બોરડી એટલે બોરનું ઝાડ. બોરડી જાત પ્રમાણે વિવિધ કદની થતી જોવા મળે છે. તેના પાનમાં ત્રણથી પાંચ નસ હોય છે. બોરડીને ઝીણા ઝીણા કાંટા થાય છે. તેનાં ફૂલ ઘણાં ઝીણાં થાય છે. તેનાં લૂમખામાં બોર બેસે છે. હિંદુસ્તાનમાં ખાસ બોરડીનું વાવેતર કરવામાં આવતું નથી, પરંતુ ખેતર અને જંગલમાં બીમાંથી પોતાની મેળે તે ઊગી નીકળે છે. બોરડી ગમે તેવી જમીનમાં થાય છે, પણ ચીકણી માટીમાં થતી નથી.

બોર (ફળ)નું ઝાડ
બોરડીનું ઝાડ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
(unranked): સપુષ્પી
(unranked): દ્વિદળી
Genus: ઝિઝિફસ (Ziziphus)
Species: જુજુબા (Z. jujuba)
દ્વિનામી નામ
ઝિઝિફસ જુજુબા (Ziziphus jujuba)

બોરની જાતમાં જંગલી, વડબોર, ખાટાં બોર, ચણી બોર, કલમી, રાંદેરી, અજમેરી, બનારસી, જયપુરી વગેરે છે. ઉત્તર હિંદુસ્તાનમાં જયપુર, અજમેર, દિલ્હી, મથુરા, આગ્રા, લખનૌ, કાનપુર, લાહોર વગેરે તરફ કલમની બોરડીનાં ઘણાં મીઠાં અને સારાં બોર થાય છે. ઉત્તમ જાતનાં ખારેક આકારનાં લંબગોળ ને ગોળ બોર બહુ મીઠાં હોય છે.

ઉપચાર તરીકે

ફેરફાર કરો

તેનું લાકડું હળ, ગાડાં વગેરે કરવાના કામમાં આવે છે. પાંદડાં ગોળ હોય છે અને તે ઢોર ખાય છે. વીંછીના વિષ ઉપર બોરડીનાં પાંદડાં દંશસ્થાને લગાવી પાટો બાંધવાથી પીડા ઓછી થતી મનાય છે.

સ્ત્રોત

ફેરફાર કરો
  • ભગવદ્ગોમંડળ
  • અંગ્રેજી વિકિપીડિયા

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
 
બોરનાં ફળ