બેકબોન નેટવર્ક કે નેટવર્ક બેકબોન એ કમ્પ્યુટર નેટવર્ક સ્થાપત્યનો એક એવો ભાગ છે જે જુદા જુદા નેટવર્કો કે ઉપનેટવર્કોને જોડે છે અને તેમની વચ્ચે માહિતીની આપ-લે કરે છે. [] એક બેકબોન એક સાથે એક જ ઈમારત કે જુદી જુદી ઈમારતમાં રહેલા કેમ્પર્સ કે તેની બહારના વિવિધ નેટવર્કોને એક તાંતણે બાંધે છે. સામાન્ય રીતે આ બેકબોન નેટવર્ક તેની સાથે જોડયેલા (કે તેના દ્વારા જોડાયેલા) સામાન્ય નેટવર્કથી વધુ પ્રેષણદરે ડેટાનું વહન કરવા માટે બનાવેલા હોય છે.

બેકબોન નેટવર્ક

એક મોટુ કોર્પોરેશન જેની તેની ઘણીબધી શાખાઓ શહેરમાં કે દુર દેશમાં ફેલાયેલ છે. આ શાખાઓના નેટવર્કોને જે તે કોર્પોરેશનના મુખ્ય નેટવર્ક જોડે જોડાણ તેમજ ઝડપી ડેટા પ્રેષણ કરવાની જવાબદારી બેકબોન નેટવર્કની છે. બેકબોન નેટવર્કમાં એક થી વધારે લીન્કો રાખવાની હોય છે જે લીન્કો વિવિધ નેટવર્કો વચ્ચે ડેટાનું લોડબેલેન્સ કરવા કે કોઈ લીંક તૂટી જતા જે તે નેટવર્ક માટે ડેટા પહોચાડવાનું છે. નેટવર્ક બેકબોન નેટવર્કની જરૂરિયાત મુજબ ડીઝાઇન કરાય છે. નેટવર્ક બેકબોન ની ડીઝાઇન વખતે નેટવર્કમાં થતા ડેટા-ભીડ ના પ્રકારોને ધ્યાન માં લેવાય છે દા.ત. વિડીઓ, ઓડીઓ, ડેટાબેઝ વિ. ના ડેટા-ભીડ

બેકબોન નેટવર્કમાં વપરાતા ઉપકરણો ખુબ જ ખર્ચાળ હોય છે. તેને નેટવર્કની જરૂરિયાત પ્રમાણે રૂપરેખાંકિત કરવા નિષ્ણાત, અનુભવી નેટવર્ક ઈજનેરની જરૂર પડે છે.


સંદર્ભો

ફેરફાર કરો
  1. What is a Backbone? સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૬ ના રોજ વેબેક મશિન, Whatis.com, Accessed: June 25, 2007