ભાગુસબાનો નિયમ એ ગણિત તેમજ આંકડાશાસ્ત્રનો પાયાનો નિયમ છે, જે અંતર્ગત કોઇપણ ગાણિતિક અથવા આંકડાકીય કોયડા અથવા સમીકરણ ને ઉકેલવા માટે સૌથી પહેલા ભાગાકાર (ભા), ત્યારબાદ ગુણાકાર (ગુ), પછી સરવાળો (સ) અને છેલ્લે બાદબાકી (બા) કરવામાં આવે તો અને તો જ સાચો જવાબ મેળવી શકાય.

ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી શબ્દોના પહેલા અક્ષરો (ભા.ગુ.સ.બા.) પરથી આ નિયમનું નામ ભાગુસબાનો નિયમ રાખવામાં આવેલ છે.