બોંદલા વન્યજીવ અભયારણ્ય
બોંદલા વન્યજીવ અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ તટે આવેલા ગોવા રાજ્યના ઉત્તરપૂર્વીય ભાગમાં આવેલા પોન્ડા તાલુકામાં સ્થિત છે. આ અભયારણ્યનો કુલ વિસ્તાર ૮ ચો.કિ.મી. છે. તે પ્રવાસીઓ અને શાળાના વિદ્યાર્થીઓ બંને માટે એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. પ્રાણીજીવનની વિવિધતા મોટા પ્રમાણમાં આ અભયારણ્યમાં જોવા મળે છે, જેમ કે સાબર, હરણ, ભારતીય જંગલી ભેંસ, મલબાર મહાકાય ખિસકોલી, ભારતીય મોર અને સાપની ઘણી પ્રજાતિઓ અહીં જોવા મળે છે.[૧]
બોંદલા અભયારણ્ય માનવ હસ્તક્ષેપને કારણે ઘાયલ થયેલા ચિત્તાઓને આશ્રયસ્થાન પૂરું પાડે છે, આ ઉપરાંત "નાચતા" રીંછ અને કોબ્રા નાગને પણ અહિં આશ્રય મળે છે કેમકે કાયદામાં લુપ્ત થઈ રહેલા જીવોને પાળવા અને તેમની પાસેથી ખેલ કરાવવાના કામ પર પ્રતિબંધ ફરમાવ્યા બાદ આ જીવો અને તેમના મદારીઓને પણ વૈકલ્પિક જીવન નિર્વાહની આવશ્યકતા ઊભી થઈ છે. કમનસીબે આ અભયારણ્યમાં હાથીઓ માટે સગવડ કરવામાં આવી નથી, માત્ર બે હાથી નસીબદાર છે જેમને અભયારણ્યની મુલાકાતે આવતા સહેલાણીઓને સહેર કરાવવા માટે રાખવામાં આવ્યા છે. બંને હાથીઓ વારાફરતી આ કામમાં જોડાય છે અને જ્યારે તેમની રજા હોય ત્યારે તેમને છૂટથી વિહરવા દેવામાં આવે છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Paul. Harding, Bryn Thomas (૨૦૦૩). Goa. Lonely Planet. ISBN 1-74059-139-9.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Bondla Wildlife Sanctuary પ્રવાસન માહિતી વિકિવોયજ પર
- Bondla Wildlife Sanctuary on goatourism.gov.in