ફલાક્નુંમાં પેલેસ, ભારતના હૈદરાબાદમાં આવેલા શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે. તે પૈગાહ હૈદરાબાદ રાજ્ય સાથે સબંધ ધરાવે છે પાછળથી તેના પર નિઝામોનું આધિપત્ય હતું |[] આ ફલાક્નુંમાં 32 એકર ક્ષેત્ર પર ફેલાયેલો છે અને ચાર મિનારાથી 5 કિ. મી. દુર છે. તેનું નિર્માણ હૈદરાબાદ ના પ્રધાન મંત્રી નવાબ વકાર - ઉલ - ઉમર અને નિઝામ છઠ્ઠા ના કાકા અને સાળા દ્વારા કરવામાં આવ્યું હતું। ફલક નુમાનો અર્થ આકાશ જેવું અથવા આકાશનું દર્પણ થાય છે.[]

Falaknuma Palace

આ મહેલની રચના એક અગ્રેજી શિલ્પકારે કરી હતી. તેની રચનાની આધારશીલા 3 માર્ચ 1884 માં સર વાઈકર દ્વારા થઇ હતી. જે સર ચાર્લ્સ ડાર્વિન ના વૈજ્ઞાનિક મિત્ર ખુદુશ ના પુત્ર હતા. તેનું બાંધકામ પૂર્ણ થતા 9 વર્ષ લાગ્યા હતા તેનું સંપૂર્ણ બાંધકામ ઇટાલિયન પથ્થર દ્વારા થયું છે અને તે 93,971 ચો. મી. ક્ષેત્ર માં ફેલાયેલો છે. મહેલનો આકાર વીંછી છે. આ મહેલ ઇટાલિયન અને ટ્યુડર સ્થાપત્ય એક દુર્લભ મિશ્રણ છે.

આ મહેલ જ્યાં સુધી સર વાઈકર પાસે હતો ત્યાં સુધી તેમણે પોતાના નીજી નિવાસ સ્થાન તરીકે તેનો ઉપયોગ કર્યો હતો, પણ પછી 1897-98 માં તેમને આ મહેલ હૈદરાબાદના નિઝામ છઠ્ઠા ને સોંપી દીધો।

સર વાઈકરને એહસાસ થયો કે ફલાકનુંમાં મહેલના નિર્માણનો ખર્ચ તેમને રાખેલા લક્ષ્ય કરતા વધુ ખર્ચ થઇ ગયો છે ત્યારે તેમની બુદ્ધિશાળી પત્ની ઉલ ઉમરનાં કેહવાથી તેમણે આ મહેલ નિઝામને ઉપહાર આપી દીધો જેના બદલામાં તેમને કરેલા પૂર્ણ ખર્ચના પૈસા પાછા મળી ગયા. નિઝામે પાછળથી આ મહેલનો ઉપયોગ શાહી અતિથિગૃહ તરીકે શરુ કર્યો કારણકે આ મહેલથી પૂર્ણ શહેરનો નજારો દેખાય છે|

1950 માં નિઝામના ગયા બાદ આ મહેલ શાંત થઇ ગયો છે છેલ્લે 1951 માં ભારતના વડા પ્રધાન રાજેન્દ્ર પ્રસાદ ત્યાં મહેમાન બનીને રોકાયા હતા સન 2000માં નિઝામ મુક્કરમ હા બહાદુરે આ મહેલ તાજ હોટેલ્સ ને 30 વર્ષ માટે લીસ પર આપી દીધો।

આ મહેલમાં ટેલીફોન અને વિદ્યુત વ્યવસ્થા ની સુવિધા સન 1883માં ઓસ્લેર દ્વારા શરુ કરવામાં આવી હતી આંકડા પ્રમાણે મહેલમાં આવેલું સ્વીચ બોર્ડ ભારતમાં આવેલા સૌથી મોટા સ્વીચ બોર્ડમાનું એક છે. સન 2000 માં આ મહેલ નિઝામ પરિવારની નીજી સંપત્તિ હતી તેથી તે સામન્ય જનતા માટે ખુલ્યો નહતો। આ મહેલ માં બિલયર્ડ્સ રૂમ પણ છે જે બોરો અને વાટ્સ દ્વારા બનાવેલો છે તેનું ટેબલ અદભૂત છે કારણ એવા બે ટેબલ બનવ્યા હતા જેમનું એક બકીન્ઘમ પેલેસ અને બીજું અહી આવેલું છે|

વૈભવશાળી હોટેલ ફેરફાર

ફેરફાર કરો

આ મહેલમાં 500 વ્યક્તિ બેસી સકે એટલું મૉટું ભોજનાલય છે જેને દુનિયાનું સૌથી મોટું ભોજનાલય છે અને તેની સાથે દરબાર હોલ પણ છે જેને વિશ્વસ્તરીય શિલ્પકળા નો ઉપયોગ કરીને સુસજ્જિત કરવામાં આવ્યો છે|[] સન 2000 માં તાજ હોટેલે આ મહેલનું નવીનીકરણ શરુ કર્યું |[] નવા બદલાવો સાથે આ મહેલને નવેમ્બેર 2010માં હોટેલ તરીકે મેહમાનો માટે ખોલી દેવામાં આવ્યો [] મહેલનું આકર્ષક તેનો સ્વાગત કક્ષ છે જે ચકચકિત ભીત ચિત્રો થી સુશોભિત છે. તેમાં 60જેટલા કમરા અને 22 હોલ છે જે દુર્લભ ચિત્રો, મૂર્તિઓ , હસ્તપ્રત અને ગ્રંથો થી શોભાયમાન છે. તેના રૂમો અને દીવાલોને ફ્રાંચથી મગાવેલા ઓર્નેટ ફર્નીચર અને હાથ કારીગરીથી બનાવેલા સામાન અને બ્રોકેડ થી સુસજ્જિત કરવામાં આવ્યા છે [].

  1. Business Standard. "Affairs of state". Business-standard.com. મેળવેલ 2012-12-20.
  2. "Falaknuma Palace". મૂળ માંથી 2008-03-16 પર સંગ્રહિત.
  3. "Taj Falaknuma Palace Amenities". cleartrip.com.
  4. "Ratan Tata to meet K Rosaiah on November 7 - Money - DNA". Dnaindia.com. 2010-10-31. મેળવેલ 2012-12-20.
  5. Cook, Sharell. "Falaknuma Palace Hyderabad Opens as a Luxury Taj Hotel". મૂળ માંથી 5 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 9 November 2010.
  6. "The Tribune, Chandigarh, India - Main News". Tribuneindia.com. મેળવેલ 2012-12-20.