ભગવાન (સંસ્કૃત:-भगवन् ) એટલે તમામ પ્રકારના ઐશ્વર્યોથી સંપન્ન હોય તેવી શક્તિ (પરમાત્મા), સદ્દગુરુ, સંત, ધની કે એવા વ્યક્તિ વિશેષને ભગવાન તરીકે ઓળખવામાં આવે છે.

વ્યુત્પતિ ફેરફાર કરો

ભગવાન શબ્દ સંસ્કૃત ભાષામાં भग् ધાતુ પરથી भगवन् અને એ શબ્દ પરથી ગુજરાતી, હિંદી તેમજ અન્ય ભાષાઓમાં ભગવાન શબ્દ બન્યો છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ છ ઐશ્વર્યોને ભગ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન એટલે આ સર્વેશ્વર્યોથી સંપન્ન એવો અર્થ થાય છે.[૧] વિશેષરુપે ઇશ્વરને ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણતા સુધી પહોચેલા સંતો, સદ્દગુરુને પણ ભગવાન કહેવામાં આવે છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "ભગવાન - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon". ગુજરાતીલેક્સિકોન. મૂળ માંથી 2017-01-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ એપ્રિલ ૨૦૧૬.