બુરુલી અલ્સર (બૈર્ન્સડેલ અલ્સર, સીઅર્લ્સ અલ્સર, અથવા ડેઇન્ટ્રી અલ્સર ના નામે પણ ઓળખાય છે[][][]) તે એક ચેપી રોગ છે જે માઇકોબેક્ટેરીયમ અલ્સર્ન્સ ને કારણે થાય છે.[] ચેપ લાગ્યાના શરૂઆતનાં તબક્કમાં પિડારહિત નાની ગાંઠ અથવા તે ભાગમાં સોજો જોવા મળે છે.[] આ નાની ગાંઠ એક અલ્સરમાં પરિણમે છે.[] બહારનાં ભાગમાં આ અલ્સર જે રીતે દેખાય છે તેનાં કરતાં અંદરનાં ભાગમાં મોટું હોય શકે છે,[] અને તે ભાગમાં સોજો પણ આવી શકે છે.[] જેમ જેમ આ રોગ વધતો જાય, તેમ હાડકાને પણ ચેપ લાગી શકે છે. [] સામાન્ય રીતે બુરુલી અલ્સર મોટે ભાગે હાથ અથવા પગમાં થાય છે;[] તાવ આવવો અસામાન્ય છે.[]

બુરુલી અલ્સર
ખાસિયતInfectious diseases Edit this on Wikidata

એમ.અલ્સર્ન્સ માઇકોલેક્ટોન નામનું ટોક્સીન છોડે છે, જે રોગપ્રતિકારક કાર્ય માં ઘટાડો કરે છે અને પેશીઓમાં મૃત્યુમાં પરિણમે છે.[] આજ જ જૂથનાં બેક્ટેરીયા ટ્યુબરક્યુલોસીસ અને રક્તપિત્તનું કારણ પણ બને છે] (એમ. ટ્યુબરક્યુલોસીસ અને એમ.લેપ્રે, અનુક્રમે).[] આ રોગ ફેલાવાનું કારણ હજી જાણી શક્યા નથી.[] ફેલાવાનું કારણ કદાચ પાણીનાં સ્ત્રોતો હોય શકે છે.[] ૨૦૧૩ સુધી કોઈ અસરકારક રસી મળી નથી..[][]

જો લોકોને તુરંત સારવાર આપવામાં આવે તો, ૮૦%માં એન્ટીબાયોટીક આઠ સપ્તાહમાં અસર કરી શકે છે. [] સારવારમાં મોટા ભાગે દવાઓ રિફામ્પીસીન અને સ્ટ્રેપ્ટોમેસીનનો સમાવેશ થાય છે .[] અમુક વખત સ્ટ્રેપ્ટોમેસીનને બદલે ક્લેરીથોમેસીન અથવા મોક્સીફ્લોક્સેસીન ઉપયોગમાં લેવાય છે. [] અલ્સર માટેની બીજી સારવારમાં કાંપા નો સમાવેશ થાય છે.[][] ચેપ મટી ગયા બાદ પણ તે ભાગમાં ડાઘ જોવા મળે છે.[]

વિસ્તાર

ફેરફાર કરો

સામાન્ય રીતે બુરુલી અલ્સર મોટેભાગે આફ્રિકાના સહારા ના ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે. ખાસ કરીને કોટ ડી 'આઈવોર, પણ તેના કિસ્સા એશિયા, પશ્ચિમ પેસિફિક અને અમેરિકામાં પણ નોંધાયા છે. [] ૩૨ દેશોથી વધુ દેશોમાં આ ચેપનાં કિસ્સા નોંધાયા છે.[] દર વર્ષે પાંચ હજાર થી છ હજાર જેટલાં કિસ્સા નોંધાય છે. [] મનુષ્ય ઉપરાંત આ રોગ ઘણાં પ્રાણીઓમાં પણ જોવા મળે છે.[] ૧૮૯૭માં સૌપ્રથમ વખત એલ્બર્ટ રસ્કીન કુક એ બુરુલી અલ્સર વિષે વર્ણન કર્યુ હતુ. []

  1. James, William D.; Berger, Timothy G.; et al. (2006). Andrews' Diseases of the Skin: clinical Dermatology. Saunders Elsevier. પૃષ્ઠ 340. ISBN 0-7216-2921-0. Explicit use of et al. in: |author= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  2. Rapini, Ronald P.; Bolognia, Jean L.; Jorizzo, Joseph L. (2007). Dermatology: 2-Volume Set. St. Louis: Mosby. Chapter 74. ISBN 1-4160-2999-0.CS1 maint: multiple names: authors list (link)
  3. Lavender CJ, Senanayake SN, Fyfe JA; et al. (January 2007). "First case of Mycobacterium ulcerans disease (Bairnsdale or Buruli ulcer) acquired in New South Wales". Med. J. Aust. 186 (2): 62–3. PMID 17223764. Explicit use of et al. in: |author= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  4. ૪.૦૦ ૪.૦૧ ૪.૦૨ ૪.૦૩ ૪.૦૪ ૪.૦૫ ૪.૦૬ ૪.૦૭ ૪.૦૮ ૪.૦૯ ૪.૧૦ ૪.૧૧ ૪.૧૨ ૪.૧૩ ૪.૧૪ ૪.૧૫ ૪.૧૬ "Buruli ulcer (Mycobacterium ulcerans infection) Fact sheet N°199". World Health Organization. June 2013. મેળવેલ 23 February 2014.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ Nakanaga, K; Yotsu, RR; Hoshino, Y; Suzuki, K; Makino, M; Ishii, N (2013). "Buruli ulcer and mycolactone-producing mycobacteria". Japanese journal of infectious diseases. 66 (2): 83–8. PMID 23514902.
  6. ૬.૦ ૬.૧ Einarsdottir T, Huygen K (November 2011). "Buruli ulcer". Hum Vaccin. 7 (11): 1198–203. doi:10.4161/hv.7.11.17751. PMID 22048117.
  7. Sizaire V, Nackers F, Comte E, Portaels F (2006). "Mycobacterium ulcerans infection: control, diagnosis, and treatment". Lancet Infect Dis. 6 (5): 288–296. doi:10.1016/S1473-3099(06)70464-9. PMID 16631549.CS1 maint: multiple names: authors list (link)