અન્ય સમસ્થાનિકની શોધ થઈ હતી માટે તેનું નમ બદલીને પ્રોટો-એક્ટિનિયમ (એક્ટિનીયમ પહેલાં) કરવામાં આવ્યું કેમકે આ ધાતુનું ખંડન થઈને એક્ટિનિયમ બનતું હતું.
સૌથી વધારે અર્ધ આયુષ્ય કાળ ધરાવતો (૩૨,૭૬૦ વર્ષ) અને સૌથી વધારે પ્રમાણમાં ઉપલબ્ધ (લગભગ૧૦૦%) એવો આ ધાતુનો સમસ્થાનિક પ્રોટેક્ટિનીયમ-૨૩૧ છે જે યુરેનીયમ-૨૩૫ ખંડીત થઇ બને છે. યુરેનિયમ -૨૩૮ ની ખંડન શૃંખલા દરમાયન અત્યંત અલ્પ સમય માટે અલ્પ આયુ ધરાવતો પ્રોટેક્ટિનીયમ-૨૩૪m સમસ્થાનીક બને છે. થોરીયમ-૨૩૩ ના ખંડન માંથી યુરેનીયમ-૨૩૩ મેળવવાની ખંડન શૃંખલા દરમ્યાન પ્રોટેક્ટિનીયમ-૨૩૩ બને છે. આ થોરીયમ આધારીત અનુ ભઠ્ઠીઓની એક બિજ જરૂરી આડ પેદાશ છે અને માટે બ્રીડીંગ પ્રક્રીયા દરમ્યાન તેને ભઠ્ઠીના સક્રીય ક્ષેત્રમાંથી કાઢી નાખવામાં આવે છે. ખડક અવશેષોની કાળ ગણના માટે આ ધાતુ નો ઉપયોગ થોરીયમ અને યુરેનીયમ સાથે થાય છે.