બૂચનું વૃક્ષ અથવા બૂચ (અંગ્રેજીમાં Indian cork tree), એ મિલિંગટોનીઆ ગોત્રનું એક માત્ર સભ્ય છે. આ વૃક્ષ દક્ષીણ અને દક્ષીણ-પુર્વ એશીયાનું મુળ વતની છે. આ વૃક્ષના લાકડા અને છાલમાંથી બોટલને મારવા માટે લાકડાના બૂચ બનતા હોવાથી વૃક્ષનું નામ પણ બૂચ પડ્યું છે.[૧]

બૂચ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
Genus: મિલિંગટોનીઆ
Species: હોર્ટેનસિસ

વર્ણન ફેરફાર કરો

આ વૃક્ષ ઉચાઈમાં ૧૮ થી ૨૫ મીટર જેટલું વધે છે અને ૭ થી ૧૧ મીટર જેટલા ઘેરાવામાં વધે છે. છ થી આઠ વરસમાં એ પૃખ્તા પ્રાપ્ત કરી લે છે અને આશરે ૪૦ વરસનું એનું આયુષ્ય હોય છે. આ વૃક્ષ વિવિધ પ્રકારની જમીનમાં વાવી શકાય છે. પણ ભેજવાળી આબોહવામાં એ વધુ ખીલે છે. બૂચના વૃક્ષ દેખાવે સુંદર અને ઊંચાં થાય છે અને લાકડું હાથીદાંત જેવું સફેદાઈ પર થાય છે. [૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ભગવતસિંહજી. "બૂચ શબ્દનું પાનુ, ભગવદ્ગોમડળ". મેળવેલ ૧૪-ઓગષ્ટ-૨૦૨૧. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)