બકિંગહામ પેલેસ
બકિંગહામ પેલેસ એ બ્રિટિશ રાજાનું લંડન ખાતેનું સત્તાવાર નિવાસસ્થાન છે.[૧] વેસ્ટમિન્સ્ટર શહેરમાં આવેલો આ મહેલ રાજ્યના પ્રસંગો અને રાજકીય આગતાસ્વાગતા માટે ઊભો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ઉજવણી અને કટોકટીના સમય વખતે બ્રિટનના લોકો માટે આ મહેલ રેલીનું સ્થળ રહ્યો છે.
આજના મહેલનાં મહત્વના ભાગો વડે બનેલી ઇમારત આરંભમાં બકિંગહામ હાઉસ તરીકે ઓળખાતી હતી જે 1703માં બકિંગહામના ઉમરાવ માટે બનાવવામાં આવેલું ટાઉનહાઉસ હતું અને આ ઇમારત લગભગ 150 વર્ષ સુધી ખાનગી માલિકી હેઠળ રહેલા સ્થળે બનાવવામાં આવી હતી. ત્યારબાદ 1761માં[૨] તેને જ્યોર્જ IIIએ આ સ્થળને રાણી ચારલેટના ખાનગી નિવાસસ્થાન તરીકે મેળવ્યું અને તે "રાણીના ઘર" તરીકે ઓળખાતું હતું. 19મી સદી દરમિયાન તેમાં ફેરફાર કરવામાં આવ્યો, મુખ્યત્વે આર્કિટેક્ટ જોન નૅશ અને એડવર્ડ બ્લોર દ્વારા વચ્ચેના આંગણની આસપાસ ત્રણ ભાગ બનાવીને ઇમારતને વધુ મોટી બનાવવામાં આવી. આખરે 1837માં રાણી વિક્ટોરિયાની રાજપ્રાપ્તિ વખતે બકિંગહામ પેલેસ બ્રિટિશ રાજાનો સત્તાવાર શાહી મહેલ બન્યો. 19મી સદીના અંતભાગમાં અને 20મી સદીના આરંભમાં, ઇમારતના માળખામાં છેલ્લો મહત્વનો વધારો કરવામાં આવ્યો જેમાં પૂર્વતરફના મોખરાના ભાગનો સમાવેશ થાય છે જે એ પ્રખ્યાત ઝરૂખો ધરાવે છે કે જ્યાં શાહી પરિવાર બહાર ઉભેલી ભીડના અભિવાદન માટે ભેગો થાય છે. જો કે, બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના બોમ્બને લીધે મહેલનું દેવઘર નાશ પામ્યું હતું; તે સ્થળે રાણીની ગૅલેરી બનાવવામાં આવી અને 1962માં તેને લોકો માટે શાહી સંગ્રહની કલાકૃતિઓના પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી.
19મી સદીના આરંભની ઇન્ટીરિયર મૂળ રચનાઓ પૈકીની ઘણી હજું પણ જળવાયેલી છે જેમાં બહોળો વપરાશ ધરાવતા ઉજ્જવળ રંગોભર્યા સ્કાગ્લિયોલા અને સર ચાર્લ્સ લોન્ગની સલાહના આધારે બનાવાયેલા વાદળી તથા ગુલાબી લેપિસનો સમાવેશ થાય છે. રાજા એડવર્ડ સાતમાંની દેખરેખ હેઠળ બેલે ઇપોક ક્રીમ અને સોનેરી રંગ વડે આ મહેલની પુનઃસજાવટની આંશિક કામગીરી થઇ હતી. મહેલના નાના સ્વાગત ખંડો ચીનની રિજન્સી શૈલીમાં સજાવવામાં આવ્યા છે જેનું રાચરચીલું અને ફિટીંગ્સ બ્રાઇગ્ટન ખાતે આવેલું રોયલ પૅવેલિયન તેમજ કાર્લટન હાઉસ ખાતેથી લાવવામાં આવ્યા છે. બકિંગહામ પેલેસનો બગીચો એ લંડનમાં આવેલો સૌથી વિશાળ ખાનગી બગીચો છે.
આ મહેલના સમર ઓપનિંગના ભાગરૂપે, પ્રત્યેક વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મોટાભાગના હિસ્સા દરમિયાન સત્તાવાર અને રાજ્ય સ્વાગત માટે વપરાતા સ્ટેટ રૂમ જાહેર જનતા માટે ખુલ્લાં રહે છે.
ઇતિહાસ
ફેરફાર કરોસ્થળ
ફેરફાર કરોમધ્ય યુગમાં, બકિંગહામ પેલેસનું સ્થળ મેનોર ઓફ એબરી (ઇયા તરીકે પણ ઓળખાય છે)ની મિલકતનો એક ભાગ હતું. આ સ્થળની છિદ્રાળ અને પોચી જમીનને ટાયબર્ન નદીનું પાણી સિંચતું હતું જે હજુ પણ આંગણા અને મહેલના દક્ષિણ ભાગ નીચેથી થઇને વહે છે.[૩] આ નદીને જ્યાં ગાયની પીઠ પર બેસીને પાર કરી શકાય તેવા છીછરાં સ્તરે વહે છે તે સ્થળે આઈ ક્રોસ ગામ વિકસ્યું. આ સ્થળની માલિકીમાં ઘણીવાર પરિવર્તન થયા; જેના માલિકોમાં સૅક્સન સમયગાળાના ઉત્તરાર્ધમાં આવેલા એડવર્ડ ધ કન્ફેસર અને તેની રાણી કેનસોર્ટ એડિથ ઓફ વૅસેક્સ તથા નોર્મન વિજય બાદ આવેલા વિલિયમ ધ કોન્કરરનો સમાવેશ થાય છે. વિલિયમે આ સ્થલ જ્યોફ્રે દ મેન્દેવિલને આપ્યું, જેણે તેને વૅસ્ટમિન્સ્ટર એબીના સાધુઓને વારસામાં આપી દીધું.[૪]
1531માં, હેનરી VIIIએ એટન કૉલેજ પાસેથી સેંટ જૅમ્સની (બાદમાં સેંટ જેમ્સનો મહેલ)[૫] હોસ્પિટલને હસ્તગત કરી, અને 1536માં તેણે વૅસ્ટમિન્સ્ટર એબી પાસેથી મેનોર ઓફ એબરી મેળવ્યું.[૬] લગભગ 500 વર્ષ પૂર્વે વિલિયમ ધ કોન્કરરે આ સ્થળ અન્યને આપી દીધું હતું ત્યારપછી સૌપ્રથમવાર બકિંગહામ પેલેસનું સ્થળ ફરીથી તેની માલિકીમાં થયેલા ફેરફારોને લીધે શાહી પરિવાર પાસે આવ્યું.[૭]
ઘણાં માલિકોએ આ સ્થળને તેના શાહી માલિકો પાસેથી ભાડે મેળવ્યું. 17મી સદી દરમિયાન કોઇપણ પ્રકારના બંધન વિનાની મુક્ત માલિકી એ આવેશમય અનુમાનનો વિષય જ હતો. તે સમય સુધીમાં, જૂનું આઇ ક્રોસ ગામ અવનતિની ગર્તામાં સરી પડ્યું હતું, અને આ વિસ્તારમાં મોટેભાગે પડતર જમીન હતી.[૮] નાણાંની જરૂરિયાતમાં, જેમ્સ Iએ તાજની મુક્ત માલિકીની આ જમીનનો કેટલોક હિસ્સો વેચી નાખ્યો પરંતુ આ સ્થળનો કેટલોક હિસ્સો પોતાની પાસે રાખ્યો, જેના ઉપર તેણે રેશમી કાપડના ઉત્પાદન માટે શેતૂરનો બગીચો4-acre (16,000 m2) સ્થાપ્યો. (આ બગીચો વર્તમાન મહેલના ઉત્તરપશ્ચિમ ખૂણે છે)[૯] એનાર્કિયા એન્ગ્લિકાના (1649)માં ક્લેમેન્ટ વૉકર એસ. જેમ્સના સ્થળે શેતૂરના બગીચામાં નવા બનાવવામાં આવેલા સોડોમ અને સ્પિન્ટ્રીઝનો ઉલ્લેખ કર્યો હતો; આના પરથી એવો સંકેત મળે છે કે આ એક ભોગવિલાસનું સ્થળ રહેલું હોઇ શકે છે. આખરે 17મી સદીના ઉત્તરાર્ધમાં સ્થળની મુક્ત માલિકી સંપત્તિવાન વ્યક્તિ હ્યુ ઔડલી પાસેથી શાહી સ્ત્રી વારસદાર મૅરી ડેવિયસની પાસે આવી.[૧૦]
આ સ્થળે સૌપ્રથમ ઘર
ફેરફાર કરોગોરિંગ હાઉસ
ફેરફાર કરો1624માં સર વિલિયમ બ્લેકનું જે ઘર બન્યું હતું તે આ સ્થળે બનેલું કદાચ સૌપ્રથમ ઘર હતું.[૧૧] ત્યારપછીનો માલિક લોર્ડ ગોરિંગ હતો જેણે 1633થી બ્લેકના ઘરનો વિસ્તાર કર્યો અને વર્તમાન બગીચાનો મોટાભાગનો હિસ્સો વિકસાવ્યો, જે ગોરિંગ ગ્રેટ ગાર્ડન તરીકે જાણીતો બન્યો.[૧૨][૧૩] જો કે, આ શેતૂરના બગીચામાં તે સ્વતંત્ર હિતો જાળવી શક્યો નહિ. ગોરિંગથી અજાણ 1640માં કિંગ ચાર્લ્સ પ્રથમ લંડન ભાગી ગયો તે પહેલા દસ્તાવેજ ગ્રેટ સીલ મંજૂર કરાવવામાં નિષ્ફળ રહ્યો હતો. જે કાનૂની અમલ માટે જરૂરી હતું.[૧૪] (આ એવી મહત્ત્વની બાબત બાકાત રખાઇ હતી જેણે બ્રિટીશ શાહી પરિવારને રાજા જ્યોર્જ ત્રીજા હેઠળ મુક્ત કબજો મેળવવામાં મદદ કરી હતી.)[૧૫]
આર્લિંગ્ટન હાઉસ
ફેરફાર કરોઉડાઉ ગોરિંગ ભાડુ ચૂકવવામાં નિષ્ફળ રહ્યો હતો[૧૬] આર્લિંગ્ટનના પ્રથમ ઉમરાવ હેન્રી બેનેટએ હવેલી મેળવી હતી અને 1674માં જ્યારે તેને સળગાવી દેવામાં આવી હતી ત્યારે તે તેમાં રહેતો હતો. આ હવેલી અત્યારે ગોરિંગ હાઉસ તરીકે જાણીતી છે.[૧૩] બીજા વર્ષે આજના મહેલની દક્ષિણ તરફની વિંગ પર આર્લિંગ્ટન હાઉસ ઉભું કરાયું હતું[૧૩] અને તેનો ફ્રીહોલ્ડ 1702માં ખરીદવામાં આવ્યો હતો.
બકિંગહામ હાઉસ
ફેરફાર કરોહાલના મહેલના બાંધકામનો મહત્વનો ભાગ ધરાવતા ઘરને સૌપ્રથમવાર 1703માં બકિંગહામના ઉમરાવ અને નોર્મનબાય માટે બનાવવામાં આવ્યું હતું, તેની રચના વિલિયમ વાઇન્ડે કરી હતી. આ માટે પડખે બે નાની સર્વિસ વિંગ ધરાવતા ત્રણ માળના વિશાળ મધ્યસ્થ બ્લોકની શૈલી પસંદ કરવામાં આવી હતી.[૧૭] આખરે 1761[૨]માં બકિંગહામના વંશજ સર ચાર્લ્સ શેફિલ્ડે £21,000[૧૮]ની (£Error when using &#૧૨૩;&#૧૨૩;Inflation&#૧૨૫;&#૧૨૫;: &#૧૨૪;index&#૬૧;UK
(parameter ૧) not a recognized index. પ્રમાણે૨૦૨૪) કિંમતે બકિંગહામ હાઉસને જ્યોર્જ ત્રીજાને વેચી દીધું હતું.[૧૯]
પોતાના દાદા જ્યોર્જ બીજાની જેમ જ, જ્યોર્જ ત્રીજાએ પણ શેતૂરના બગીચાને વેચવાનો ઇનકાર કરી દીધો, જેથી શેફિલ્ડ આ સ્થળની સંપૂર્ણ માલિકી ખરીદવામાં નિષ્ફળ રહ્યો હતો. જ્યારે શેફિલ્ડે બકિંગહામ હાઉસનું વેચાણ કરતા તે રાજવી કુટુંબના હાથમાં આવ્યું.
રાણીના ઘરથી મહેલ સુધી
ફેરફાર કરોઆ ઘરનો મૂળ હેતુ ખાનગી એકાંતવાસ માટેનો હતો, અને ખાસ કરીને રાણી ચારલેટના કિસ્સામાં તે રાણીના ઘર[૨૦] તરીકે જાણીતું બન્યું હતું - તેના 15 બાળકો પૈકીના 14 આ ઘરમાં જન્મ્યાં હતા. સેંટ જેમ્સ પેલેસ સત્તાવાર અને ઔપચારિકપણે શાહી રહેઠાણ તરીકે રહ્યો.[૨૧]
1762માં આ માળખાના પુનઃઘડતરની પ્રક્રિયા શરૂ થઈ.[૨૨] 1820માં પોતાના રાજ્યારોહણ બાદ, પંચમા જ્યોર્જે એક નાના અને આરામદાયક ઘરના વિચાર સાથે આ ઘરના પુનરોદ્ધારને આગળ ધપાવ્યું. આ ઘરનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન, 1826માં, રાજાએ પોતાના સ્થપતિ જોન નેશની મદદ વડે આ ઘરમાં ફેરફાર કરીને તેને એક મહેલ બનાવવાનો નિર્ણય કર્યો.[૨૩] કેટલુંક રાચરચીલું કાર્લટન હાઉસથી લાવવામાં આવ્યું અને બાકીનું ફ્રાન્સની ક્રાંતિ બાદ ફ્રાન્સમાં ખરીદવામાં આવ્યું હતું.[૨૪] આ મહેલનો બાહ્ય હિસ્સામાં પંચમ જ્યોર્જની પસંદગી પ્રમાણે ફ્રેન્ચ નિયો-ક્લાસિકલ શૈલીમાં બનાવવામાં આવ્યો હતો. પુનરોદ્ધારના ખર્ચમાં અસામાન્યપણે વધારો થયો અને 1829 સુધીમાં, ડિઝાઇનોમાં નેશે કરેલા અતિરેકને કારણે સ્થપતિપદેથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી. 1830માં પંચમ જ્યોર્જના મૃત્યુ સમયે, તેના નાના ભાઈ વિલિયમ પાંચમાએ આ કામને પૂરું કરાવવા માટે એડવર્ડ બ્લોરને રોક્યો.[૨૫][૨૬] 1834માં એક આગમાં વર્તમાન નેમસેક નાશ પામ્યા બાદ, એક તબક્કે, વિલિયમે આ મહેલને સંસદના નવા ગૃહમાં રૂપાંતરિત કરવાનો વિચાર કર્યો હતો.[૨૭]
સમ્રાટનું ઘર
ફેરફાર કરોઆખરે 1837માં, રાણી વિક્ટોરિયાના રાજ્યારોહણ વખતે,[૨૮] બકિંગહામ પેલેસ મુખ્ય શાહી રહેઠાણ બન્યું, તેમનો પૂર્વગામી વિલિયમ ચોથો આ મહેલનું ચણતર પૂરું થાય તે પૂર્વે જ મૃત્યુ પામ્યો હતો તેથી રાણી વિક્ટોરિયા આ મહેલમાં રહેનાર સૌપ્રથમ સમ્રાટ બન્યા.[૨૯] સ્ટેટ રૂમમાં સૌંદર્ય અને રંગોની ભરમાર હતી તેવા સમયે, નવા મહેલમાં જરૂરિયાતની ચીજો વત્તાઓછાં અંશે ઓછી વૈભવી હતી. એક વસ્તુ માટે નોંધવામાં આવ્યું હતું કે ચીમનીનો એટલો બધો ધૂમાડો ઓકતી હતી કે અગ્નિને શાંત પાડવી પડતી હતી અને બાદમાં કોર્ટ બર્ફિલા ભભકામાં શરકી જતો હતો.[૩૦] હવાની અવરજવરની વ્યવસ્થા એટલી તો ખરાબ હતી કે રાસરચીલામાં દુર્ગંધ આવતી, અને જ્યારે ગેસથી ટમટમતાં દીવા બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે નીચેના માળોમાં ગેસ ભરાવા અંગેની ગંભીર દહેશત જાગી હતી. એવું પણ કહેવાતું હતું કે આ મહેલના કર્મચારીઓ બેદરકાર અને આળસુ હતા અને મહેલ ગંદો હતો.[૩૦] 1840માં રાણીના લગ્ન બાદ, ખુદ તેમના પતિ પ્રિન્સ આલ્બર્ટને હાઉસહોલ્ડ ઓફિસો અને કર્મચારીઓ, તથા આ મહેલની રચનામાં રહેલી ખામીઓ અંગે ચિંતા થઇ આવી. વર્ષ 1840 પૂરું થતા સુધીમાં તમામ ખામીઓ સુધારી લેવામાં આવી. જો કે, એક દશકની અંદર જ બાંધકામની કામગીરી પુનઃ શરૂ થઈ.
1847 સુધીમાં, આ દંપતિને પોતાના કોર્ટ જીવન અને તેમના વધતા જતા કુટુંબ માટે આ મહેલ નાનો જણાવા લાગ્યો,[૩૧] અને પરિણામે એડવર્ડ બ્લોરની ડિઝાઇનને આધારે થોમસ ક્યુબિટે[૩૨] વચ્ચેના ચોકની ફરતે નવાં હિસ્સાનું બાંધકામ કર્યું. ધ મોલની સામેનો વિશાળ પૂર્વ ભાગ આજે બકિંગહામ પેલેસનો "જાહેર ચહેરો" બની ગયો છે અને આ ભાગ એક અટારી ધરાવે છે જેમાંથી શાહી પરિવાર યાદગાર પ્રસંગોએ અને દર વર્ષે ટ્રૂપિંગ ધ કલર બાદ જાહેર જનતાનું અભિવાદન સ્વીકારે છે. આ સમયગાળા દરમિયાન બૉલરૂમનો ભાગ અને સ્ટેટ રૂમ્સનો વધુ એક ઓરડો પણ બનાવવામાં આવ્યો, જેની રચના નૅશના વિદ્યાર્થી સર જેમ્સ પેનેથ્રોને બનાવી હતી.
પ્રિન્સ આલ્બર્ટના મૃત્યુ પૂર્વે, આ મહેલમાં વારંવાર સંગીતમય મનોરંજનના દૃશ્યો જોવા મળતા,[૩૩] અને તત્કાલીન મહાન સંગીતકારોએ બકિંગહામ પેલેસમાં મનોરંજન પીરસ્યું હતું. સંગીત કમ્પોઝર ફેલિક્સ મેન્ડેલ્સોહને આ મહેલમાં ત્રણ વખત સંગીત પીરસ્યું હોય તેવું જાણવા મળ્યું છે.[૩૪] જોહન સ્ટ્રોસ બીજો અને તેમનું સંગીત મંડળ જ્યારે ઇંગ્લેન્ડમાં હતું ત્યારે તેમણે આ મહેલમાં સંગીત આપ્યું હતું.[૩૫] 1849માં રાણીની પુત્રી રાજકુમારી એલિસના સન્માનમાં આ મહેલ ખાતે યોજાયેલા એક સમારોહમાં સ્ટ્રોસનું "એલિસ પોલ્કા" સૌપ્રથમવાર રજૂ થયું હતું.[૩૬] વિક્ટોરીયાના સત્તાકાળ દરમિયાન, બકિંગહામ પેલેસમાં રોજીંદા શાહી સમારોહ, પદવી સમારોહ અને રજૂઆતો ઉપરાંત અવારનવાર કોસ્ચ્યુમ બૉલ્સના દૃ્શ્યો જોવા મળતા.
1861માં વિધવા થયા બાદ, શોકાતુર રાણીએ જાહેર જીવન ત્યજીને બકિંગહામ પેલેસ છોડીને વિન્ડસર કૅસલ, બાલ્મોરલ કૅસલ અને ઓસ્બોર્ન હાઉસ ખાતે રહ્યાં. ઘણાં વર્ષો સુધી આ મહેલનો ભાગ્યે જ ઉપયોગ થતો, અને તેના પ્રત્યે બેદરકારી સેવવામાં આવી. આખરે, જાહેર અભિપ્રાયને કારણે રાણીએ લંડન પરત આવવું પડ્યું, તેમ છતાં તેણે શક્ય હતું ત્યા સુધી અન્યત્ર રહેવાનું પસંદ કર્યું. દરબારના સમારોહ હજુ પણ આ મહેલના બદલે વિન્ડસર કૅસલ ખાતે યોજાતા હતા, જેના પ્રમુખ સ્થાને હંમેશા મુજબ સાદા અને શોકના કાળા વસ્ત્રોમાં તૈયાર થયેલા રાણી રહેતા, જ્યારે બકિંગહામ પેલેસ મોટાભાગના વર્ષો દરમિયાન બંધ રહ્યો.[૩૭]
આંતરિક રચના
ફેરફાર કરોઆ મહેલનું માપ 108 મીટર ગુણ્યાં 120 મીટરનું છે, તે 24 મીટરની ઊંચાઇ અને 77,000 ચોરસ મીટર (828,818 ચોરસફીટ)ની ભોંયતળિયાની જગ્યા ધરાવે છે.[૩૮] આ મહેલની પાછળના પશ્ચિમમુખી બગીચાની પાછળ મુખ્ય ઓરડાઓ પિયાનો નોબાઇલ ધરાવતા હતા. અત્યંત અલંકૃત સ્ટેટ રૂમ્સની મધ્યમાં સંગીત કક્ષ છે, આ ભાગની મુખ્ય વિશેષતા તેની વિશાળ કમાન છે. સંગીત કક્ષની પડખે વાદળી અને સફેદ રંગમાં રંગાયેલા ઓરડાઓ છે. આ ઓરડાની મધ્યમાં, પિક્ચર ગૅલેરી આવેલી છે જે સ્ટેટ રૂમ સાથે સાંકળતી પરસાળની ભૂમિકા ભજવે છે, આ ગૅલેરી ટોપ-લિટ અને 55 વાર (50 મીટર) લાંબી છે.[૩૯] આ ગૅલેરી વિખ્યાત કલાકૃતિઓ છે જેમાં રેમ્બ્રાન્ડ, વૅન ડાયેક, રુબેન્સ અને વેર્મિઅર;[૪૦][૪૧]ની કૃતિઓનો સમાવેશ થાય છે, પિક્ચર ગૅલેરીમાં થઈને થ્રોન રૂમ અને ગ્રીન ડ્રોઇંગ રૂમમાં જવાય છે. ગ્રીન રૂમ જે છે તે થ્રોન (તાજ) રૂમમાં પ્રવેશવા માટેના વિશાળ પ્રવેશદ્વારની પણ ગરજ સારે છે, અને તે ગ્રાન્ડ સ્ટેરકેસ (દાદરા)ની ઉપર આવેલા ગાર્ડ રૂમથી રાજગાદી ઓરડા સુધી જવા માટેના ઔપચારિક માર્ગનો હિસ્સો છે.[૩૯] ગાર્ડ રૂમમાં રાણી વિક્ટોરીયા અને પ્રિન્સ આલ્બર્ટની આરસપહાણમાંથી બનેલી મૂર્તિઓ છે, જે રોમન પહેરવેશમાં છે. આ મૂર્તિઓ એક ઓટલા પર છે જેની પાછળની ભીંત પર નકશીદાર કાપડ છે. આ ઔપચારિક ઓરડાઓ સત્તાવાર અને ઔપચારિક મનોરંજન કાર્યક્રમ માટે જ વપરાય છે, પરંતુ આ ઓરડાઓ દર વર્ષે ઊનાળામાં જાહેર જનતા માટે ખુલ્લાં રહે છે.
સ્ટેટ એપાર્ટમેન્ટ્સની બરોબર નીચે ગ્રાન્ડ રૂમથી સ્હેજ ઉતરતી કક્ષાનો ઓરડો આવેલો છે જે સેમી-સ્ટેટ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે. આ ઓરડાઓની શરૂઆત આરસપહાણના હોલથી શરૂ થાય છે, આ ઓરડાઓ બપોરના ભોજન અને ખાનગી લોકોના ઓછાં ઔપચારિક મનોરંજક કાર્યક્રમો માટે વપરાય છે. કેટલાક રૂમોને ખાસ મુલાકાતીઓનું નામ આપીને અંલકૃત કરવામાં આવ્યો છે, દાખલા તરીકે 1844 રૂમ , આ નામ એ વર્ષ પરથી આપવામાં આવ્યું છે જે વર્ષે રશિયાના સમ્રાટ નિકોલસ પહેલાએ સત્તાવાર મુલાકાત લીધી હતી, બો રૂમની બીજી બાજુએ 1855 રૂમ આવેલો છે, આ નામ ફ્રાન્સના નેપોલિયન ત્રીજાની મુલાકાતના માનમાં આપવામાં આવેલું છે.[૪૨] આ ઓરડાની મધ્યમાં બો રૂમ આવેલો છે, દર વર્ષે આ રૂમમાં થઈને પેલી તરફ આવેલા બગીચામાં રાણીની ગાર્ડન પાર્ટીઓમાં સેંકડો મહેમાનો જતા હોય છે.[૪૩] ઉત્તર ભાગમાં આવેલા ઓરડાઓ પૈકીના એક નાના રૂમનો રાણી અંગતપણે ઉપયોગ કરે છે.
1847 અને 1850ની વચ્ચેના ગાળામાં, જ્યારે બ્લોર પૂર્વ તરફના નવા ભાગનું બાંધકામ કરી રહ્યો હતો ત્યારે, બ્રાઇટન પૅવિલિયનનુ રાચરચીલું ફરી એકવાર ચોરાઇ ગયું હતું. પરિણામરૂપે, નવા હિસ્સાના ઓરડાઓ પૈકીના ઘણાં ઓરડાઓ દેખીતી રીતે જ પૂર્વીય વાતાવરણ ધરાવે છે. લાલ અને બ્લ્યૂ ચાઇનીઝ લંચિયન રૂમ બ્રાઇટન બેન્ક્વેટિંગ અને સંગીત કક્ષના ભાગોમાંથી તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ આ રૂમમાં એક ચીમની છે જેની રચના ડબ્લ્યૂ. એમ. ફીથમે બનાવી છે.પીળા દીવાન ખંડમાં વૉલપેપર છે જે 1817માં બ્રાઇટન સલૂન માટે આવ્યું હતું, અને આ ખંડમાં ચીમનીનો નમૂનો છે તે ચીનનાં સમકક્ષના દેખાવ અંગેનું યુરોપીયન રૂપ છે, આ ચીમની શાખાઓ ધરાવતા મન્ડારિનના છોડની સાથે અનોખા અને બિહામણાં ડ્રેગનોની કલાકૃતિથી ભરપૂર છે, તેની રચના રોબર્ટ જોન્સે કરી હતી.[૪૪]
આ વિન્ગની મધ્યમમાં મધ્ય ખંડની સાથે પેલી પ્રસિદ્ધ અટારી છે, તેના કાચના દરવાજાની પાછળ સેન્ટર રૂમ આવેલો છે. આ એક ચાઇનીઝ-શૈલીનું સલૂન છે જેમાં રાણી મેરી દ્વારા વધારો કરવામાં આવ્યો હતો, તેઓએ ડિઝાઇનર સર ચાર્લ્સ એલમ સાથે મળીને 1920ના દશકના આખરી ભાગમાં વધુ "મહત્વપૂર્ણ"[૪૫] ચાઇનીઝ થીમનું સર્જન કર્યું હતું, અલબત્ત આ રૂમના લાખના દરવાજા 1873માં બ્રાઇટનથી લાવવામાં આવ્યા હતા. પૂર્વ વિન્ગના મુખ્ય ભાગો ની જોડે જોડે ગ્રેટ ગેલેરી લંબાય છે, જેને સામાન્યરીતે મુખ્ય માર્ગ તરીકે ઓળખવામાં આવે છે, જે મહેલની પૂર્વ બાજુએ પથરાયેલી છે.[૪૬] તેમાં અરીસાવાળાં દરવાજા છે, અને અરીસાવાળી ક્રોસ દીવાલો પોર્સિલિન પેગોડાને પ્રતિબિંબિત કરે છે તથા અન્ય પૂર્વીય ફર્નિચર બ્રાઇટનથી લાવવામાં આવ્યું છે. બપોરનું ભોજન લેવા માટેનો ચીની શૈલીન ખંડ તથા પીળો દીવાન ખંડ આ ગેલેરીના સામસામાં છેડે આવેલો છે, જ્યારે મધ્ય ખંડ દેખીતી રીતે જ મધ્યમાં આવેલો છે.
19મી સદીના પ્રારંભ દરમિયાનની આંતરિક સજાવટની મૂળ રચનાઓ પૈકીની ઘણી હજુ પણ જળવાઇ રહી છે જેમાં ઉજળા રંગોનો વ્યાપક ઉપયોગ ધરાવતા સ્કાગ્લિયોલા અને સર ચાર્લ્સ લોન્ગની સલાહના આધારે બનેલા વાદળી તથા ગુલાબી લેપિસનો પણ સમાવેશ થાય છે. રાજા એડવર્ડ સાતમાંએ બેલે એપોક ક્રીમ અને સોનેરી રંગની સ્કીમમાં કરાયેલી પુર્નસજાવટ પર આંશિકપણે દેખરેખ રાખી હતી.[૪૭] બ્રિટનમાં સત્તાવાર મુલાકાત દરમિયાન, વિદેશી રાષ્ટ્રના વડાઓને રાણી દ્વારા સામાન્યરીતે બકિંગહામ પેલેસ ખાતે સત્કારવામાં આવે છે. તેમને ઓરડાઓના એક મોટા સમૂહની ફાળવણી કરવામાં આવે છે જેને બેલ્જિયન સ્યૂટ કહેવામાં આવે છે, જે મિનિસ્ટરની સીડીની નીચે અને ઉત્તરે બગીચાની સામેની મહેલની વિન્ગના ભોંયતળિયે આવેલો છે. ઓરડાઓના આ જૂથને સાંકડા માર્ગો પરસ્પર સાંકળે છે. સોસર ડોમની રચના નૅશે સોઆન શૈલીમાં કરી છે.[૪૮] આ ઓરડાઓના બીજા માર્ગમાં ગોથિક સ્થાપત્યનો પ્રભાવ ધરાવતું ક્રોસ ઓવર વૌલ્ટિંગ જોવા મળે છે.[૪૮] બેલ્જિયન ઓરડાઓને તેમની વર્તમાન શૈલીમાં સજાવવામાં આવેલા છે અને તે ઓરડાઓનું નામ પ્રિન્સ આલ્બર્ટના કાકા અને બેલ્જિયનનાં પહેલા રાજા લિયોપોલ્ડ પહેલોના નામ પરથી રાખવામાં આવ્યું છે. જો કે, તે વખતે આ ઓરડાઓ માત્ર વિદેશી રાષ્ટ્રોના વડાઓ માટે જ આરક્ષિત રાખવામાં આવતા નહોતા; 1936માં, આ ઓરડાઓ ટૂંક સમય માટે મહેલના ખાનગી ખંડ બની ગયા હતા, તે વખતે એડવર્ડ આઠમો આ ઓરડાઓ વાપરતો હતો.[૪૯]
દરબારના સમારંભો
ફેરફાર કરોદરબારનો પોશાક
ફેરફાર કરોઔપચારિકરીતે, લશ્કરી ગણવેશ નહીં પહેરેલ વ્યક્તિ 18મી સદીની જેવો ઘૂંટણ નીચે તંગ બેસતો ચોરણો પહેરે છે. સ્ત્રીઓના સાંજના પોશાકમાં મુશ્કેટાટ અને ઝૂલવાળો પોશાક અને શંકુ આકારનો મુગટ અથવા વાળમાં પીંછા (અથવા બન્ને)નો સમાવેશ થાય છે.
પોશાકની સંહિતામાં દરબારના ઔપચારિક ગણવેશ અને પોશાકમાં જમાના સાથે છૂટછાટ આપવામાં આવી છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ, રાણી મેરીને સ્કર્ટને જમીનથી થોડાક ઈંચ ઉંચે સુધી ટૂંકુ કરવાની ફેશનને અનુસરવાની ઇચ્છા થઇ, તેણે રાજાની પ્રતિક્રિયા જાણવા માટે લેડી-ઇન-વેઇટિંગને તેના પોતાના સ્કર્ટને ટૂંકું કરવા વિનંતી કરી. રાજા પંચમા જ્યોર્જને આ જોઈને આઘાત લાગ્યો અને રાણીના સ્કર્ટની લાઇન કોઇ ફેશન વિના નીચી જ રહી.[૫૦] ત્યારબાદ, રાજા પંચમ જ્યોર્જ અને તેમની પત્ની રાણી એલિઝાબેથે દિવસમાં પહેરવામાં આવતા સ્કર્ટની લંબાઈ ઘટાડવાની છૂટ આપી.
આજે કોઇ જ સત્તાવાર પોશાક સંહિતા નથી.[૫૧] દિવસના સમયગાળામાં બકિંગહામ પેલેસમાં આમંત્રિત કરાતા મોટાભાગના લોકો સર્વિસ ગણવેશ અથવા મોર્નિંગ કોટ અને સાંજે સમારંભની ઔપચારિકતાના આધારે બ્લેક ટાઇ અથવા વ્હાઇટ ટાઇ પહેરવાનું પસંદ કરે છે. જો સમારંભ "વ્હાટ ટાઇ"નો હોય તો સ્ત્રીઓ, જો તેમની પાસે હોય તો, શંકુ આકારનો મુગટ પણ પહેરે છે.[૪૯]
આંગુતકની વિધિસરની ઓળખાણ
ફેરફાર કરોરાજા સમક્ષ થ્રોન રૂમમાં ઉમરાવવર્ગની કન્યાઓની દરબારમાં વિધિસરની ઓળખાણ થાય છે. આ કન્યાઓ ડેબ્યુટન્ટ તરીકે ઓળખાય છે, અને આ સમારંભને "કમિંગ આઉટ" તરીકે ઓળખવામાં આવે છે, જે સમાજમાં તેમના સૌપ્રથમ પ્રવેશના પ્રતીકરૂપ છે. ડેબ્યુટન્ટ્સ સંપૂર્ણપણે દરબારનો પોશાક પહેરે છે, અને પોતાના વાળમાં શાહમૃગના ત્રણ ઊંચા પીંછા ધારણ કરે છે. અહીં તેઓ દરબારમાં પ્રવેશ કરે છે, ઘૂંટણિયે પડીને ઔપચારિક સલામ કરે છે, એક નૃત્યસભર બૅકવર્ડ વૉક કરે છે અને વધુ એક ઔપચારિક સલામ કરે છે, તે દરમિયાન તેમણે નિર્ધારિત લંબાઈ ધરાવતો ઝૂલવાળો ડ્રેસ પહેરેલો હોય છે. (આ સમારંભ ઇવનિંગ કોર્ટસ તરીકે ઓળખાય છે, અગાઉના સત્તાકાળોમાં આ સમારંભ "કોર્ટ ડ્રોઇંગ રૂમ્સ"માં થતો હતો.)
1958માં, રાણીએ ડેબ્યુટન્ટ્સની વિધિસરની ઓળખાણ માટેના સમારંભો નાબૂદ કર્યાં,[૫૨] તેના સ્થાને ગાર્ડન પાર્ટીઓ શરૂ કરી.[૫૩] આજે, થ્રોન રૂમનો ઉપયોગ રાણી પોતાની જયંતી પર આપે છે તે પ્રકારના ઔપચારિક સંબોધન માટે થાય છે. શાહી લગ્નના ચિત્ર અને પરિવારના ફોટોગ્રાફ્સ આ થ્રોનનાં મંચ ઉપર જ લેવામાં આવે છે.
====પદવી સમારંભ
==
ફેરફાર કરો1854માં બનેલા મહેલના બૉલરૂમમાં પદવીદાન સમારંભ, જેમાં તલવાર સહિત નાઇટહૂડનો ખિતાબ એનાયત કરાય છે, અને અન્ય પુરસ્કાર સમારંભો યોજાય છે. 36.6 m (120.08 ft) લંબાઇ, 18 m (59.06 ft)પહોળાઇ તથા 13.5 m (44.29 ft) ઊંચાઇ[૫૪] (120' X 59' X 44' 3.5")ની દ્રષ્ટિએ, મહેલનો આ સૌથી વિશાળ ખંડ છે. મહત્વ અને વપરાશની દ્રષ્ટિએ આ ખંડે થ્રોન રૂમનું સ્થાન લીધું છે. પદવી સમારંભ દરમિયાન, રાણી થ્રોનના મંચ ઉપર એક વિશાળ, ગુંબજ આકારના ચંદરવાની હેઠળ ઊભી રહે છે. આ ચંદરવાને શામિયાણા અથવા બાલ્દેચિન તરીકે પણ ઓળખવામાં આવે છે અને 1911માં દિલ્હી ખાતે યોજાયેલા શાહી દરબારમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.[૫૫] પુરસ્કાર સ્વીકારનારાઓ રાણીની નજીક પહોંચીને તેમનો ખિતાબ મેળવે એટલે સંગીતકારોની અટારીમાં સૈન્યનું બૅન્ડ સંગીત ગાડે છે અને તેમના કુટુંબીજનો અને મિત્રો તેમને નીહાળે છે.[૫૬]
સત્તાવાર ભોજનસમારંભ
ફેરફાર કરોબૉલરૂમમાં સત્તાવાર ભોજનસમારંભ પણ યોજાય છે; આ ઔપચારિક રાત્રિ ભોજન સમારંભો બ્રિટનની મુલાકાતે આવેલા કોઇ રાષ્ટ્રના વડાની મુલાકાતની પ્રથમ રાત્રિએ યોજાય છે.[૫૬] આ પ્રસંગે, 150 અથવા તેથી વધુ મહેમાનો ઔપચારિક "સફેદ ટાઇ અને શોભાત્મક પહેરવેશ"માં અને સ્ત્રીઓ શંકુ આકારના મુગટમાં સજ્જ હોય છે, તેઓ સોનાની પ્લેટોમાં ભોજન લઇ શકે છે. પ્રત્યેક નવેમ્બરમાં બકિંગહામ પેલેસમાં સૌથી વિશાળ અને સૌથી ઔપચારિક સત્કાર સમારંભ યોજાય છે, તે વખતે રાણી લંડનમાં રહેતા વિદેશી રાજનીતિજ્ઞોના જૂથના સદસ્યોને સત્કારે છે.[૫૭] આ પ્રસંગે, તમામ સ્ટેટ રૂમોનો ઉપયોગ થાય છે, કારણ કે શાહી પરિવાર તેમાં થઈને પસાર થાય છે[૫૮], તેની શરૂઆત ચિત્ર ગૅલેરીના ઉત્તરીય દરવાજામાંથી થાય છે. નૅશની કલ્પના અનુસાર, તમામ વિશાળ તથા બે અરીસા ધરાવતા દરવાજા ખુલ્લા રહે છે, જેઓ અસંખ્ય ક્રિસ્ટલ દીવાઓ, મીણબત્તીઓને પ્રતિબિંબિત કરે છે, જેને લીધે આકાશ અને પ્રકાશના યુક્તિપૂર્વકના દૃષ્ટિગમ્ય ભ્રમણા ઊભી થાય છે.
અન્ય સમારંભો અને પ્રસંગો
ફેરફાર કરોનવા રાજદૂતોના સત્કાર જેવા નાના સમારંભો "1844 રૂમ"માં યોજાય છે. અહીં પણ રાણી નાની લંચ પાર્ટીનું આયોજન કરે છે, અને ઘણીવાર પ્રિવી કાઉન્સિલની બેઠક પણ યોજે છે. ઘણીવાર કમાનાકાર અને ગુંબજ ધરાવતા સંગીત ખંડ અથવા સ્ટેટ ભોજન ખંડમાં વિશાળ લંચ પાર્ટીઓ યોજાય છે. તમામ ઔપચારિક પ્રસંગોએ યોજાતા સમારંભોમાં યોમેન ઓફ ધ ગાર્ડ પણ તેમના ઐતિહાસિક ગણવેશમાં ઉપસ્થિત રહે છે, અને દરબારના લોર્ડ ચેમ્બરલિન જેવા અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહે છે.[૫૯]
બીજા વિશ્વયુદ્ધમાં મહેલના દેવઘર પર બોમ્બમારો થયો ત્યારથી શાહી પરિવારમાં નામકરણની વિધિ ક્યારેક સંગીત ખંડમાં યોજાય છે. રાણીના પ્રથમ ત્રણ સંતાનોની ધર્મ દીક્ષાની વિધિ અહીં[૬૦]ના પવિત્ર પાણી માટેના ખાસ સોનેરી પાત્રમાં યોજાઇ હતી. રાજકુમાર વિલિયમની નામકરણની વિધિ પણ સંગીત ખંડમાં યોજાઇ હતી, જો કે, તેમના ભાઈ, રાજકુમાર હેરીની વિધિ વિન્ડસરના સેંટ જ્યોર્જ'સ ચૅપલ ખાતે થઇ હતી.
વર્ષના સૌથી વિશાળ સમારંભોમાં રાણીની બગીચાની પાર્ટીઓનો સમાવેશ થાય છે, જેમાં બગીચામાં 8,000 સુધીની સંખ્યામાં આમંત્રિતો ઉમટે છે.
આધુનિક ઇતિહાસ
ફેરફાર કરો1901માં, એડવર્ડ VII ના રાજ્યાભિષેકને પગલે આ મહેલમાં નવેસરથી પ્રાણ પૂરાયા. નવા રાજા અને તેમની પત્ની રાણી એલેક્ઝાન્ડ્રા હંમેશા લંડનના ઉચ્ચ વર્તુળો, અને તેમના મિત્રોમાં મોખરે રહેતા આવ્યા હતા, તેઓ "માર્લબોરો હાઉસ સેટ" તરીકે ઓળખાતા હતા, તેઓ તેમના યુગમાં સૌથી જાણીતા અને ફેશનેબલ માનવામાં આવતા હતા. રાજા એડવર્ડ સાતમાએ બકિંગહામ પેલેસના- બોલરૂમ, મુખ્ય પ્રવેશદ્વાર, માર્બલ હોલ, મુખ્ય સીડી, વૅસ્ટિબ્યુલીસ અને ગેલેરીઓની પુનઃ સજાવટ કરાવી હતી, આ ખંડોમાં આજે જે બેલે ઇપોક ક્રીમ અને સોનેરી રંગનું પ્રયોજન જોવા મળે છે તે હજુપણ રાજવી વૈભવ અને ઠાઠની અનુભતિ કરાવે છે. ઘણા લોકો એવું માને છે કે રાજા એડવર્ડે ભારે પ્રમાણમાં મહેલની પુનઃ સજાવટ કરાવી તે નૅશની મૂળભૂત કામગીરી સાથે બંધબેસતી નથી.[૬૧] જો કે, તે આશરે એકસો વર્ષથી ટકી રહેલી છે.
1913માં રાજા પંચમ જ્યોર્જના સત્તાકાળ દરમિયાન, છેલ્લું સૌથી મહત્વનું બાંધકામ થયું, ત્યારે સર એસ્ટન વૅબએ બ્લોરે 1850માં પૂર્વમાં બનાવેલા આગળના હિસ્સાની પુર્નરચના કરી હતી, જે ચેશાયરમાં જિયાકોમો લેઓનીના લાયમે પાર્કને આંશિકપણે મળતી આવે છે. મહેલનાં નવા બાહ્ય ભાગ (પોર્ટલેન્ડ પથ્થરનો)ની રચના વિક્ટોરિયા સ્મારકની પાશ્ચાદભૂમિ તરીકે કરવામાં આવી હતી, વિક્ટોરીયા સ્મારક એ રાણી વિક્ટોરિયાની એક વિશાળ સ્મારક પ્રતિમા છે, જે મુખ્ય દરવાજાની બહાર મૂકવામાં આવી છે.[૬૨] એડવર્ડ સાતમાં પછી 1910માં આવેલા પંચમ જ્યોર્જ તેમના પિતા કરતા વધુ ગંભીર વ્યક્તિત્વ ધરાવતા હતા; તેમણે વૈભવી પાર્ટીઓને બદલે સત્તાવાર સત્કાર અને રાજવી ફરજો પર વધુ ભાર મૂક્યો.[૬૩] તેમણે જાઝ સંગીતકારો ધરાવતા ઓરિજિનલ ડિક્સીલેન્ડ જાઝ બૅન્ડ (1919) - રાષ્ટ્રના વડા માટેનું સૌપ્રથમ જાઝ પરફોર્મન્સ, સિડની બેકેટ અને લ્યુઇસ આર્મસ્ટ્રોન્ગ (1932) જેવા શ્રેણીબદ્ધ કમાન્ડ પરફોર્મન્સ યોજ્યાં, લ્યુઇસ આર્મસ્ટ્રોન્ગના પરફોર્મન્સને પગલે 2009માં મહેલને બ્રેકન જાઝ ફેસ્ટિવલ દ્વારા યુનાઇટેડ કિંગડમમાં જાઝ સંગીતમાં સૌથી વધુ યોગદાન આપનારા સ્થળો પૈકીના એક સ્થળ તરીકે (કાઇન્ડ ઓફ) બ્લ્યૂ પ્લાક માટેનું નોમિનેશન મેળવી આપ્યું હતું.[૬૪][૬૫] જ્યોર્જ પાંચમાની પત્ની રાણી મેરી કલાની કદરદાન હતી, અને તેણે ફર્નિચર તથા કલાના શાહી સંગ્રહની પુર્નસ્થાપના અને તેની વૃદ્ધિમાં ગંભીર રસ લીધો. રાણી મેરીએ ઘણાં નવા ફિક્સ્ચર અને જડતરકામ કરાવ્યું હતું જેમાં આરસપહાણના એમ્પાયર-શૈલીના બેન્જામિન વુલિયમીએ બનાવેલા અને 1810ના સમયની ચીમનીની જોડી જેવા નમૂનાઓનો સમાવેશ થાય છે, જેને રાણીએ બો રૂમના ભોંયતળિયે બગીચાની સામેના ખંડની મધ્યે વિશાળ લો રૂમમાં મૂકાવી હતી. રાણી મેરીએ બ્લ્યૂ દીવાન ખંડની સજાવટ પણ કરાવી હતી.[૬૬] આ ખંડ 69 ફીટ (21 મીટર) લાંબો છે, જે અગાઉ દક્ષિણનો દીવાન ખંડ તરીકે ઓળખાતો હતો. નૅશે તેની છતની રચના ખાસ વિશાળ સોનાના ઢોળવાળાં કોન્સોલ બ્રેકેટ વડે કરી હતી.[૬૭]
1999માં રોયલ કલેક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા એક પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં એવો અહેવાલ હતો કે આ મહેલ 19 સ્ટેટ રૂમ, 62 મુખ્ય શયનખંડ, 188 કર્મચારીઓના શયનખંડ, 92 ઓફિસો અને 78 સ્નાનઘર ધરાવે છે.[૬૮] આમ આ સંખ્યા ઘણી મોટી લાગે છે, તેવા સમયે સેન્ટ પિટર્સબર્ગમાં આવેલા રશિયાના શાહી મહેલો અને રોમમાં સાર્કોઝી સેલો, પેપલ પેલેસ, મેડ્રિડના શાહી મહેલ, સ્ટોકહોમ પેલેસ, અથવા તો ભૂતપૂર્વ પેલેસ ઓફ વ્હાઇટહોલ, ફોરબિડન સિટી અને પોટાલા પેલેસની સાથે તેની તુલના કરવામાં આવે તો આ મહેલ ઘણો જ નાનો છે. આ મહેલનાં આંતરિક ચતુષ્કોણને નજર સમક્ષ રાખવામાં આવે તો, નાનું કદ હોવા છતાં તેની સરાહના કરી શકાય. 1938માં એક નાનો ફેરફાર કરવામાં આવ્યો હતો. મહેલના ઉત્તર-પશ્ચિમે નૅશે ઉછેરકેન્દ્ર તરીકે રચેલા અને 1911-13માં એક રેક્વેટ્સ કોર્ટમાં પરિવર્તિત કરી દેવાયેલા એક પેવેલિયનને તરણ હોજમાં ફેરવી દેવામાં આવ્યું હતું.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, તે સમયના રાજા પંચમા જ્યોર્જ અને રાણી મેરીનું નિવાસસ્થાન રહેલો આ મહેલ સહીસલામત હતો. મહેલનો વધુ મૂલ્યવાન સામગ્રી ત્યાંથી વિન્ડસર લઇ જવાયો પરંતુ શાહી કુટુંબ ત્યાં જ રહ્યું. પોતાના મહેમાનો અને ઘરના લોકો માટે રાજાએ આ મહેલમાં રેશનીંગ લાદ્યું હતું.[૬૯] ડેવિડ લોઈડ જ્યોર્જે રાજાને શરાબનું વિતરણ સ્થગિત કરાવવા અને આલ્કોહોલથી દૂર રહેવા આગ્રહ કરીને સંમત કર્યા, જેથી નશાની લતે ચડી ગયેલા કામદાર વર્ગ માટે એક સારા દષ્ટાંતનું નિર્માણ કરી શકાય. કામદારોએ દારૂનું સેવન ચાલુ રાખ્યું અને રાજા પોતાના આ પગલાને લઈને વ્યથિત રહ્યો.[૭૦]
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, આ મહેલે ખરાબ સમય જોયો; તેના પર ઓછામાં ઓછી સાત વખત બોમ્બમારો કરવામાં આવ્યો, આ પૈકીના સૌથી ગંભીર અને સૌથી વધુ ચર્ચાનાં ચકડોળે ચઢેલા 1940મા થયેલા બોમ્બ હુમલામાં મહેલનું દેવઘર નાશ પામ્યું હતું. અમીર અને ગરીબની એકસમાન પીડાને વ્યક્ત કરવા માટે આ ઘટનાનું કવરેજ સમગ્ર યુકે (UK)નાં સિનેમાઘરોમાં દર્શાવવામાં આવ્યું હતું. રાજા પંચમ જ્યોર્જ અને રાણી એલીઝાબેથ જયારે મહેલમાં હતા ત્યારે મહેલના ચોરસ પરિસરમાં એક બોમ્બ પડ્યો હતો, અને સંખ્યાબંધ બારીઓ ફૂંકાઈ ગયી હતી તેમજ દેવઘર નાશ પામ્યું હતું.[૭૧] આ પ્રકારના યુદ્ધ-સમયના બનાવોનું કવરેજ કરવા ઉપર જો કે સખત પ્રતિબંધ હતો. રાજા અને રાણીને બોમ્બ હુમલો પામેલા તેમના ઘરનું નિરીક્ષણ કરતા દર્શાવવામાં આવ્યા હતા, જેમાં હસી રહેલા રાણી હંમેશની માફક તેમના ચોખ્ખાં વસ્ત્રો, સુમેળભર્યા રંગના કોટ તથા માથે હેટમાં સજ્જ થયેલા અને પોતાની આસપાસ થયેલા નુકશાનથી અલિપ્ત જણાતા હતા. તે સમયે રાણીએ તેમની પ્રસિદ્ધ ઘોષણા કરી હતી: "મને ખુશી છે કે અમારી પર બોમ્બ હુમલો થયો. હવે હું આ ભાગના પૂર્વીય છેડાને જોઈ શકું છું." ધ સંડે ગ્રાફિક નાં અહેવાલમાં શાહી કુટુંબને તેમની સંપત્તિના નુકસાન વ્યક્ત કરતુ જોઈ શકાય છે:
By the Editor: The King and Queen have endured the ordeal which has come to their subjects. For the second time a German bomber has tried to bring death and destruction to the home of Their Majesties...When this war is over the common danger which King George and Queen Elizabeth have shared with their people will be a cherished memory and an inspiration through the years.[૭૨]
15 સપ્ટેમ્બર 1940ના રોજ આરએએફ (RAF)નાં ચાલક રે હોલ્મ્સે મહેલ પર બોમ્બ હુમલો કરવાનો પ્રયાસ કરી રહેલા એક જર્મન પ્લેનને તોડી પડ્યું હતું.[૭૩] હોલ્મસ પાસે દારૂગોળો ખાલી થઇ ગયો હતો અને તાત્કાલિક તેણે એ પ્લેનને તોડી પડવાનો નિર્ણય કર્યો. બંને પ્લેન અથડાયા અને તેમના ચાલક બચી ગયા, અને આ બનાવ ફિલ્મમાં ઝીલાયો હતો. બાદમાં લંડનના ઇમ્પિરિઅલ વોર મ્યુઝીયમ ખાતે આ પ્લેનના એન્જિનને પ્રદર્શિત કરાયું હતું. આ યુદ્ધ બાદ, તે બ્રિટીશ ચાલક રાજાનો સંદેશવાહક બન્યો, અને 2005માં 90 વર્ષની વયે મૃત્યુ પામ્યો.[૭૪]
વિજયના દિવસ- 8 મે 1945 -નાં રોજ આ મહેલ બ્રિટનમાં થયેલી ઉજવણીનું કેન્દ્ર રહ્યો હતો, તે વખતે રાજા, રાની, અને રાજકુમારી એલીઝાબેથ, ભાવી રાણી અને રાજકુમારી માર્ગરેટ અટારીમાં ઉપસ્થિત રહ્યા હતા, તેમની પછવાડે મહેલની બારીઓ જોવા મળતી હતી, અને તેઓએ ધ મોલમાં રહેલી વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.[૭૫]
ચાર્લ્સ ડિકન્સ દ્વારા કરાયેલી નોંધ પ્રમાણે, આજથી 40 વર્ષ પૂર્વે ધ બોય જોન્સ નામની એક વ્યક્તિ 1838 અને 1841 દરમિયાન ત્રણ વખત આ મહેલમાં ઘુસવામાં સફળ રહી હતી.[૭૬] 1982માં માઈકલ ફેગન નામની વ્યક્તિએ બે વખત આ મહેલમાં ઘુસવામાં સફળતા મેળવી હતી અને તે પૈકીના એક પ્રયાસ દરમ્યાન તેણે રાણી સાથે વાત પણ કરી હતી.[૭૭] અહેવાલોમાં જણાવવામાં આવ્યા પ્રમાણે, મહેલની પોલીસ જયારે રસ્તામાં હતી ત્યારે પણ રાણીએ સ્વસ્થતા જાળવી રાખી હતી અને ફેગને રાણી સામે કોઈ પડકારજનક પ્રયાસ કર્યો નહોતો.
બગીચો, શાહી ઘોડાર અને રાજમાર્ગ
ફેરફાર કરોઆ મહેલની સામે, વિશાળ અને ઉદ્યાન જેવો બગીચો આવેલો છે, જે તેના તળાવ સાથે, લંડનનો સહુથી વિશાળ ખાનગી બગીચો છે.[૭૮] પ્રત્યેક ઉનાળામાં રાણી અહિયાં પોતાની વાર્ષિક ગાર્ડન પાર્ટી યોજે છે, અને પોતાના જયંતી જેવા શાહી સીમાંચિહ્નોની ઉજવણી કરવા માટેનાં વિશાળ સમારંભો પણ યોજે છે. આ બગીચાની મૂળ કલ્પના કેપેબીલીટી બ્રાઉન દ્વારા કરવામાં આવી હતી, તેની પુનર્રચના જોન નેશ અને કયું ગાર્ડન્સનાં વિલિયમ ટાઉનસેન્ડ એટનએ કરી હતી. કુત્રિમ તળાવ 1828માં સંપન્ન થયું હતું અને હાઈડ પાર્કમાં થઈને વહેતી સર્પેનટાઈનનાં પાણી વડે તેણે ભરવામાં આવ્યું.
મહેલને અડીને શાહી ઘોડાર આવેલો છે, જેની રચના પણ નેશે કરી હતી, ત્યાં ગોલ્ડ સ્ટેટ કોચ સહિતના શાહી વાહનો રાખવામાં આવે છે. આ જૂનવાણી ઢબના શણગારેલા અને સોનાનો ઢોળ ધરાવતા કોચની રચના સર વિલીયમ ચેમ્બર્સે 1760માં કરી હતી, તેની પેનલો જી. બી. સીપ્રીઅની દ્વારા રંગવામાં આવી છે.1762માં સંસદના સત્તાવાર પ્રારંભ માટે જ્યોર્જ ત્રીજાએ આનો સર્વપ્રથમવખત ઉપયોગ કર્યો હતો અને રાજા તેનો ઉપયોગ ફક્ત પદવીદાન અથવા જયંતીની ઉજવણીઓ માટે જ કરે છે.[૭૯] આ ઘોડારમાં શાહી સમારોહના સરઘસમાં વપરાતા વાહક ઘોડાઓ પણ રાખવામાં આવે છે.[૮૦] રાજમાર્ગ એ કોઈ સમારોહ દરમિયાન મહેલ તરફ જવા માટેનો રસ્તો છે, જેની રચના સર એસ્ટન વેબે કરી હતી. રાણી વિક્ટોરિયાના મુખ્ય સ્મારકના એક ભાગરૂપ આ માર્ગ 1911માં પૂરો થયો હતો. આ માર્ગ એમીરાલીટી આર્કથી, વિક્ટોરિયા મેમોરીઅલની ફરતે થઇ, કેનેડા ગેટ, સાઉથ આફ્રિકા ગેટ, અને ઓસ્ટ્રેલિયા ગેટ થઈને મહેલના આંગણ સુધી લંબાય છે. બ્રિટનની મુલાકાતે આવેલા અન્ય રાષ્ટ્રોના વડાઓનાં ઘોડેસવાર પલટન, મોટરકાફલા દ્વારા, અને દરવર્ષે સંસદના સત્તાવાર પ્રારંભ તેમજ ટ્રુપીંગ ધ કલર જેવા અધિકારીક પ્રસંગોએ રાજવી પરિવાર દ્વારા આ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે.
21મી સદી: શાહી ઉપયોગ અને જાહેર જનતા માટે સુલભતા
ફેરફાર કરોદર વર્ષે આશરે 50,000 આમંત્રિત મહેમાનોને મહેલના બગીચામાં યોજાતી પાર્ટીઓ, સત્કાર સમારોહો, સભાઓ અને ભોજન સમારોહોમાં આવકારવામાં આવે છે. મહેલના બગીચામાં યોજાતી પાર્ટીઓની સંખ્યા સામાન્ય રીતે 3 હોય છે અને તે સામાન્યરીતે ઉનાળાની ઋતુમાં જુલાઈ મહિનામાં યોજાતી હોય છે. બકિંગહામ પેલેસનું આંગણ ચેન્જીંગ ઓફ ધ ગાર્ડસ માટે વપરાય છે, આ એક મહત્વનો સમારોહ છે અને તે પ્રવાસીઓ માટેનું આકર્ષણ છે (આ વિધિ ઉનાળુ મહિનાઓમાં દરરોજ અને શિયાળામાં એક દિવસ છોડીને યોજવામાં આવે છે).
વિન્ડસર કેસલની જેમ જ આ મહેલ પણ બ્રિટીશ રાજ્યની માલિકીનો છે. સેન્દ્રિંગહામ હાઉસ અમે બાલમોરલ કેસલથી વિપરીત, આ મહેલ એ રાજાની અંગત મિલકત નથી. બકિંગહામ પેલેસ, વિન્ડસર કેસલ, કેન્સિંગટન પેલેસ અને સેન્ટ જેમ્સ પેલેસની સામગ્રી પૈકીની ઘણીખરી સામુદાયિક અર્થમાં રોયલ કલેક્શન તરીકે ઓળખાય છે; તેની માલિકી સ્વતંત્ર છે. ખાસ પ્રસંગોએ જાહેર જનતા તેને શાહી ઘોડારની નજીક આવેલી રાણીની ગેલેરીમાં જોઈ શકે છે. મહેલ અને કેસલથી વિપરીત, આ ગેલેરી સતત ખુલ્લી રહે છે અને તેમાં આ સંગ્રહમાંથી સતત બદલાતી રહેતી પસંદગીની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવે છે. રાણીની ગેલેરીને સમાવતા ઓરડાઓ ભૂતપૂર્વ દેવધરના સ્થળે આવેલા છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મહેલ પર પડેલા સાત બોમ્બ પૈકીના એક બોમ્બને લીધે તેને નુકસાન થયું હતું. 1993થી દર ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન જાહેર જનતા માટે મહેલના સ્ટેટ રૂમ ખુલ્લા રાખવામાં આવે છે. 1992ના આગ અકસ્માતમાં ઘણાખરા સ્ટેટ રૂમ નાશ પામ્યા બાદ, મહેલના પ્રવેશ શુલ્ક દ્વારા એકત્ર કરાયેલા નાણાંને અગાઉ વિન્ડસર કેસલનાં પુન:નિર્માણ માટે અલગ રાખી દેવામાં આવતા હતા.
મે 2009માં, મહેલમાં મરામતના કામોની યાદીનાં નિકાલ માટે નાણાંની સરકાર પાસે રાજવી પરિવારે કરેલી માંગનાં પ્રતિસાદરૂપે, જાહેર હિસાબ સમિતિ અંગેના સાંસદોનાં જૂથે, એવો પ્રસ્તાવ મુક્યો હતો કે વાર્ષિક ભંડોળ પેટે વધારાના વાર્ષિક £4 મિલિયનનાં બદલામાં આ મહેલને હાલના 60 દિવસ કરતા વધુ દિવસો માટે લોકો માટે ખુલ્લો રાખવો જોઈએ અને તે સમયે રાજવી પરિવારનાં સદસ્યો રહેઠાણમાં હોવા જોઈએ.[૮૧] હાલમાં આ મહેલની નિભાવણી માટે બ્રિટીશ સરકાર દરવર્ષે £15 મિલિયન આપે છે.
આથી, બકિંગહામ પેલેસ એ બ્રિટીશ રાજાશાહીનાં પ્રતીક અને ઘર સમાન છે, તેમજ તે એક આર્ટ ગેલેરી તથા પ્રવાસીઓ માટેનું એક આકર્ષણ પણ છે. બ્રોમ્સગ્રોવ ગુઈલ્ડ[૩૭] દ્વારા બનાવવામાં આવેલ વૈભવી રેલીંગ અને દરવાજો અને વેબના પ્રસિદ્ધ ફેકેડ (બાહ્ય ભાગ)ની પાછળનો આ મહેલ એ કેવળ રાણી અને રાજકુમાર ફિલિપનું સાપ્તાહિક દિવસ માટેનું ઘર જ નથી પણ તે ડ્યુક ઓફ યોર્ક અને અર્લ તેમજ કાઉન્ટેસ ઓફ વેસેક્સનું લંડન ખાતેનું રહેઠાણ પણ છે. શાહી સંગ્રહ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક પુસ્તકમાં વેબના પ્રસિદ્ધ ફેકેડનું વર્ણન "સહુકોઈ પોતાના મનમાં એક મહેલ માટે જેવી કલ્પના કરે છે તેવા મહેલ"[૩૭] તરીકે કરવામાં આવ્યું હતું. આ મહેલ શાહી પરિવારના સભ્યોની ઓફીસ પણ છે અને તેમાં 450 લોકો કામ કરે છે.
આ પણ જુઓ
ફેરફાર કરો- બકિંગહામ પેલેસના ધ્વજ
- બ્રિટિશ શાહી નિવાસસ્થાનોની યાદી
નોંધ
ફેરફાર કરો- ↑ પરંપરાગતપણે, બ્રિટિશ શાહી દરબારનું સરનામું હજુ પણ સેંટ જેમ્સ' પેલેસ છે. જ્યારે વિદેશી રાજદૂતો તેમનો નવો કાર્યભાર સંભાળે છે ત્યારે તેમને બ્રિટિશ શાસન દ્વારા બકિંગહામ પેલેસ ખાતે સત્કારવામાં આવે છે, તેમને "સેંટ જેમ્સ પેલેસ"ના દરબારની સ્વીકૃતિ આપવામાં આવે છે. આ વિચિત્રકતા પરંપરાને ખાતર ચાલુ રહી છે કારણ કે બકિંગહામ પેલેસ તમામ રીતે સત્તાવાર રહેઠાણ છે. જુઓ સેંટ જેમ્સ' પેલેસનો ઇતિહાસ (શાહી વૅબસાઇટ).
- ↑ ૨.૦ ૨.૧ રોબિન્સન, પેજ 14
- ↑ ગોરિંગ, પેજ 15
- ↑ આ સાઇટની વિગતવાર માહિતી અને તેની માલિકી વ્રાઇટની છે, ચૅપ્ટર 1–4
- ↑ ગોરિંગ, પેજ.28
- ↑ ગોરિંગ, પૅજ 18
- ↑ ધ એક્વિઝિશન ઓફ ધ એસ્ટેટ સંગ્રહિત ૨૦૦૯-૧૨-૧૩ ના રોજ વેબેક મશિન , સર્વે ઓફ લંડન : અંક 39: ધ ગ્રોસવેનોર એસ્ટેટ ઇન મૅફેર, ભાગ 1 (સામાન્ય ઇતિહાસ) (1977), પેજ 1–5. પ્રાપ્તિ તારીખ: 3 ફેબ્રુઆરી 2009
- ↑ વ્રાઇટ, પેજ 76–8
- ↑ ગોરિંગ, પેજ 31 અને 36
- ↑ એબરી મેનોર અને ગ્રોસવેનોર એસ્ટેટના વિકાસમાં ઓડલી અને ડેવિસ મુખ્ય પરિબળરૂપ હતા (જુઓ ડ્યુક્સ ઓફ વેસ્ટમિન્સ્ટર), જે આજે પણ હયાત છે. (તેમને ગલીઓના નામમાં યાદ રખાયા છેઃ નોર્થ ઓડલી સ્ટ્રીટ, સાઉથ ઓડલી સ્ટ્રીટ, અને ડેવિસ સ્ટ્રીટ, આ તમામ ગલીઓ મૅફેરમાં છે.)
- ↑ વ્રાઇટ, પૅજ 83
- ↑ ગોરિંગ, પ્રકરણ પાંચ
- ↑ ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ હેરિસ, પૅજ 21
- ↑ વ્રાઇટ, પૅજ 96
- ↑ ગોરિંગ, પૅજ 62
- ↑ ગોરિંગ, પૅજ 58
- ↑ હેરિસ, પૅજ 22
- ↑ નૅશ, પૅજ 18, અલબત્ત પૅજ 142માં વ્રાઇટે આપેલો ખરીદભાવ £28,000 છે.
- ↑ UK Retail Price Index inflation figures are based on data from Clark, Gregory (2017). "The Annual RPI and Average Earnings for Britain, 1209 to Present (New Series)". MeasuringWorth. મેળવેલ 11 જૂન 2022. CS1 maint: discouraged parameter (link)
- ↑ 1775માં, સંસદના એક કાયદા વડે સોમરસેટ હાઉસ પર રાણીના અધિકારના બદલામાં રાણી ચારલેટને મિલ્કત આપવામાં આવી હતી. (જુઓ જૂનું અને નવું લંડન (નીચે)
- ↑ વેસ્ટમિન્સ્ટરઃ બકિંગહામ પેલેસ સંગ્રહિત ૨૦૧૦-૧૦-૦૮ ના રોજ વેબેક મશિન , જૂનું અને નવું લંડન : અંક 4 (1878), પૅજ 61–74. પ્રાપ્તિ તારીખ: 3 ફેબ્રુઆરી 2009. વિદેશના રાજદૂતો નિમણૂંક પામ્યા બાદ રાણી અને તેમના કર્મચારીઓ સમક્ષ તેમના માનપત્રો જ્યાં રજૂ કરે છે તે સ્થળ બકિંગહામ પેલેસ હોવા છતાં પણ વિદેશી રાજદૂતને "કોર્ટ ઓફ સેંટ જેમ્સ'"ની ઔપચારિક સ્વીકૃતિ આપવાની પરંપરા ચાલુ રહી છે.
- ↑ હેરિસ, પેજ 24
- ↑ હેરિસ, પેજ 30–31
- ↑ જોન્સ, પૅજ 42
- ↑ હેરિસ, પેજ 33
- ↑ "The Royal Residences > Buckingham Palace > History". www.royal.gov.uk. મેળવેલ 2 ફેબ્રુઆરી 2009.
- ↑ Ziegler, Phillip (1971). King William IV. Collins. પૃષ્ઠ 280. ISBN 0-00-211934-X. Check
|isbn=
value: invalid character (મદદ). - ↑ "The Royal Residences > Buckingham Palace". www.royal.gov.uk. મૂળ માંથી 27 જાન્યુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 2 ફેબ્રુઆરી 2009.
- ↑ હેડલી, પેજ 10
- ↑ ૩૦.૦ ૩૦.૧ વૂડહેમ-સ્મિથ, પૅજ 249
- ↑ હેરિસ, દ બેલાઇગ અને મિલર પેજ, p. 33
- ↑ હોલેન્ડ અને હેન્નેન અને ક્યુબિટ્સ- ધ ઇન્સેપ્શન એન્ડ ડેવલપમેન્ટ ઓફ અ ગ્રેટ બિલ્ડીંગ ફર્મ , 1920માં પ્રસિદ્ધ થયું, પૅજ 35
- ↑ હેડલી, પૅજ 19
- ↑ હિલી, પૅજ 137–138
- ↑ હિલી, પૅજ 122
- ↑ એલન'સ ઇન્ડિયન મેઇલ, એન્ડ રજિસ્ટર ઓફ બ્રિટિશ એન્ડ ફોરેન ઇન્ડિયા, ચાઇના એન્ડ ઓલ પાર્ટ્સ ઓફ ધ ઇસ્ટ. 1850, અંક 8. ગૂગલ બૂક લિંક
- ↑ ૩૭.૦ ૩૭.૧ ૩૭.૨ રોબિન્સન, પૅજ 9
- ↑ [૧] ફ્લોરસ્પેસ માટે સંદર્ભ.
- ↑ ૩૯.૦ ૩૯.૧ હૅરિસ, પૅજ 41
- ↑ હૅરિસ, પૅજ 78–79
- ↑ હિલી, પૅજ 387–388
- ↑ હૅરિસ, પૅજ 81
- ↑ હૅરિસ, પૅજ 40
- ↑ હિલી, પૅજ 159–160
- ↑ હૅરિસ, દ બેલાઇગ અને મિલર, પૅજ 93
- ↑ હૅરિસ, દ બેલાઇગ અને મિલર, પૅજ 91
- ↑ જોન્સ, પૅજ 43
- ↑ ૪૮.૦ ૪૮.૧ હેરિસ, પૅજ 82.
- ↑ ૪૯.૦ ૪૯.૧ 40 ફેક્ટ્સ અબાઉટ બકિંગહામ પેલેસ સંગ્રહિત ૨૦૦૮-૧૨-૧૧ ના રોજ વેબેક મશિન (રોયલ ઇનસાઇટઃ ધ બ્રિટિશ મોનાર્કી મિડીયા સેન્ટર) પ્રાપ્તિ તારીખઃ 3 ફેબ્રુઆરી 2009
- ↑ હિલી, પૅજ 233, અવતરણ ધ મેમરીઝ ઓફ માબેલ, કાઉન્ટેસ ઓફ એરલાઇ , જેનિફર એલિસ દ્વારા સંપાદન અને વ્યવસ્થાપન, લંડનઃ હચિન્સન, 1962.
- ↑ એચએમના પ્રતિનિધિઓ દ્વારા અપાયેલી સલાહ
- ↑ "Mailbox". Royal Insight Magazine. મેળવેલ 25 મે 2007.
- ↑ સ્વર્ગીય રાજકુમારી માર્ગારેટ પ્રારંભિક રજૂઆતોની ટિપ્પણી માટે જાણીતા છેઃ "આપણે આની પર પૂર્ણવિરામ મૂકવાનું હતું, લંડનની પ્રત્યેક ખરાબ વ્યક્તિ અંદર આવી રહી છે." જુઓ બ્લાઇકી, થોમસ (2002). યુ લૂક ઓવફૂલી લાઇક ધ ક્વીનઃ વિટ એન્ડ વિઝડમ ફ્રોમ ધ હાઉસ ઓપ વિન્ડસર . લંડનઃ હાર્પર કોલિન્સ. આઇએસબીએન 0-14-200226-7
- ↑ "Fact files > 40 facts about Buckingham Palace". Royal.gov.uk. મેળવેલ 11 ઓગસ્ટ 2010.
- ↑ હેરિસ, પૅજ 72
- ↑ ૫૬.૦ ૫૬.૧ હિલી, પૅજ 364
- ↑ હિલી, પૅજ 362
- ↑ હેડલી, પૅજ 16
- ↑ હિલી, પૅજ 363–365
- ↑ રોબિન્સન, પૅજ 49
- ↑ રોબિન્સન (પૅજ 9) જણાવે છે કે પ્લાસ્ટરના શોભાત્મક ફૂલો અને અન્ય શોભાત્મક ભાત સહિતની શોભા, "વધારે પડતી ચોકસાઇવાળા" અને "નૅશના મૂળ કામગીરી સાથે વિચિત્ર લાગે તેવા" છે.
- ↑ હેરિસ, પૅજ 34
- ↑ હિલી, પૅજ 185
- ↑ "Buckingham Palace hits right note with jazz fans". London Evening Standard. Thisislondon.co.uk. 3 August 2009). મેળવેલ 11 August 2010. Check date values in:
|date=
(મદદ) - ↑ Stephen Bates (3 ઓગસ્ટ 2009). "By royal approval: Buckingham Palace's place in jazz history". The Guardian. London. મેળવેલ 11 ઓગસ્ટ 2010.
- ↑ હિલી, પૅજ 221–222
- ↑ હેરિસ, પૅજ 63
- ↑ રોબિન્સન, પૅજ 11
- ↑ Rose, Kenneth (1983). King George V. London: Weidenfeld and Nicolson. પૃષ્ઠ 176–177. ISBN 0297782452. CS1 maint: discouraged parameter (link)
- ↑ રોઝ, પૅજ 178–179
- ↑ Thornton, Michael (1984). Royal Feud. M.Joseph. પૃષ્ઠ 216.
- ↑ The Sunday Graphic, 18 September 1939, p. 1
- ↑ "પાયલટ વ્હૂ 'સેવ્ડ પેલેસ' હોનર્ડ" 2 નવેમ્બર 2005, બીબીસી ન્યૂઝ . પુન:પ્રાપ્તિ: 6 એપ્રિલ 2008
- ↑ "Pilot who 'saved Palace' honoured". BBC news website. British Broadcasting Corporation (BBC). 2 નવેમ્બર 2005. મેળવેલ 18 માર્ચ 2009.
- ↑ 1945: રિજોઇસીંગ એટ એન્ડ ઓફ વૉર ઇન યુરોપ (બીબીસી ઓન ધિસ ડૅ .) પુનઃ પ્રાપ્તિ 17 ફેબ્રુઆરી 2008
- ↑ ડિકન્સ, ચાર્લીઝ (5 જુલાઈ 1885) "ધ બોય જોનેઝ", ઓલ ધ યર રાઉન્ડ , પૅજ 234–37.
- ↑ ગોડ સેવ ધ ક્વીન, ફાસ્ટ સંગ્રહિત ૨૦૧૦-૧૦-૧૫ ના રોજ વેબેક મશિન સ્પેન્સર ડેવિડસન અને આર્થર વ્હાઇટ ટાઇમ મેગેઝિન 26 જુલાઈ 1982 પ્રાપ્તિ 3 February 2009
- ↑ બકિંગહામ પેલેસ (મ્યુઝિયમ ઓફ લંડન.) પુનઃપ્રાપ્તિ 17 ફેબ્રુઆરી 2008
- ↑ "Kid's Zone:The Gold State Coach". The official website of the British Monarchy. મેળવેલ 25 મે 2007.
- ↑ "The Royal Residences > The Royal Mews". www.royal.gov.uk. મેળવેલ 2 ફેબ્રુઆરી 2009.
- ↑ Pierce, Andrew (30 મે 2009). "Queen must open palace more in return for extra funds". The Daily Telegraph. London. મૂળ માંથી 5 જૂન 2009 પર સંગ્રહિત. મેળવેલ 4 જૂન 2009.
સંદર્ભો
ફેરફાર કરો- બ્લેઇકી, થોમસ (2002).
યુ લૂક ઓવફૂલી લાઇક ધ ક્વીનઃ વિટ એન્ડ વિઝડમ ફ્રોમ ધ હાઉસ ઓફ વિન્ડસર . લંડનઃ હાર્પર કોલિન્સ. આઇએસબીએન 0-14-200226-7
- ગોરિંગ, ઓ.જી. (1937). ફ્રોમ ગોરિંગ હાઉસ ટુ બકિંગહામ પેલેસ. લંડનઃ આઇવોર નિકોલ્સન એન્ડ વૉટસન.
- હેરિસ, જોહન; દ બેલાગ, જ્યોફ્રે; અને મિલર, ઓલિવર (1968). બકિંગહામ પેલેસ. લંડનઃ નેલ્સન. આઇએસબીએન 0-7407-5029-1
- હીલે, એડ્મા (1997).
ધ ક્વીન'સ હાઉસઃ અ સોશિયલ હિસ્ટરી ઓફ બકિંગહામ પેલેસ . લંડનઃ પેન્ગ્વિન ગ્રૂપ. આઈએસબીએન 0415214483.
- હેડલી, ઓલ્વેન (1971) ધ પિક્ટોરિયલ હિસ્ટરી ઓફ બકિંગહામ પેલેસ . પિટકિન, આઈએસબીએન 0-85372-086-X
- Jones, Nigel R. (2005). Architecture of England, Scotland, and Wales. Greenwood Publishing Group. ISBN 0313318506.
- નૅશ, રોય (1980). બકિંગહામ પેલેસઃ ધ પેલેસ એન્ડ ધ પીપલ . લંડનઃ મેકડોનલ્ડ ફ્યુચુરા. આઈએસબીએન 0415214483.
- રોબિન્સન, જોન માર્ટિન (1999). બકિંગહામ પેલેસ . રોયલ કલેક્શન, સેંટ જેમ્સ'સ પેલેસ, લંડન દ્વારા પ્રકાશિત આઈએસબીએન 1-902163-36-2.
- વિલિયમ, નેવિલ (1971).
રોયલ હોમ્સ . લટરવર્થ પ્રેસ. આઈએસબીએન ISBN 0-14-200226-7
- વૂધમ-સ્મિથ, સેસિલ (1973). ક્વીન વિક્ટોરીયા (અંક 1) હેમિશ હેમિલ્ટન લિ.
- વ્રાઇટ, પેટ્રિસિયા (1999; સૌપ્રથમ પ્રકાશિત થઈ 1996). ધ સ્ટ્રેન્જ હિસ્ટરી ઓફ બકિંગહામ પેલેસ . સ્ટ્રોઉડ, ગ્લોઉસીઝ.: સ્યુટન પબ્લિશિંગ લિ. આઈએસબીએન 0-7509-1283-9
બાહ્ય લિંક્સ
ફેરફાર કરો- બકિંગહામ પેલેસ સંગ્રહિત ૨૦૧૮-૦૭-૨૫ ના રોજ વેબેક મશિન, બ્રિટિશ રાજાશાહીની સત્તાવાર વૅબસાઇટ
- વાસ્તવમાં નેવિગેશન માટે બકિંગહામ પેલેસના ઓરડાઓની ડિરેક્ટરી (હાઇ અને લૉ રિઝોલ્યૂશન)
- ધ સ્ટેટ રૂમ્સ, બકિંગહામ પેલેસ, રોયલ કલેક્શન: ઓપનિંગ ટાઇમ્સ એન્ડ ટિકિટ્સ
- બકિંગહામ પેલેસના ઐતિહાસિક ફોટા સંગ્રહિત ૨૦૧૧-૦૯-૧૩ ના રોજ વેબેક મશિન
- એકાઉન્ટ ઓફ બકિંગહામ પેલેસ, વિથ પ્રિન્ટ્સ ઓફ આર્લિન્ગ્ટન હાઉસ એન્ડ બકિંગહામ હાઉસ સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન, એડવર્ડ વૉલ્ફોર્ડ દ્વારા, જૂનું અને નવું લંડન , અંક 4, ચૅપ. VI (1878)
- એકાઉન્ટ ઓફ ધ એક્વિઝિશન ઓફ ધ મેનોર ઓફ એબરી સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન, એફ. એચ. ડબ્લ્યૂ. શેફર્ડ (એડ.) દ્વારા, સર્વે ઓફ લંડન , અંક. 39, "ધ ગ્રોસવેનોર એસ્ટેટ ઇન મૅફેર", ભાગ 1 (1977)
- ઇન્ટરેક્ટિવ પેનોરામાઃ બકિંગહામ પેલેસ સંગ્રહિત ૨૦૧૦-૦૬-૨૦ ના રોજ વેબેક મશિન
- અહીં મેનુંમાં છઠ્ઠાં ક્રમના પેનોરામામાં આ પૅનોરામા ઉપલબ્ધ છે.
ઢાંચો:Royal palaces in the United Kingdom Coordinates: 51°30′04″N 0°08′31″W / 51.501°N 0.142°W