બેજા રજવાડું ભારતના વર્તમાન હિમાચલ પ્રદેશ રાજ્યના વિસ્તારમાં આવેલ એક રજવાડું (રિયાસત અથવા હકુમત) હતું. આ રજવાડાની સ્થાપના ૧૮મી સદીમાં થઈ ત્યારથી ૧૫મી એપ્રિલ, ૧૯૪૮ના દિન સુધી તોમર વંશે તેનું શાસન સંભાળ્યું હતું. આ રજવાડું સિમલાના ૧૬ પર્વતીય રાજ્યો પૈકીનું એક હતું અને કસૌલીથી નીચેના પશ્ચિમ ભાગમાં ફેલાયેલ હતું. અન્ય રજવાડાં માહલોગ, પતિયાલા, કુથાર અને શિમલા જિલ્લાનો બરૌલી ભાગ આ રજવાડાની પડોશની સરહદ સાથે જોડાયેલ હતા. આ હુકુમતમાં ૪૫ ગામો હતા, જે ૧૩ ચોરસ કિમી અથવા ૫ ચોરસ માઈલ જેટલા વિસ્તારમાં ફેલાયેલા હતા.[]

બેજા હુકુમતનો મહેલ/કિલ્લો
બેજા રજવાડાના છેલ્લા રાજા લક્ષ્મણ ચાંદ તેની પત્ની સાથે

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Princely States of India". મૂળ માંથી 2011-02-06 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-23.