બ્યૂલા લૂઇસ હેનરી
બ્યૂલા લૂઇસ હેનરી (અંગ્રેજી: Beulah Louise Henry)એક અમેરિકન મહિલા હતી. તેણીએ બોબીન વિનાનું સિલાઈ મશીન, વેક્યૂમ આઈસ્ક્રીમ ફ્રિઝર જેવી ગૃહ ઉપયોગી ૧૧૦ જેટલી શોધો કરી સુપ્રસિદ્ધ થઈ હતી.[૧]
બ્યૂલા લૂઇસ હેનરી | |
---|---|
જન્મ | ૨૮ સપ્ટેમ્બર ૧૮૮૭ |
પુરસ્કારો |
બાળપણ
ફેરફાર કરોતેણીનો જન્મ ઈ.સ. ૧૮૮૭ના ફેબ્રુઆરી મહિનાની ૧૧ તારીખના રોજ અમેરિકાના કેરોલિના શહેર ખાતે થયો હતો. તેણીએ કેરોલિના ખાતે પ્રીસબાય ટેરિયન અને ચાર્લોટી ખાતે એલિઝાબેથ કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ ૧૯૨૪ના વર્ષમાં તેનો પરિવાર ન્યૂયોર્ક ખાતે રહેવા ગયો હતો.
કારકિર્દી
ફેરફાર કરોતેણી પ્રારંભમાં નિકોલસ મશીન વર્ક કંપનીમાં એન્જિનિયર તરીકે જોડાઈ હતી. ત્યારબાદ તેણીએ વિવિધ કંપનીમાં એન્જિનિયર તરીકે કાર્ય કર્યું હતું. તેણી આજીવન કુંવારી રહી હતી.[૨] તેણીએ જીવનપર્યંત રોજીંદા સુવિધાના સાધનો માટે સંશોધનાત્મક અભ્યાસ કરી તેને વધુ સુવિધાજનક બનાવવા પ્રયાસો કર્યા હતા.
તેણીએ વેક્યૂમ આઈસ્ક્રીમ ફ્રિઝર, બોબીન વિનાનું સિલાઈ મશીન, આંખોનો રંગ બદલતી ઢીંગલી, પાણી છાંટવાનો ફુવારો, હેન્રી વાલ્વ, ટાઈપ રાઈટર માટે ડુપ્લિકેટ મશીન, ડુપ્લેક્ષ સાઉન્ડ પ્રોડયુસર જેવી કુલ ૧૧૦ જેટલી શોધ કરી હતી. તેણીની શોધો બહુ નોંધપાત્ર કે વિજ્ઞાાનના ઊંડા સિદ્ધાંતોને લગતી નહીં, પણ રોજિંદા જીવનમાં વપરાતાં સાધનોને વધુ સુવિધાજનક બનાવતી હતી. તેણીએ ૨૦ વર્ષની ઊંમરે પોતાની પ્રથમ પેટન્ટ નોંધાવી હતી. તેણીને બાળપણથી જ બધી ચીજોને બદલીને કંઈક નવું કરવાની ઈચ્છા હતી.
તેણીએ શોધેલી વિવિધરંગી છત્રી માટે અઢળક પૈસા મળ્યા હતા, જેના વડે તેણીએ પોતાના ઘર ખાતે પ્રયોગશાળા ઊભી કરી હતી. ૧૯૩૦ના વર્ષથી તેણીએ ૪૦ વર્ષના ગાળામાં સિલાઈ મશીન અને ટાઈપરાઈટર મશીનમાં વ્યાપક સુધારા કર્યા હતા. લગભગ ૮૦ વર્ષની ઉંમર સુધી તેણી સંશોધનોમાં સક્રિય રહી હતી. ૧૯૭૩ના વર્ષમાં તેણીનું અવસાન થયું હતું.[૩]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Lemelson-MIT Program". web.mit.edu (અંગ્રેજીમાં). મેળવેલ ૧૬ ઓગસ્ટ ૨૦૧૭.
- ↑ Stanley, Autumn (૧૯૯૫). Mothers and Daughters of Invention: Notes for a Revised History of Technology (અંગ્રેજીમાં). Rutgers University Press. ISBN 9780813521978.
- ↑ "વિજ્ઞાન જગતની 'લેડી એડિસન' : બ્યૂલા લૂઇસ હેનરી". www.gujaratsamachar.com. મેળવેલ ૧૬ ઓગસ્ટ ૨૦૧૭.