ફેલોશિપ (શિષ્યવૃત્તિ) એટલે કોલેજ કે યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ પરિક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવનાર અને વધુ અભ્યાસમાઅં જોડાનાર વિદ્યાર્થીને ઉત્તેજન મળે તે હેતુથી આપવામાં આવતી શિષ્યવૃત્તિ. ફેલોશિપ મેળવનાર વ્યક્તિને ફેલો કહેવામાં આવે છે. ફેલોશિપના બદલામાઅં ફેલોએ ઘણીવાર પોતાના અભ્યાસ ઉપરાંત સંસ્થામાં ભણાવવાનું, સંશોધન કરતાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું કે હોસ્ટેલમાં ગૃહપતિ તરીકેની કેટલીક ફરજો બજાવવાઅની હોય છે. ઉચ્ચ કક્ષાના અનુસ્નાતક વિદ્યાર્થીને અનુદાન આપવામાં આવતી નિ:શુલ્ક પદવીને પણ ફેલોશિપ કહેવામાં આવે છે.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. દેસાઈ, કે. જી; શાહ, જે. એચ.; શાહ, આર. પી., સંપાદકો (1984). શૈક્ષણિક પરિભાષા અને વિભાવના (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૦૬–૧૦૭.