રાજા બીરબલ

(બિરબલ થી અહીં વાળેલું)

રાજા બીરબલ (૧૫૨૮ – ૧૬ ફેબ્રુઆરી ૧૫૮૬[૧])) : વાસ્તવિક નામ:મહેશ દાસ અથવા મહેશ દાસ ભટ્ટ, મુઘલ બાદશાહ અકબરના શાસનમાં મુઘલ દરબારના મુખ્ય વજીર (વઝીર-એ-આઝમ) હતા અને અકબરના દરબારના નવ સલાહકારો પૈકીના સૌથી વધુ વિશ્વસનીય સભ્ય હતા, જે અકબરના નવરત્નો હતા. તે સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ નવ રત્નો (ઝવેરાત) થાય છે. અકબર ઉપરાંત તે બીજા વ્યક્તિ હતા કે જે દિન-એ-ઇલાહી ધર્મ માનતા હતા.

રાજા બીરબલ
બીરબલ
બીરબલ
જન્મમહેશ દાસ
૧૫૨૮
ઉત્તર પ્રદેશ, ભારત
મૃત્યુ૧૫૮૬
સ્વાત ખીણ, હાલમાં પાકિસ્તાનમાં
વ્યવસાયમુઘલ રાજા અકબરનો સલાહકાર અને દરબારી

બાળપણ ફેરફાર કરો

બાળપણનું નામ મહેશ દાસ હતું.

અકબરના દરબારમાં ફેરફાર કરો

અકબરના દરબારમાં અકબરે બીરબલને "વીર વર" તરીકેનો ખિતાબ આપ્યો, આગળ જતાં તે બીરબલ કહેવાયા.

અકબરના દરબારમાં બીરબલ મોટા ભાગના કાર્યો લશ્કરી અને વહીવટી હતા તથા તેઓ સમ્રાટના ખૂબ જ નજીકના મિત્ર પણ હતા. સમ્રાટ ઘણી વાર બુદ્ધિ અને શાણપણ માટે બીરબલની પ્રશંસા કરતા હતા. બીરબલ ઘણી અન્ય વાર્તાઓ, લોકસાહિત્ય અને કથાઓની એક સમૃદ્ધ પરંપરાનો ભાગ બની ગયા છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Bīrbal | Indian courtier". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ 2020-12-26.

બાહ્ય કડીઓ ફેરફાર કરો